10,000 કૂતરાઓ રોજ માણસને કરડે છે

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- જો કૂતરાઓ જુદા જુદા લોકોના સંપર્કમાં ના આવ્યા હોય તો તનાવને કારણે આક્રમણ કરશે. પાલતું કૂતરાઓ આવું વર્તન ખાસ દાખવે છે
એ ક જૂની કહેવત યાદ છે ને ? ભસતાં કૂતરા ભાગ્યે જ કરડે અને ગર્જતા વાદળો ભાગ્યે જ વરસે. આજકાલ સમગ્ર દેશમાં સ્ટ્રીટ ડોગ એટલે કે શેરીના ડોગને ઠેકાણે પાડવાની વાત ચાલી રહી છે. હવે જાહેર રસ્તા પર ડોગને ખવડાવો તો ૩૮૦ રૂપિયાનો દંડ કરવામાં
આવે છે.
વળી રેબિડ ડોગ એટલે કે હડકાયા કૂતરાને તાત્કાલિક મારી નાંખવાનો હુકમ થયો છે. એ તો વ્યાજબી છે કારણ કે તે અનેક લોકોના જાન લઈ શકે છે. દેશમાં રોજ ૧૦,૦૦૦ ડોગ-બાઇટ થાય છે પરંતુ એ જરૂરી નથી કે એ બધા હડકાયેલાં છે. આપણે કૂતરાને સજા કરવા તૈયાર છીએ પરંતુ એ શા માટે કરડે છે એ તો જાણો.
(૧) માંદો હોય કે ઘાયલ હોય એવા કૂતરાને સ્પર્શ કરો તો કરડી શકે છે.
(૨) કૂતરાને કાનમાં ચેપ હોય, હાડકાનો દુખાવો હોય કે ચેતાતંત્રનો પ્રશ્ન હોય તો તે આક્રમક બની શકે છે.
(૩) કૂતરો પોતાના રમકડાં, આહાર, પથારી, ગલુડિઆ વગેરેનું રક્ષણ કરે છે. તમે તે લેવા પ્રયત્ન કરશો તો તે ઘૂરકી શકે છે. આને 'સ્ત્રોતનું રક્ષણ' કહેવાય છે.
(૪) કૂતરાને તમે ગભરાવશો અથવા ખૂણામાં દોરી જઈ મારવા પ્રયત્ન કરશો તો સ્વાભાવિક રીતે પોતાના રક્ષણ કાજે દાંતિયા કાઢી તમારો પ્રતિકાર કરશે.
(૫) કૂતરાને અચાનક ગતિ, મોટા અવાજ અને અજાણ્યા લોકોથી બીક લાગે છે એટલે તે આ બાબતે આક્રમક પ્રતિભાવ આપશે.
(૬) જો કૂતરાઓ જુદા જુદા લોકોના સંપર્કમાં ના આવ્યા હોય તો તનાવને કારણે આક્રમણ કરશે. પાલતું કૂતરાઓ આવું વર્તન ખાસ દાખવે છે.
(૭) જમતા, પાણી પીતા કે સુતેલા કૂતરાને મારવાથી, ચીડવવાથી કે કાન ખેંચવાથી તે કરડી શકે છે. બાળકો આવા વર્તનનો ખાસ ભાગ બને છે કારણ કે તેમને આ પ્રકારનો પ્રતિક્રિયાનો ખ્યાલ હોતો નથી.
(૮) પ્રાણીઓમાં દોડતા વાહનો, માણસો તરફ કુદરતી શિકારની મેન્ટાલિટી હોય છે જે અજાણ્યે જાગૃત થાય છે. જંગલી વરૂમાંથી જ કૂતરાઓ ડોમેસ્ટિક લાઇફમાં આવ્યા છે પરંતુ શિકારની સેન્સ ચાલુ રહે છે.
(૯) કેટલાંક પાલતું ડોગને ગાર્ડ ડોગ તરીકે તાલીમ આપવામાં આવી હોય છે. એટલે એમના વિસ્તારમાં પ્રવેશવાથી એ પોતાની તાલીમનો પર્ચો બતાવે છે.
(૧૦) કેટલાંક પાલતું કૂતરાઓ ખરાબ ટેમ્પ્રામેન્ટવાળા વંશજોમાંથી જન્મ્યા હોય છે એટલે સ્પર્શ કરવા જતાં કે આંખો મિલાવતાં જ હુમલો કરી દે છે.
કોઈપણ પાલતું ડોગ રસ્તા પર વાંક લેતો હોય તો તેને સ્પર્શતા પહેલાં એના માલિકને ડોગનું નામ અને ટેમ્પરામેન્ટ પૂછો. ફ્રેન્ડલી હોય તો જ નીચે બેસી, નામ બોલી હળવેથી દાઢી નીચે હાથ ફેરવો. માથા પર હાથ મુકવા જશો તો એને ગેરસમજ થશે!
તમે ગતિમાં હો અને કૂતરૃં દોડે તો ઊભા રહો, વાહન ઊભું રાખો. મેટ્રો સિટીમાં કૂતરા પ્રત્યે થોડો અણગમો હોય છે. શહેરની શેરીઓમાં કૂતરાને બધાં જ સાચવે છે અને ત્રીજો વિભાગ નાના ગામો કે ગામડાંનો છે જ્યાં કૂતરા સાથે બાળક રમે છે અને કૂતરા કુટુંબના સભ્ય તરીકે સવારે ખેતરે જઈ સાંજે પાછો ખેડૂત સાથે ઘરે આવે છે. ખેતરમાં પ્રવેશતા પક્ષીઓ સામે ભસીને તેમને ભગાડે છે.




