Prasangpat

દિવંગત મનમોહન સિંહ પર કોલસાનો કાળો રંગ લાગ્યો નથી

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોલસા કૌભાંડ કેસમાં ક્લીન ચીટ આપી છે. 2015માં સ્પેશિયલ CBI કોર્ટે તેમને આરોપી તરીકે સમન્સ પાઠવ્યા હતા, પરંતુ હવે તેમની સામેની ફોજદારી કાર્યવાહી બંધ કરાઈ છે. 2005માં કોલસા મંત્રાલયનો હવાલો સંભાળતા સિંહને મૃત્યુના 2 વર્ષ પછી આ ચુકાદાથી કોંગ્રેસને રાહત મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવંગત મનમોહન સિંહ પર કોલસાનો કાળો રંગ લાગ્યો નથી
  • મૃત્યુનાં બે વર્ષે ક્લીન ચીટ મળતાં કોંગ્રસને હાશકારો
  • પ્રસંગપટ
  • તે સમયે ટેલિવિઝન ડિબેટ્સમાં નિષ્ણાતો ગરજી-ગરજીને મનમોહન સિંહની મૌની બાબા કહીને મશ્કરી કરતા હતા

ભૂતપૂર્વ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો ચોંટેલા હતા. કોલસા ફાળવણીમાં ચાલેલા ભ્રષ્ટાચારે મનમોહન સિંહને બદનામ કરી નાખ્યા હતા. કોલસા કૌભાંડને 'કોલગેટ' કહેવાયું હતું, તેમજ તેને બેફામ ભ્રષ્ટાચાર અને પોલિસી પેરાલિસિસ સાથે સરખાવાયું હતું. આ આરોપોએ અણ્ણા હજારેની આગેવાની હેઠળના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને બળ આપ્યું હતું અને સંસદને વારંવાર ઠપ કરી દીધી હતી. તે સમયે ટેલિવિઝન ડિબેટ્સ પર નિષ્ણાતો ગરજી-ગરજીને મનમોહન સિંહને 'મૌની બાબા' કહીને મશ્કરી કરતા હતા.
કોલસા કૌભાંડે યુપીએ સરકારની વિશ્વસનીયતા પર હથોડા ફટકાર્યા હતા. કોલસા કૌભાંડે ભાજપને કેન્દ્રમાં પ્રવેશવાનું એક વિશાળ બાકોરું કરી આપ્યું હતું. દરેક ચૂંટણી સભામાં મૌન મનમોહન સિંહનો ઉલ્લેખ કરાતો હતો. તેમને 'રબર સ્ટેમ્પ વડાપ્રધાન' તરીકેની ઉપમા આપવામાં આવી હતી. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની જંગી જીત પાછળનું એક કારણ કોલસા કૌભાંડ પણ હતું.
મનમોહન સિંહ રાજકીય વાવાઝોડાના કેન્દ્રમાં એક બદનામ મુખ્ય પાત્ર બની ગયા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એક એવી વ્યક્તિ હતા કે જેમનું જાહેર જીવન વ્યક્તિગત પ્રામાણિકતા અને બૌદ્ધિક વિશ્વસનીયતાના પાયા પર રચાયું હતું. તેમને ભ્રષ્ટાચારી તરીકે ચીતરવામાં આવ્યા હતા અને બદનામ કરાયા હતા. ૧૯૯૧માં આથક ઉદારમતવાદના હીરો ગણાતા મનમોહન સિંહ છેલ્લે સાવ એકલા-અટૂલા પડી ગયા હતા. ૨૦૧૧ અને ૨૦૧૪ વચ્ચેના સમયમાં તેઓ વિપક્ષોના, ખાસ કરીને ભાજપનું ટાર્ગેટ બન્યા હતા. મનમોહન સિંહની ટીકા કરીને સત્તા મેળવવાના પ્લાનમાં અણ્ણા હજારે અને તેમની કેજરીવાલ એન્ડ કંપનીએ સૌથી વધુ લાભ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસે મનમોહન સિંહની આથક નિપુણતાનું માર્કેટિંગ કરવામાં આળસ રાખી હતી. ગાંધી પરિવાર પડદા પાછળ રહીને વડાપ્રધાનની ભૂમિકામાં હોવાના આક્ષેપો થઈ ચૂક્યા છે. મનમોહન સિંહની પ્રશંસાથી કોંગીજનો દૂર એટલા માટે રહેતા હતા કે એમ કરવાથી ગાંધી પરિવારની નંબર વનની ઈમેજને ધક્કો પહોંચે એમ હતું. મનમોહન સિંહ એક બાહોશ અર્થશાી હતા, જેમણે ભારતને ૧૯૯૧માં બેલેન્સ-ઓફ-પેમેન્ટની કટોકટીમાંથી બહાર કાઢયું હતું. ભારતને આથક કટોકટીમાંથી બહાર કાઢનાર તરીકે મનમોહન સિંહને કોઈ યાદ નહોતું કરતું, પણ કોલસા કૌભાંડ માટે તેમને ખલનાયક તરીકે ચીતરવામાં રાજકીય પક્ષો ચડસાચડસી કરતા હતા. હકીકત તો એ હતી કે આથક ક્ષેત્રે તેમની પાસે જેટલી શૈક્ષણિક ડિગ્રીઓ હતી તેટલી કોઈ પણ રાજકીય પક્ષના નેતા પાસે નહોતી.
ગયા બુધવારે, તેમના અવસાનના લગભગ બે વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે આખરે કોલસા કૌભાંડના લાંબા પ્રકરણનો અંત લાવતો ચુકાદો આપ્યો હતો. જે મુદ્દાએ વડાપ્રધાન મનમોહન સિંહને ભ્રષ્ટ ચીતર્યા હતા તે મુદ્દાને કોર્ટે ઉડાવી દેતાં મનમોહન સિંહના સમર્થકોએ હાશકારો અનુભવ્યો છે. કોલસા બ્લોક ફાળવણી કેસમાં સીબીઆઈ ક્લોઝર રિપોર્ટ્સનો કોર્ટે સ્વીકાર કર્યો. તેણે ૨૦૧૫ના સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો. એક સમયે આ કોર્ટે સિંહને આરોપી તરીકે સમન્સ પાઠવ્યા હતા અને હવે તેમની સામેની ફોજદારી કાર્યવાહી ઔપચારિક રીતે બંધ કરી દેવાઈ છે. આ ચુકાદો ભૂતપૂર્વ વડાપ્રધાનને એ જ કેસમાં નિર્દોષ મુક્ત કરે છે જેણે રાજકારણમાં તેમના અંતિમ વર્ષોને બદનામીભર્યા બનાવ્યા હતા. કમનસીબી તો જુઓ, મનમોહન સિંહ પોતાને ક્લીનચિટ આપનાર ચુકાદાને જોવા માટે જીવિત રહ્યા નહીં.
૨૦૦૫માં જ્યારે કોલસાની ખાણની ફાળવણી થઈ ત્યારે મનમોહન સિંહ પાસે કોલસા મંત્રાલયનો હવાલો હતો. ત્યારે કોર્ટે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળના ગુનાઓ માટે કેસ ચલાવવા માટે મનમોહન સિંહ, ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા, ભૂતપૂર્વ કોલસા સચિવ પી.સી. પારખ અને અન્ય લોકોને સમન્સ પાઠવ્યા હતા.