Sahiyar

પરફેક્ટ પેરન્ટિંગ પર આલિયા ભટ્ટના વિચાર

By GS Team
10 Aug 20262 mins read
પરફેક્ટ પેરન્ટિંગ પર આલિયા ભટ્ટના વિચાર

આલિયા ભટ્ટ એક ઉમદા અભિનેત્રીની સાથેસાથે પુત્રી રાહાના ઉછેરમાં પણ વ્યસ્ત છે. આલિયાએ એક ઇન્ટરવ્યુમાં પરફેક્ટ પેરન્ટિંગ કોન્સપેટ પર વાતચીત કરી હતી. તેના મતાનુસાર પરફેક્ટ પેરન્ટ જેવી કોઇ ચીજ નથી. બાળકોને પરફેક્ટ પેરન્ટિંગ સાથે કોઇ લેવાદેવા નથી તેવું આલિયાએ વાતચીત દરમિયાન સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આલિયાએ કહ્યું હતું કે, મારું માનવું છે કે, પરફેક્ટ પેરન્ટ જેવી કોઇ ચીજ નથી. મને તો એવું પણ લાગે છે કે દરેક માતા-પિતાએ આ વાત સમજવી જરૂરી છે.
આલિયાના મતાનુસાર પરફેક્ટ પેરન્ટ જેવી કોઇ ચીજ નથી. તેના વિચારો અનુસાર બાળકોને પ્રેમ, સમય અને ભાવનાત્મક સહકાર આપવાને મહત્વ આપે છે. તેણે કહ્યું હતુંકે, હું જાણું છું અને સમજું પણ છુ ંકેપરફેક્ટ પેરન્ટ જેવી કોઇ ચીજ નથી. હું મારી જાતને પણ આ વાત સમજાવવાનાપ્રયાસ કરું છુ.
બાળકોે પરફેકશનના નહીં પ્રેમના ભૂખ્યા હોય છે. તેમ આલિયાનું દ્રઢપણે માનવું છે.બાળકો માતા-પિતાને પરફેક્ટ પેરન્ટ નહીં પરંતુ તેમની દરેક મુસીબત અન ેકમજોર ઘડીમાં સહાયરૂપ રહે તેવું ઇચ્છતા હોય છે.
માતા-પિતાનું ધ્યાન સંતાનો પર ન રહેતાં તેઓ એકલતા અનુભવવા લાગે છે. પરિણામે બાળકો પોતાની લાગણી અને મુસીબતો માતા-પિતા સાથે શેર કરવાનું ઓછું કરી દેતા હોય છે. તેથી પેરન્ટસે પરફેક્ટ બનવાની ચિંતા છોડીને બાળકોની ભાવના સમજવી જોઇએ, તેમની સાથે સમય પસાર કરવો જોઇએ તેમજ તેમને ભરોસો આપવો જોઇએ કે તેઓ દરેક પળ તેમની સાથે છે, તેવું આલિયાના વિચારોથી સ્પષ્ટ થાય છે.
બાળકોને સમય આપનાર, તેની તકલીફમાં તેનો સાથ દેનાર તેમની ભાવના સમજનાર પેરન્ટ બાળકોનો આધાર હોય છે અને માતા-પિતાના પ્રેમને સમજે છે.
બાળકો માટે પરફેક્ટ પેરન્ટ કોને કહેવાય તે મહત્વનું નથી, પરંતુ તેમની દરેક જરૂરિયાતમાં માતા-પિતા તેમની સાથે હોય તે મહત્વનું હોય છે. બાળકો પરફેર્કશનમાં વધુ સમજવાને દલે પેરન્ટસનો પ્રેમ, પોતાપણાની લાગણી અને હંમેશાના સાથ-સહકાર ઇચ્છતા હોય છે.

  • જયવિકા આશર