World

આ અવિરત યુધ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મોજતબા માર્યો ગયો નથી અત્યંત ઘાયલ થયો છે

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના ઠેકાણા અંગે રહસ્ય ઘેરું બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર ગ્લેન બ્લેકને જણાવ્યું કે, મોજતબા મૃત્યુ પામ્યા નથી, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ડાબો હાથ, પગ અને શરીરનો ડાબો ભાગ ઈજાગ્ર્રસ્ત છે. 56 વર્ષીય મોજતબા, પિતાના નિધન બાદ સર્વોચ્ચ નેતા બન્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

આ અવિરત યુધ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મોજતબા માર્યો ગયો નથી અત્યંત ઘાયલ થયો છે
  • ઇરાન યુધ્ધનો અંત દેખાતો નથી
  • યુએસ કોમેન્ટેટર ગ્લેન બ્લેકને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું 'મારૃં માનવું છે કે મોજતબા માર્યો ગયો નથી ગંભીર રીતે ઘાયલ થયો છે'

વોશિંગ્ટન : એક તરફ ઇરાન યુધ્ધ અવિરત રહ્યું છે. બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની ક્યાં છે તેની કોઇને માહિતી જ નથી. તેવે સમયે અમેરિકાના ખ્યાતનામ પત્રકાર અને વિશ્લેષણકાર ગ્લેન બ્લેકને બુધવારે (સ્થાનિક સમય પ્રમાણે) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તે મૃત્યુ પામ્યો છે તેમ હું માનતો નથી. વાસ્તવમાં તે ઘણો જ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેનો ડાબો હાથ, પગ અને શરીરનો લગભગ સમગ્ર ડાબો ભાગ ઘણા જ ઇજાગ્રસ્ત છે. છતાં તે મૃત્યુ પામ્યા છે તેમ માનવા હું તૈયાર નથી.
તે સર્વવિદિત છે કે મોજતબા ખામેની તેના પિતાના નિધન પછી ઇરાનના સર્વોચ્ચ નેતા તરીકે સર્વમાન્ય સ્વીકૃત બન્યો છે. આ ૫૬ વર્ષના નેતાના પિતાનું તો ફેબુ્રઆરીમાં ઇઝરાયલે કરેલા પહેલા જ હુમલામાં મૃત્યુ થયું હતું તે પછી ૫૬ વર્ષનો મોજતબા ખામેની ઇરાનનો સર્વોચ્ચ નેતા બની રહ્યો.
ટ્રમ્પે પહેલા તેમ પણ કહ્યું હતું કે, મોજતબા ખામેનેઇ માર્યો ગયો છે. આ પછી એ ૫૬ વર્ષના નેતાને ઇરાનના પ્રમુખ પેઝેરિકયાન મળવા પણ ગયા હતા. પછી તેઓએ કહ્યું કે, કોઇ મહત્વની ચર્ચા થઈ ન હતી. આથી એવી હવા વહેતી થઇ રહી છે કે મોજતબા માર્યો ગયો છે. પરંતુ પછીથી અમેરિકાને વિશ્વસનીય સૂત્રો દ્વારા જે જાણવા મળ્યું તે ઉપરથી ટ્રમ્પે સંવાદદાતાને કહ્યું હતું કે મોજતબા માર્યો ગયો નથી. તેનો ડાબો હાથ, ડાબો પગ અને સમગ્ર ડાબુ અંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.