Prasangpat

સરકારી સ્કુલો સુધારવાનું અભિયાન જવાબદારી નક્કી કરવાની તાતી જરૂર

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીને રાજીનામું આપવાની ફરજ પડી, જ્યારે ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓએ સરકારને ઝુકાવી. માયાવતીએ ગ્રામીણ સરકારી શાળાઓમાં સુવિધાઓ સુધારવાની હાકલ કરી. આઝાદીના 80 વર્ષ પછી પણ, ગામડાની શાળાઓમાં શિક્ષકો અને પાયાની સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી સ્કુલો સુધારવાનું અભિયાન જવાબદારી નક્કી કરવાની તાતી જરૂર
  • પ્રસંગપટ
    સરકારના વહિવટમાં જ્યાં સૌથી વધુ લૂપ હોલ્સ છે એવા શિક્ષણ ક્ષેત્રને કોક્રોચ જનતા પાર્ટીએ કોલરથી પકડયું છે. ક્યાંક કૌભાંડ છે તો ક્યાંક ચોરી છે તો ક્યાંક બેદરકારી છે. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડીને વિદ્યાર્થીઓએ સંગઠનની તાકાત વિશ્વને બતાવી છે. જારખંડમાં કોક્રોેચ પાર્ટી ના હોવા છતાં વિદ્યાર્થીઓેએ સરકારને ઝૂકાવી છે. સ્કુલોના છોકરાઓ પણ જાણતા થઇ ગયા છે કે એક બનીને અવાજ ઉઠાવીશું તો સત્તાવાળાઓ ઝૂકીને સલામ કરશે.
    જેન ઝેડ પછી હવે જેેન આલ્ફા મેદાનમાં છે. આવા આંદોલનો જોઇને કોમનમેન પણ કહેતો થઇ ગયો છે કે આઝાદીને ૮૦ વર્ષ થયા હોવા છતાં ગામડાની સ્કુલો જર્જરીત છે, શિક્ષકો નથી, છાપરા વિનાની સ્કુલો છે, સ્કુલોમાં વોશરૂમ નથી જેવી અનેક ફરિયાદો છે. રાજકીય પક્ષોની પંચાયતો અનેક ગામડામાં છે પરંતુ ત્યાં શિક્ષણ ક્ષેત્રનું ધ્યાન નથી રખાયું.
    બિચારાં નાના બાળકો બોલી ના શકે, તેમના વાલીઓ આવક કેવી રીતે ઉભી કરવી તેમાં મસ્ત હોય ત્યારે સરકારને ભાવતું મળી જાય છે. દેશ આઝાદ થયો પછીના શિક્ષણ પ્રધાનો ડાબેરી વિચારવાળા હોઇ ભારતની મૂળ સંસ્કૃતિને સિલેબસમાંથી બહાર કાઢીને મોગલ સામ્રાજ્યની વાહ વાહી કરીને શિક્ષણ ક્ષેત્રને બદનામ કર્યું છે.જેવી વાતો હવે જુની લાગે છે. ગામડામાં શાળાઓ ઉભી કરવી, તેમાં શિક્ષકો નીમવા વગેરે જવાબદારી તો રાજ્ય સરકારોની છે.
    શહેરમાં શાળાઓમાં એર કન્ડીશન્ડ હોય છે જ્યારે ગામડાની શાળાઓમાં છાપરૂં નથી હોતું. છોકરાઓને ભણાવવા કોઇ વાલી તૈયાર નહોતા ત્યારની વાતો અને આજે દરેક શિક્ષણ ઝંખે છે ત્યારે તે સવલતો ભર્યું હોય તે જરૂરી છે. કોક્રોચ જનતા પાર્ટીના સભ્યો ગામડાની શાળાઓની માંદલી સ્થિતિ અંગેનો ગ્રાફ રજૂ કરી રહ્યા છે તે નવી વાત નથી. અનેક સ્વૈછીક સંસ્થાઓ સરકારનું ધ્યાન દોરવાનું કામ કરી રહી છે તે તો ઠીક છે પણ અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ ફરિયાદો કરવા પર ધ્યાન આપવાના બદલે જાતેજ શિક્ષણનો પ્રોજક્ટ શરૂ કરી રહી છે.
