નેપાળનાં પૂરોએ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર બાંધવા માંડેલ બંધે આશંકા ઉભી કરી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અબજો ક્યુ.મી. પાણી ધરાવતો બંધ તૂટે તો શું નહીં થાય ?
- આ વિશ્વના સૌથી પ્રચંડ બંધ નીચેથી ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ પસાર થાય છે તે ફોલ્ટ લાઈન ઉપર જ આ પ્રચંડ બંધ બંધાઈ રહ્યો છે
નવી દિલ્હી : નેપાળમાં આવેલાં પ્રચંડ પૂરોએ ચીન દ્વારા તિબેટમાં બાંધવામાં આવી રહેલા ચારલુંગ ત્સાંગયો (બ્રહ્મપુત્ર) નદી ઉપરના પ્રચંડ બંધે અનેક આશંકાઓ ઊભી કરી છે. નેપાળમાં આવેલાં પૂરો અંગે પહેલાં એવું અનુમાન બાંધવામાં આવ્યું હતું કે તિબેટમાં થયેલા ૪.૪ અંકના ધરતીકંપને લીધે થયેલો હિમપ્રપાત તે માટે કારણભૂત હશે. પરંતુ પછીથી અર્થક્વેક થીયરી પડતી મુકવામાં આવી અને માત્ર હિમપ્રપાત થીયરી જ સ્વીકાર્ય બની હતી.
મૂળ વાત તે છે કે પૃથ્વીનાં ભૂતાળમાં રહેલી ટેક્ટોનિક પ્લેટથી અથડાવાથી ભૂકંપ થાય છે. ચીન વિશ્વનો સૌથી પ્રચંડ બંધ બાંધી રહ્યું હોવાનો દાવો કરે છે. જેમાં તથ્ય પણ છે. પરંતુ આ બંધ ઇન્ડિયન અને યુરેશિયન પ્લેટોની (ટાઈટેનિક પ્લેટોની) ફોલ્ટ લાઈન ઉપરથી પસાર થાય છે. આ પ્લેટો જો પરસ્પર સાથે અથડાય તો ભૂકંપ થાય જ. જો આ ભૂકંપ થાય તો ગમે તેવો મજબૂત બંધ હોય તો પણ તેમાં તિરાડો તો પડે જ. અને પછી બંધ પાછળ સંગ્રહાયેલાં અબજોનાં અબજો ક્યુસિક મીટર પાણીનાં દબાણથી બંધ તૂટતાં શી તબાહી થાય તેની તો કલ્પના પણ થઇ શકે તેમ નથી. આ પ્રચંડ જળ પ્રવાહ આસામમાં ફેલાવા સાથે આસપાસની ભૂમિ પણ જળબંબાકાર થઇ જાય. આ ત્સાંગસો નદી અરૂણાચલ પ્રદેશમાંથી પસાર થઇ આસામમાં આવે ત્યારે તેને બ્રહ્મપુત્રા તેવું નામ અપાય છે. તેમાં બીજી પણ નદીઓ ભળે છે. ત્યાં તે પશ્ચિમ તરફ આગળ ચાલી મેઘાલય પછીથી વળાંક વળી દક્ષિણે પં.બાંગ્લાદેશમાં ઉતરે છે. જ્યાં ગોપાનંદક (ગોઆલંદો) પાસે તેની સાથે યમુનાથી સમૃદ્ધ બનેલી ગંગા મળે છે.
જરા કલ્પના તો કરો કે એક તરફ ધસમસતાં પૂર સાથે બ્રહ્મપુત્રા ધસી રહી હોય સામેથી ગંગા ભટકાય શી સ્થિતિ થાય. લાખો એકર જમીનો જળમગ્ન અને ઊભો પાક ધોવાઈ જાય. લીલો દુષ્કાળ પડી જાય.
ભૂસ્તર શાસ્ત્રીઓએ ચીનના સત્તાવાળાઓને ચેતવ્યા પણ હતા. છતાં ચીનના માંધાતા શી જિનપિંગ તે પર લક્ષ્ય આપતા નથી.




