Rajkot

બોલેરો પીકઅપના ટાયર ચોરતી બેલડી ઝડપાઇ, 17 ચોરી કબૂલી

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
રાજકોટ આજી ડેમ પોલીસે બોલેરો પીકઅપમાંથી ટાયર ચોરતા લાલજી મેઘાણી અને રાહુલ ચીરોડીયાને 6.91 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. આરોપીઓએ ખંભાળીયા, પડધરી, વાંકાનેર બાઉન્ડ્રી, શાપર, બેડીપરા, માધાપર ચોકડી, માંડાડુંગર, નવાગામ, હુડકો ચોકડી, મોરબી રોડ જકાતનાકા, કુવાડવા ચોકડી, સાત હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં 16 ટાયર ચોરીની કબૂલાત કરી છે. તેઓ ચોરી કરેલા ટાયર સસ્તા ભાવે વેચી દેતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલેરો પીકઅપના ટાયર ચોરતી બેલડી ઝડપાઇ, 17 ચોરી કબૂલી

રાજકોટ : રાજકોટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં મુખ્યત્વે બોલેરો પીકઅપમાંથી ટાયરની ચોરી કરનાર લાલજી કરશન મેઘાણી (ઉ.વ.૨૯) અને રાહુલ બાધાભાઇ ચીરોડીયા (ઉ.વ.૨૬) (રહે. બંને મંછાનગર, જુના માર્કેટિંગ યાર્ડ પાસે)ને આજી ડેમ પોલીસે ઝડપી લીધા હતા.
એક તરફ ટાયર ચોરી અંગે મોટાભાગના પોલીસ મથકનો સ્ટાફ ફરિયાદ જ લેતો નથી ત્યારે પીઆઇ એચ.એન. પટેલે ત્રણ ગુના દાખલ કરી તપાસ શરૂ કરતાં બંને આરોપીઓ મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી ૧૬ વ્હીલ પ્લેટ સાથેના ટાયર, કાર, જેક વગેરે મળી કુલ રૂા.૬.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં બંને આરોપીઓએ ખંભાળીયા, પડધરી, વાંકાનેર બાઉન્ડ્રી, શાપર, રાજકોટના બેડીપરા, માધાપર ચોકડી, માંડાડુંગર, નવાગામ, હુડકો ચોકડી, મોરબી રોડ જકાતનાકા, કુવાડવા ચોકડી, સાત હનુમાન મંદિર સહિતના વિસ્તારોમાં પાર્ક બોલેરો પીકઅપમાંથી ટાયર ચોરીની કબૂલાત આપી છે. ચોરી કરેલા ટાયર પાણીના ભાવે વેંચી દેતા હતા.
મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદો થઇ ન હોવાથી આરોપીઓ બિન્ધાસ્ત બની ચોરીઓ કરતા હતા. મોટાભાગે કારમાં જેક સહિતના સાધનો લઇ ચોરી કરવા જતા હતા.