રાજકોટ: બેડીપરામાં મોડી રાત્રે જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાતાં એક વ્યક્તિનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

House Collapse In Rajkot: રાજકોટના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીના રામજી મંદિર ચોક ખાતે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સતત પડી રહેલા વરસાદ વચ્ચે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં કટમાળ નીચે દબાવાથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે.
મકાનમાં 40 વર્ષથી રહેતા 48 વર્ષીય અજય બેલદારનું મોત
મળતી માહિતી અનુસા, રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જે દરમિયાન મોડી રાત્રે શ્રમજીવી સોસાયટી સ્થિત જર્જરિત મકાન અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયી થતાં જ તેમાં છેલ્લા ૪૦ વર્ષથી રહેતા ૪૮ વર્ષીય અજય બેલદાર કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગે ત્વરિત રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે અજય બેલદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા જેસીબી મશીન મંગાવીને પડેલા મકાનનો કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત પહેલાં જ તંત્ર દ્વારા આ જર્જરિત મકાનમાં રહેતા લોકોને સલામતીના ભાગરૂપે મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.









