Prasangpat

દેખાવકારો પાછળ કોનો હાથ કહીં પે નિશાન, કહીં પે નિગાહ

By GS Team
24 Jul 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન પાછળ શાહીન બાગ જેવી જ યુક્તિ દેખાઈ રહી છે. આ પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓ કરતાં મોટી ઉંમરના લોકો વધુ છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી શાખ અને FCRA બિલમાં સુધારાનો વિરોધ આ આંદોલનનું મુખ્ય કારણ છે. વિદેશી ભંડોળ પર અંકુશ મેળવવા સરકારે FCRA સુધારા બિલ રજૂ કર્યું છે, જેનો કેટલાક દેશો અને NGO વિરોધ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેખાવકારો પાછળ કોનો હાથ  કહીં પે નિશાન, કહીં પે નિગાહ

શાહીન બાગની દિશામાં જઇ રહેલો વિરોધ
પ્રસંગપટ
પડદા પાછળ ભારતની વધતી શાખ અને એફસીઆરએમાં એમેન્ડમેન્ટ બીલનો વિરોધ જવાબદાર

દિલ્હીના વિદ્યાર્થી આંદોલનમાં વિદ્યાર્થીઓ ઓછા અને મોટી ઉંમરના લોકો વધુ દેખાય છે. પોલીસને ટાર્ગેટ બનાવતા વિદ્યાર્થીઓ બેફામ છે. પોલીસના હાથ બાંધેલા છે. ટીવી મિડીયાના પત્રકારો તોફાની લોકો વચ્ચે ફરી રહ્યા છે અને તેમના અણિયાણા સવાલો પૂછીને મૂંઝવી રહ્યા છે તે ઘટના પ્રશંસનીય છે. અનેક પત્રકારો ખાસ કરીને મહિલા પત્રકારોને ભગાડવામાં આવે છે.
આજના દેખાવો અને એકજ સ્થળે ચીટકી રહેવાની તેમજ એકજ માંગ પર અડગ રહેવાની આંદોલન કરનારાની વ્યૂહરચના શાહીન બાગની યાદ કરાવે છે. શાહીન બાગની ઘટનામાં મહિલાઓને અગ્રેસર રાખવામાં આવી હતી જ્યારે અહીં વિદ્યાર્થીઓને આગળ રાખવામાં આવ્યા છે.
અહીં સમસ્યા એ છે કે મોદી સરકારને ગૂંચવી શકે છે અને સરકાર વિરોધી જુવાળ ઉભી કરવાની જરૂર શા માટે ઉભી થઇ તે પણ સમજવાની જરૂર છે. વૈશ્વિક તખ્તા પર ભારતની વધતી શાખ અમેરિકા સહિતના અનેક દેશો માટે ખૂંચી રહ્યું છે. અમેરિકા જેને ટેકો આપી રહ્યું છે તે પાકિસ્તાન પર ભારતે હુમલો કરીને તેની આર્થિક કરોડરજ્જૂ તોડી નાખી છે.
જો બે-ત્રણ મુદ્દે ભારતથી અન્ય દેશો અકળાય છે તેમાં ભારતની વધતી શાખ અને એફસીઆરએમાં (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ) અમેેન્ડમેન્ટ બીલનો સમાવેશ થાય છે. ભારતની વઘતી શાખને સીધી રીતે ઘટાડી શકાય એમ નથી કેમકે ભારત વિશ્વનું ચોથાનંબરનું આર્થિક તંત્ર બની ગયું છે. એફસીઆરએ બીલ મારફતે ભારતમાં વિવિધ સહાય માટે ઠલવાતા નાણાનો ઉપયોગ ભારતમાંજ જન્મ લઇ ચૂકેલી ભારત વિરોધી લોકોને આર્થિત તાકાત પુરી પાડવા માટે કરાય છે. જન્મ લઇ ચૂકેલ ભારત વિરોધી લોકોને આર્થિક તાકાત પુરી પાડવા માટે કરાય છે.
