Rajkot

દ્વારકાનાં જગત મંદિરે ધક્કા-મુક્કી, બાળકો તથા વૃધ્ધો ભીડમાં ફસાયાં

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
દ્વારકામાં શ્રાવણી પૂનમ નિમિત્તે રક્ષાબંધનના પવિત્ર દિવસે હજારો ભાવિકો ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઈ હતી. સ્વર્ગ દ્વાર પાસે દર્શનાર્થે મોટી ભીડ જામી હતી, જ્યાં અપૂરતી વ્યવસ્થાને કારણે ધક્કા-મુક્કી થઈ હતી. પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો, જેનાથી બાળકો અને વૃદ્ધો ભીડમાં ફસાયા હતા. ભાવિકોએ ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન કર્યા અને રાખડી અર્પણ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

દ્વારકાનાં જગત મંદિરે ધક્કા-મુક્કી, બાળકો તથા વૃધ્ધો ભીડમાં ફસાયાં

દ્વારકા : યાત્રાધામ દ્વારકા ખાતે આજે શ્રાવણી પૂનમ રક્ષાબંધનના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા અધુરી વ્યવસ્થાને કારણે ભારે ધક્કા-મૂક્કી સર્જાઈ હતી, જેમાં ખાસ કરીને બાળકો અને વૃધ્ધો ભીડમાં ફસાઈ ગયાં હતાં. આ જ સમયે પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો.
દ્વારકા ખાતે આજે રક્ષાબંધનના દિવસે દર્શનાર્થે હજારો ભાવિકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી હતી. અસુવિધાના કારણે ધક્કા-મૂક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ જ સમયે પોલીસ બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રેલિંગ સહિતની વ્યવસ્થા ન કરાતા બાળકા, વૃધ્ધો ભીડમાં ફસાયા હતા તથા તેઓની હાલત દયનીય બની હતી.
શ્રાવણ માસની પૂનમ નિમિત્તે દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો ગોમતી સ્નાન માટે તેમજ ઠાકોરજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી જગત મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા. શ્રીજીને અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. પૂજારી પરિવાર દ્વારા વૈદિક્ત મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીને રાખડી અર્પણ કરવામાં આવી હતી.