Rajkot

હળવદ તાલુકામાં વીજલાઇનના વિવાદમાં 300 ખેડૂતો મામલતદાર કચેરીએ ઉમટયા

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
હળવદ તાલુકાના 13 ગામોના 300થી વધુ ખેડૂતો વીજલાઇનના પ્રશ્ને મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. 220 KV થી 400 KV સુધીની ટ્રાન્સમિશન લાઈનોના માર્ગ, જમીનની સ્થિતિ અને વળતર સહિતના મુદ્દે ખેડૂતોએ રજૂઆત કરી. મોરબી જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોની વિગતો એકત્રિત કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હળવદ તાલુકામાં વીજલાઇનના વિવાદમાં 300 ખેડૂતો મામલતદાર કચેરીએ ઉમટયા

હળવદ: હળવદ તાલુકામાં વિવિધ ટ્રાન્સમિશન વીજલાઇનોના માર્ગને લઈ ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ૧૩ ગામોના ૩૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપવામાં આવ્યા બાદ આજે મંગળવારે મામલતદાર કચેરી ખાતે તેમની રજૂઆતો સાંભળવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ ઉમટી પડતાં ભારે ગરમાવો આવ્યો હતો.
હળવદ તાલુકામાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી ૨૨૦ કેવીથી ૪૦૦ કેવી સુધીની ટ્રાન્સમિશન લાઇનોના માર્ગને લઈ ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને વીજલાઇનનો માર્ગ, જમીનની સ્થળ સ્થિતિ, અસરગ્રસ્ત જમીન તથા વળતર સહિતના મુદ્દાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ૧૩ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો અને જમીનમાલિકોની રજૂઆતો સાંભળવા માટે મામલતદાર કચેરી ખાતે ત્રણ તબક્કામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠક દરમિયાન ખેડૂતો પાસેથી જમીન સંબંધિત વિગતો તથા વીજલાઇનના માર્ગ અંગેની રજૂઆતો લેવામાં આવી હતી.
ભલગામડા સહિત વાંકાનેર-હળવદ સહિતના વિવિધ વીજલાઇન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન અને વીજલાઇનના માર્ગને લગતા પ્રશ્નો સાથે હળવદ તાલુકાના ૧૩ ગામના ૩૦૦ થી વધુ ખેડૂતો ઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા સ્થળની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય વળતર માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતો સાંભળી જમીન, લાઇનના માર્ગ અને વળતર અન્ય સંબંધિત મુદ્દાઓની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. હવે વીજલાઇનના માર્ગમાં ફેરફાર શક્ય છે કે કેમ, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય અને વળતર સહિતના મુદ્દે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર હવે ખેડૂતોની નજર મંડાઈ છે.