    કોક્રોચ જનતા પાર્ટી બોલે છે વધુ અને વિવાદ પણ વધુ કરે છે. એક સાથે પંદર વીસ ગાડીઓ ગમાના પાદરે ઉભી હોય અને કોઇ એન્ફોર્સમેન્ટની ટીમના દરોડા માટે આવ્યા હોય એવો માહોલ ઉભો થાય ત્યારે ગામડાના લોકો પ્રતિકાર કરે છે.
    સ્વૈછિક સંસ્થાઓ ગામડામાં રોજીંદા જીવનમાં અનેક સુધારા લાવી શકી છે. રાજ્ય સરકારોને આશ્રમશાળાઓનો પ્રોજેક્ટ બિરદાવવા જેવો છે. જ્યાં વિનામૂલ્યે બાળકોને રહેવા, જમવાની અને શિક્ષણની સવલતો અપાય છે. આદિવાસી વિસ્તારોની શાળાઓ અને હેલ્થ સેન્ટરોમાં સ્ટાફ જવા તૈયાર નથી હોતો ત્યાં સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાભાવી લોકો જાય છે. અનેક સ્કુલોમાં નોન રેસીડેન્ટ ઇન્ડિયનના દાન મળે છે.
    હેલ્થ વિઝિટર્સ દુર ગામડામાં જઇને વેક્સીનેશન જેવા મહત્વના પ્રોગ્રામ હાથમાં લે છે.એવું ચિત્ર રજૂ કરાઇ રહ્યું છે કે ગામડામાં શિક્ષણ સાવજ ખાડે ગયેલું છે પરંતુ બે ચાર ઘટનાઓને આગળ ધરીને સમગ્ર સિસ્ટમ ખરાબ છે એવું સર્ટિફિકેટ આપી શકાય નહીં.સમૃધ્ધ અને શિક્ષિત રાજ્યમાં શિક્ષણના દરેક સ્તરને મજબૂત બનાવાતું હોય છે. આઝાદી પછીના પાંચ દાયકાની સ્થિતિનેે આજની સ્થિતિ સાથે મૂલવી શકાય નહીં.શિક્ષણ ક્ષેત્રે સુધારા જરૂર છે તે સાથે સૌ સંમત થાય છે. તે માટે વધુ બજેટ ફાળવવું જોઇએ, તે માટે શિક્ષણ પ્રધાનનું નહી પણ તે વિસ્તારના વિધાન સભ્યનું રાજીનામું માંગવું જોઇએ જેવી વાત સાથે સૌ સંમત થાય છે.
    બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ પણ કહ્યું છે કે ગામડાની સરકારી સ્કુલોમાં પાયાની તમામ સુવિધાઓ આપવી જોઇએ. જેન આલ્ફાની સમસ્યાઓ નિવારતા લોકોને તેમણે ટેકો જાહેર કર્યો છે. માયાવતી પોતે મુખ્યપ્રધાન હતા ત્યારે સરકારી સ્કૂલ માટે સુધારણાના કેવા પગલાં ભર્યા તે પણ જાહેર કરવું જોઇએ.
    જ્યારથી મહિલાઓનું પ્રતિનિધિત્વ પંચાયતોમાં વધ્યું છે ત્યારથી ગામડાની શાળાઓ દૂધ મંડળીઓ, કૃષિ સિવાયની આવકો વગેરેમાં વધારો થયો છે. આંતરીયાળ ગામડામાં શિક્ષણની સવલતો માટે નજીકના ગામોમાં એસટી બસોના કનેક્શનો અપાય છે.
    અનેક ગામડાઓમાં બાલ મંદિરો અને પાંચમાં ધોરણ સુધીની વ્યવસ્થા ઉભી કરાઇ હોય છે. પરંતુ શિક્ષકોે નથી. સરકારી સ્કુલોમાં સવલતોનો અભાવ છે. સરકારે ભણતર છોડીને જતા રહેતા વિધ્યાર્થીઓ માટે તેમના વાલીઓના સંપર્ક કરવાનું અભિયાન ચલાવાયું હતું. જેના કારણે સ્કુલ ડ્રોપ આઉટની સખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.