નેપાળમાં પૂરનું કારણ ભૂકંપ નહીં હિમનદી પ્રપાત હતું : USGS
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પહેલા USGS દ્વારા ભૂકંપ થયો હોવાનું કહેવામાં આવ્યું પછીથી સ્પષ્ટતા કરાઇ કે કોઇ ભૂકંપ થયો ન હતો
નવી દિલ્હી : અત્યારે તો નેપાળમાં સૌથી મોટી પ્રાથમિકતા તે છે કે અચાનક આવેલા પૂરને લીધે ફસાયેલા લોકોને વહેલામાં વહેલી તકે બચાવી લેવાય. આ સાથે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે પૂર આવ્યા કયા કારણે ?
સૌથી પહેલા તો યુનાઇટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપના લીધે તિબેટમાં આવેલા પૂરને લીધે હિમ-સ્ખલન થતા આ પૂર આવ્યા હશે. પરંતુ પછીથી તે એજન્સીએ જ જણાવ્યું કે ભૂકંપ નહીં માત્ર સ્ખલનને લીધે જ આ પૂર આવ્યા હતા.
બુધવારે મોડી રાત્રે યુએસજીએસ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. અમેરિકી તેમજ ભારતીય સેટેલાઇટસ દ્વારા મોકલાવેલી તસ્વીરો ઉપરથી જાણવા મળે છે કે તિબેટ નેપાળ સીમા ઉપર હિમસ્ખલનની સાથે શિલાઓ પણ નીચે આવી તેણે પહેલા નદીઓનો જલ પ્રવાહ બંધ કરી દીધો. બાહૂન નદી અને કોશી નદીઓના પ્રવાહો બંધ થઇ ગયા. ઉપરથી વરસાદ વરસતો હતો. તેવામાં તે નદીઓ ઉપરના બંધો તૂટી ગયા. ઉપરની હિમ નદીઓ (ગ્લેશિયર્સ) યોગ્યતા તેવી જબરજસ્ત પ્રવાહે બંધો તોડી નાખતાં પૂર હાથ બહાર ગયા. માઇલો સુધીનો વિસ્તાર જળબંબાકાર થઇ ગયો. અને ૩૦૦થી વધુ યાત્રીઓ તથા પર્યટકો તેમાં તણાઇ ગયા. તે લાપતા થનારા વિદેશી નાગરિકો પૈકી સૌથી વધુ ૩૦ ટકા વધુ ભારતના હતા. તેમ નેપાળના વિદેશ મંત્રાલયે જ જણાવ્યું હતું.




