Rajkot

વાણી વિલાસ કરનાર કોન્સ્ટેબલ સામે પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં ભક્તિનગર પોલીસકર્મી ભગીરથસિંહ ઝાલા સામે કાર્યવાહીનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. સ્મિત સખીયાને દારૂના નશામાં 35 ફોન કરી, નોકરી છોડી ખૂન કરવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં, સ્મિતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તમામ પુરાવા ધ્યાને લઈ, ઝાલા વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાણી વિલાસ કરનાર કોન્સ્ટેબલ સામે પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ

રાજકોટ: દારૂના નશામાં રાત્રે અવારનવાર એક જણાને કોલ કરી ખૂન કરી નાખવા સહિતની બાબતોએ વાણી વિલાસ કરવા અંગે ભક્તિનગર પોલીસ મથકની પીસીઆરના કર્મચારી ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલા સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
મવડી રોડ પરના ન્યુ માયાણીનગરમાં રહેતા અરજદાર સ્મિત કિશોર સખીયાએ તેના મોબાઇલ ફોન પર ગઇ તા.૨૪ જૂને મોડી રાત્રે કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ દારૂના નશામાં પાંત્રીસેક કોલ કરી તું ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તું મને ઓળખતો નથી, નોકરી મૂકી દઉ અને ૩૦૨ કરી નાંખુ, રેકોર્ડિંગ થતું હોય તો કરીને વાયરલ કરી દેજે, મને કોઇ ફરક પડતો નથી, હું સીસ્ટમ નીચે નથી, સીસ્ટમ મારી પાસે છે વગેરે જેવો વાણી વિલાસ કર્યાનો આક્ષેપ કરી ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી હતી.
જેમાં શહેર પોલીસ કમિશનર, ભક્તિનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વગેરેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. આ અંગે ગઇ તા.૧૦ જૂલાઇના રોજ રેકોર્ડિંગ સહિતના પુરાવા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં કર્યાનો અરજદાર સ્મિત સખીયાએ આક્ષેપ કર્યો હતો.
આ પીટીશનની સૂનવણી થતાં તમામ પક્ષોની રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે અરજદારે પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆત અન્વયે કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.