Sahiyar
સૌંદર્ય સમસ્યા
By GS Team
5 Oct 20263 mins read

- મારા વાળ વેવી અને હેવી હતા. પરંતુ હવે ગુંચળિયા અને વાંકોડિયા થતા જાય છે. નીચેની તરફથી રૂક્ષ થઈ ગયા છે.
હું ૧૭ વરસની યુવતી છું, મારા હાથ અને પગ પર મૃત ત્વચા જમા થઈ ગઈ છે. પરિણામે ત્વચા રૂક્ષ રહે છે. હાથ-પગની ત્વચાને મુલાયમ રાખવાના ઉપચાર જણાવશો.
- એક યુવતી (ગાંધીનગર)
- ઑલિવ કૉપરેલ અથવા બદામના તેલમાંથી કોઈ પણ એક તેલ બે ચમચા લેવું. તેમાં એક ચમચો ઓટમીલ પાઉડર, અને અડધો લીંબુનો રસ ભેળવી મિક્સ કરવું તેમાં થોડી મલાઈ પણ નાખવી, બરાબર મિક્સ કરવું, આ મિશ્રણથી હાથ અને પગ પર મસાજર કરવો.
મસાજ કર્યાના ૨૦ મિનિટ બાદ સ્નાન કરવું. સ્નાન પૂર્વે સ્ક્રબથી ત્વચા ઘસીને કાઢવી સ્નાન બાદ મોઈશ્ચરાઈઝર અથવા બૉડીલોશન લગાડવું. કોણી અને ઘૂંટણની ત્વચા વધુ રૂક્ષ હોવાથી ત્યાં વિશેષ કરીને લગાડવું.
રાતના સૂતી વખતે શરીરને ક્રિમ અથવા ઑઈલથી મોઈશ્ચરાઈઝ કરવી. વેક્સિંગ કરવાથી પણ ડેડ સ્કિનથી છૂટકારો મેળવી શકાય છે. ઉપરાંત ત્વચા પણ મુલાયમ બને છે.
હું ૨૬ વરસની યુવતી છું, મારા લગ્ન ત્રણ મહિના પૂર્વે જ થયાં છે. મેં ઉત્તર-ભારતીય સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ જ્ઞાાતિમાં સિંદૂર લગાડવાની પ્રથા છે તેથી હું પણ લગાડું છું. હવે મારી સમસ્યા એ છે કે સિંદૂર લગાડવાથી મને સેંથામાં ખંજવાળ આવે છે. ઉપરાંત તે સ્થાનથી મારા વાળ ખરવા લાગ્યા છે. સિંદૂર તો મારે લગાડવું પડશે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો - એક યુવતી (મુંબઈ)
- સિંદૂરની એલર્જી થતી હોય તેવું શક્ય છે. તેથી જ ખંજવાળ આવતી હોય અને વાળ ખરતા હોય. સિંદૂરના સ્થાને લિપસ્ટિકનો ઉપયોગ કરો અને આખી સેંથી નહીં પૂરો શરૂઆતની થોડી સેંથી જ પૂરો. ઊચ્ચગુણવત્તાયુક્ત તેલથી વાળમાં મસાજ કરશો.
હું ૨૧ વરસની યુવતી છું, મારા વાળ વેવી અને હેવી હતા. પરંતુ હવે ગુંચળિયા અને વાંકોડિયા થતા જાય છે. નીચેની તરફથી રૂક્ષ થઈ ગયા છે. વાળને સીધા અને સિલ્કી બનાવવાનો ઉપાય જણાવશો. - એક યુવતી (સુરત)
- તમે વાળમાં વિવિધ સૌંદર્ય પ્રસાધનો લગાડતા હો તેવું જણાય છે. અથવા તો હેર સ્ટાઈલ માટે કોઈ કેમિકલ પ્રક્રિયા કરાવી હોય તો વાળ આવા થઈ જાય. નિયમિત ઑઈલ મસાજ, શેમ્પૂ અને કંડિશનર કરો જેથી પહેલાં જેવા વાળ થઈ જશે.
હું ૧૮ વરસની યુવતી છું, મારું નાક, ચિન અને કપાળ ઑઈલી છે અને ગાલ રૂક્ષ છે. ચહેરા પરની તૈલીયના અને રૂક્ષતા દૂર કરવાના ઉપાય જણાવશો. - એક યુવતી (જામનગર)
- તમારી સમસ્યા પરથી જણાય છે કે તમારી કૉમ્બિનેશન ત્વચા છે. એટલે કે ટીઝૉન એરિયા તૈલીય હોય અને બાકીનો ભાગ રૂક્ષ હોય. આ પ્રકારની ત્વચાને વારંવાર રગડી સાફ ન કરવી, તેનાથી ત્વચાનું મોઈશ્ચર જતું રહે છે અને બીજી બાજુ ઑઈલી ગ્લેન્ડ્સ વધુ સક્રિય થતાં ત્વચા તૈલીય થાય છે. આ પ્રકારની ત્વચા પર મિક્સ એન્ડ મૅચ કરીને સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો. એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરવો.
ટી ઝૉન એરિયા પર હળવુ ડીપ પોર ક્લિન્જર લગાડવું. આ ઉપરાંત તેને ચમકહીન રાખવા ટૉનર અને રૂક્ષ ભાગ પર મોઈશ્ચરાઈઝર લગાવડું. ટી-ઝૉન એરિયા પર હળવા હાથે સ્ક્રબિંગ કરવું. - જયવિકા આશર




