Prasangpat

તિરૂપતિ મંદિરમાં દાનની રકમની ગણતરી કડક જાપ્તા હેઠળ થાય છે

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામમંદિરમાં દાનની રકમની ચોરીનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે, જેના પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષો સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાવાળાઓ દ્વારા SITની રચના કરી તપાસના આદેશ અપાયા છે. તિરુપતિ મંદિરની જેમ પારદર્શક સિસ્ટમ અપનાવવાથી આવા વિવાદો ટાળી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તિરૂપતિ મંદિરમાં દાનની રકમની ગણતરી કડક જાપ્તા હેઠળ થાય છે

રામમદિરમાં દાનની રકમની ચોરીનો વિવાદ ચાલુ છે
પ્રસંગપટ
દરેક મંદિરે દાનની રકમના વહીવટ માટે તિરૂપતિ મંદિરની સિસ્ટમ અનુસરવી જોઇએ

અયોધ્યાના રામમંદિરમાં દાનની રકમની ચોરીનો મુદ્દો વિવાદાસ્પદ બની રહ્યો છે. ભારતમાં સૈાથી વધુ ચર્ચા સ્પદ અને વિવાદાસ્પદ મુદ્દા રાજકારણ અને ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોય છે. પરંતુ રામમંદિરમાં ચોરીનો મુદ્દો અગમ્ય કારણોસર વિવાદમાં ખેંચવામાં આવી રહ્યો છે. સત્તાવાળાઓએ સીટની રચના કરીને તમામ પાસાની વિચારણા કરીને જવાબદારો સામે પગલાં લેવાની તૈયારી કરી છે. કેટલાક લોકો દાનની રકમની ચોરી કરનારને ફાંસીની સજા આપવાની વાત કરી રહ્યા છે તો ક્ટલાક લોકો દાનની રકમ ચોરનારાને કર્મનો સિધ્ધાંત બતાવી રહ્યા છે.
લોકોને ઓપિનીયન આપવાની મજા પડી ગઇ છે. રામ મંદિર એ ભાજપનું મંદિર નથી છતાં ભાજપને સાણસામાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આશ્ચર્યતો એ વાતનું છે કે જે લોકો મંદિરનો વિરોધ કરી રહ્યા છે તે લોકો દાનની રકમની ચોરીનો મુદ્દો બહુ ગજવી રહ્યા છે. રાજકારણની રીતે જોવા જઇએ તો વિરોધ પક્ષોના હાથમાં ઘણા દિવસોએ સરકાર વિરૂધ્ધ બોલવાનો ચાન્સ હાથમાં આવ્યો છે.
આમતો, સરકારની વિરૂધ્ધ બોલીને વિપક્ષો તેમની પ.બંગાળ અને તમિળાનાડુમાં મળેલી હારનો બદલો મળતો હોય તેવું વિચારી રહ્યા છે. એનડીએ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી શકાય એમ નથી માટે નવો મુદ્દો ચગળવામાં આવી રહ્યો છે.
કેટલાક પોતે ચાંદીની ઇંટો આપી હતી તેનો હિસાબ માંગે છે તો કેટલાક પોતે કેટલા રૂપિયાનું દાન આપ્યું હતું તે ગણાવી રહ્યા છે. દાનની રકમ ચોરી થાય તે બહુ ગંભીર બાબત છે પરંતુ તપાસનો અહેવાલ આવ્યા વિનાજ સોશ્યલ નેટવર્ક પર ન્યાય તોલવા બેસી જતા લોકોની સામે વાંધો હોય એમ દેખાઇ આવે છે. ભારતમાં અનેક મંદિરો છે. તેની દાનની આવક કરોડોમાં છે. બહુ પ્રસિધ્ધ તિરૂપતિ બાલાજીના મંદિરમાં ૨૦૨૫-૨૬માં દાન પેટે ૧૭૩૮ કરોડ ભેગા થયા હતા. આવું કરોડોનું દાન ગણવા અને તેને બેંક સુધી પહોંચાડવા ખાસ સિસ્ટમ તૈયાર કરાઇ છે. તેના કારણે દાનની રકમમાં ગપલાંની કોઇ શંકા રહેતી નથી.
ભારતના મંદિરોએ તિરૂપતિ મંદિરની દાનના રકમ ગણવાની સિસ્ટમ અપનાવવા જેવી છે. તિરૂપતિના મંદિરમાં રોજના ૪.૭૫ કરોડ રૂપિયા જેટલું દાન આવે છે. શ્રધ્ધાળુઓ મોટી હૂંડી-ડોનેશન બોક્સ કે બ્રાસના ઘડામાં દાનની રકમ નાખે છે. ભાગવાન વેંકટેશની હૂંડી લોકો છલકાવતા હોય છે.આ હૂંડીને દર્શન બંધ થતાંજ ઉપર કપડું બાંધીને મંદિરના ગર્ભદ્વાર પાસે મુકી દેવામાં આવે છે. હૂંડીમાં મોટા ભાગે પરચુરણ રોકડ તેમજ સોનું, ચાંદી અને ડાયમન્ડ પણ હોય છે. આવી રોજની ૧૨થી ૧૮ હંડી ભરાઇ જાય છે. એક હૂંડી ભરાય એટલે તેની જગ્યા પર બીજી મુકી દેવામાં આવે છે.
તિરૂપતિ બાલાજી મંદિરમાં હૂંડીના પાસા ગણવા નજીકમાંજ બે માળનું મકાન બનાવાયું છે. ૨૦૨૩માં તે શરૂ કરાયું છે. રોજની હૂંડી બીજી દિવસે સવારે સિક્યોરિટી હેઠળ લાવવામાં આવે છે અને સીસીટીવી કેમેરા, વિજીલન્સ સ્ટાફ તેમજ સિનિયર અધિકારીઓની હાજરીમાં હૂંડી ખોલાય છે. કાઉન્ટીંગ મશીનથી કેશની ગણત્રી કરાય છે. સોનું-હીરા વગેરેની અલગ યાદી બનાવાય છે. તમામ કાર્યવાહી સીસીટીવી હેઠળજ કરાય છે. દર્શાનાર્થીઓ પણ દાનની ગણાતી રકમ કાચની દિવાલોમાંથી જોઇ શકે છે.
હૂંડીની રકમ નોંધ્યા પછી તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંકમાં તે જમા કરવામાં આવે છે. વિશ્વભરમાંથી દર્શનાર્થીઓ આવતા હોઇ હૂંડીમાં આવતી વિદેશની કરન્સીને દર અઠવાડિયે બે વાર બેંકમાં જમા કરવામાં આવે છે. દેશના દરેક મંદિરોએ દાનની રકમના વહીવટ માટે તિરૂપતિ મંદિરની સિસ્ટમ અનુસરવી જોઇએ.