ક્રિશ્ચન એસોસીયેશન અને કેરળની મિશનરીઓ તેમજ કેટલીક શિક્ષણ સંસ્થાઓ તેમજ અન્ય એનજીઓમાં એફસીઆરએ એેમેન્ડમેન્ટ બીલનો સખત વિરોધ થયો હતો. વિરોધ પક્ષ તેને સંસદમાં પાસ થવા દેત નહીં કેમકે સરકાર પાસે બેતૃતિયાંશ સભ્યોની સંખ્યા નહોતી. જોકે પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધબડકા પછી તૃણમૂલના સાંસદોએ ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યા બાદ અન્ય કેટલાક પક્ષના સાંસદો પણ ભાજપ તરફ વળતાં ભાજપ બે તૃતિયાંશ સભ્ય સંખ્યાની નજીક પહોંચી ગયું હતું. સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતીનો જોર આવશે ત્યારે તે અનેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી શકશે આ વાતથી વિપક્ષી નેતાઓ અકળાયેલા છે.
આ સંજોગોમાં એનડીએ સરકાર આસાનીથી એફસીઆરએ(અમેન્ડમેન્ટ) બીલ પાસ કરાવી શકે એમ હતું. જો એમ થાય તો દેશમાં વિવિધ આર્થિક સહાયનો હિસાબ સરકાર માંગી શકે અને અનેક એનજીઓની શંકાસ્પદ કાર્યવાહી પર બ્રેક મારી શકે.
વર્તમાન વિદ્યાર્થી આંદોલનનું મુખ્ય મહોરૃં સોનમ વાંગચૂક પણ વિદેશનું ભંડોળ મેળવે છે. તેમની બે એનજીઓ પર પ્રતિબંધ મુકાયેલો છે. તેમની બાકીની એનજીઓ પાસેથી સરકાર નવા અમેન્ડમેન્ટ અનુસાર વિદેશનો પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે તેનો હિસાબ માંગી શકત અને કોઇ પણ એનજીઓ કે ટ્રસ્ટને તાત્કાલીક બંધ કરાવી શકત. ટૂંકમાં સરકાર વિદેશી ભંડોળનો ટ્રેક પકડી શકત.
વિદેશથી ભંડોળ મોકલતી સંસ્થાઓમાં જ્યોર્જ સોરોસ જેવા નામો મોખરે છે. આ લોકો ભારતમાં અરાજકતા ઉભી કરવા કરોડો રૂપિયા ઠાલવે છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં ૩.૩ મિલિયન એનજીઓ છે અને તે પૈકી ૫૦ ટકા રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આ તમામ પર એફસીઆરએનું એમેન્ડમેન્ટનું બુલડોઝર વહેલું મોડું ફરી વળવાનું છે.
વિદેશના નાણાનો ઉપયોગ જ્યારે દેશમાં આંતર વિગ્રહ ઉભો કરવા તેમજ દેશમાં છુપાયેલા સ્લીપર સેલ્સને આર્થિક સહાય આપવા થતો હોય ત્યારે તે સોર્સને અટકાવવાની જરૂર ઉભી થઇ હતી.
વિદેશથી આવતા નાણાના જોરે તો નક્સલવાદ સાથે સંકળાયેલા નેતાઓ જલસા કરતાં હતા. ભારત સરકાર નક્સલવાદનો ખાત્મો કરી શકી તેની પાછળનું મુખ્ય કારણ નક્લવાદીઓને મળતી આર્થિક મદદને અટકાવી દેવાઇ હતી. જેના કારણે નક્સલવાદીઓ ગુંગળાઇ ગયા હતા. પૈસા વિના કેટલાક શરણે આવ્યા હતા તો કેટલાક પોલીસની ગોળીનો ભોગ બન્યા હતા. કોઇ પણ આંદોલન આર્થિક સહાય વિના ચાલતું નથી.
તોફાનો પાછળનું ગણિત ભાગ્યેજ કોઇને સમજાતું હોય છે. જેમાં કહીં પે નિશાના, કહીં પે નિગાહે જેવો ધાટ થતો હોય છે.