Rajkot

પેપર લીક સામે રાજકોટમાં રોષભેર ચક્કાજામ, જામનગરમાં ઉગ્ર રજૂઆત

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMS પરીક્ષાનું પેપર લીક થતા NSUIએ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટમાં કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસે અટકાયત કરી. જામનગરમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરાઈ. વોટ્સએપ પર વાયરલ થયેલા 12 મુદ્દામાંથી 11 પ્રશ્નપત્રમાં પૂછાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. NSUIએ કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેપર લીક સામે રાજકોટમાં રોષભેર ચક્કાજામ, જામનગરમાં ઉગ્ર રજૂઆત

રાજકોટ: જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવસટીની બીએએમએસ તૃતીય પ્રોફેશનલની શલ્ય તંત્ર-૧ વિષયની પરીક્ષાનું પેપર લીક થયાના ગંભીર આક્ષેપો વચ્ચે પ્રદેશ એનએસયુઆઈ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં કાર્યકર્તાઓએ ચક્કાજામ કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે જામનગરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરાઈ હતી.
તાજેતરમાં નીટ પેપર ફૂટવા મામલે રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે કોકરોચ પાર્ટીએ મોરચો માંડીને કડક કાયદો બનાવવા મજબૂર કરી છે, ત્યારે જ ગુજરાત આયુર્વેદ યુનિવસટીની બીએએમએસ પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ વોટ્સએપ પર વાયરલ થયેલા ૧૨ મહત્વના મુદ્દાઓમાંથી ૧૧ મુદ્દા પ્રશ્નપત્રમાં હૂબહૂ પૂછાતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે.
આ મુદ્દે આજે એનએસયુઆઈએ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટમાં કોટેચા ચોક ખાતે રસ્તારોકો આંદોલન સાથે સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસે વિદ્યાર્થી આગેવાનોની અટકાયત કરી હતી. જ્યારે જામનગરમાં વિદ્યાર્થી આગેવાનો-કાર્યકરોએ ઉમટીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમનો આક્ષેપ છે કે પેપર તૈયાર કરનાર પ્રોફેસર ખુદ શંકાના દાયરામાં છે અને અગાઉથી જાણ કરવા છતાં યુનિવર્સિટી તંત્રની નિષ્ક્રિયતા ગંભીર બેદરકારી દર્શાવે છે. અગાઉ અનેક પરીક્ષાઓના પેપર લીક થયા હોવા છતાં સરકાર માત્ર કાગળ પર કડક કાયદાની વાતો કરે છે પરંતુ નક્કર પગલાં લેતી નથી.
વધુમાં એનએસયુઆઈએ ચેતવણી આપી છે કે જો પેપર સેટર અને જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત ફોજદારી કાર્યવાહી નહીં થાય, તો વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.