ગામડાંની આર્થિક ગતિવિધિને વેગવંતી બનાવતો શ્રાવણોત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નવી પેઢીને શિવભક્તિમાં રંગવા માટેના પ્રયાસ જરૂરી
- પ્રસંગપટ
- ભગવાન શિવના મહિમાના પ્રચાર-પ્રસાર માટે યુવા શિવભક્તોની ટીમ ઊભી કરવી જોઈએ
આજથી શ્રાવણોત્સવ. ભગવાન શિ૦વની વંદના કરવાનો આખો મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે. દરેક ગામમાં તેમજ વિકસિત નવા શહેરી વિસ્તારોમાં મહાદેવનાં મંદિરો જોવા મળે છે. ભગવાન શિવને ભોળાનાથ કહ્યા છે. આંદોલનમાં જોવા મળતા જેન-ઝી વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો મંદિરોમાં જોવા મળતા નથી. જેન-ઝી આંદોલનમાં ક્યાંય ભક્તિસંગીત કે ભગવાનની આરતી જોવા મળી નથી. આવા લોકોને ક્યાં તો ભગવાન શિવના માર્ગથી દૂર રાખવામાં આવ્યા છે અથવા તો પ્રાચીન કથાઓ એવી રીતે રજૂ કરાઈ છે કે નવી પેઢીને તે જાદુઈ વાર્તા સમાન લાગે છે.
શ્રાવણ માસમાં આવતા વિવિધ તહેવારોના કારણે આખો માસ શ્રાવણોત્સવ સમાન લાગે છે. બુધવારની હરિયાળી અમાસથી શરૂ થતા તહેવારો દેવદીવાળી સુધી ધામક વાતાવરણ ઊભું કરશે. ગુજરાતમાં કાવડ યાત્રાનો બહુ પ્રભાવ નથી, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા ગાજી રહી છે. કરોડો લોકો ગંગા નદીનું પવિત્ર જળ ઊંચકીને લાવે છે અને તેમના વિસ્તારોનાં મંદિરોમાં અભિષેક કરે છે. ઉત્તર પ્રદેશના દરેક ગામમાંથી કાવડના સંઘો નીકળે છે.
શ્રાવણ માસ દરમિયાન શહેરોનાં અનેક સ્થળો પર અમરનાથના દર્શનની વ્યવસ્થા કરાય છે. તેનું આયોજન વિસ્તારના યુવાનો પાસે હોય છે, જે દર્શાવે છે કે ધામક પરંપરાઓને યુવાનો જીવતી રાખી રહ્યા છે. યુવાનોને પરંપરાગત ધામક માન્યતાઓ તરફ વાળવા અમરનાથ દર્શન જેવા કાર્યક્રમો મહત્ત્વના બને છે, જેમાં તેઓ સ્વૈચ્છિક રીતે ઇન્વોલ્વ થાય છે. પ્રાચીન ધામક કથાઓ અને સંસ્કૃતિ પર ફિલ્મો પણ બની છે, પરંતુ યુવાનોને શિવભક્તિ તરફ વાળી શકાયા નથી.
ફિલ્મો ધર્મના પ્રચાર માટે નહીં, પણ પૈસા કમાવવા બનાવાય છે. તેના કારણે ફિલ્મોમાં ઘૂસાડાતા સંવાદો, બિનજરૂરી તેમજ જાદુઈ લાગે તેવાં દ્રશ્યો અને એકાદ ગ્રંથને ટાંકીને વિવાદો ઊભા કરવામાં આવે છે, જેના કારણે નવી પેઢી ધર્મ તરફ ખેંચવાના બદલે તેનાથી દૂર થઈ જાય છે.
શિવકથા ઠેર-ઠેર થાય છે. તેમાં ચૂંટણીની સભા જેવો માહોલ જોવા મળે છે. રાજકીય નેતાઓની ચૂંટણી સભાઓમાં જેમ લાખો લોકો આવે છે પરંતુ તેઓ મતદાર બનતા નથી, એવું જ શિવકથા કે રામકથામાં હોય છે. લાખો લોકો કથા સાંભળી ચૂક્યા છે, પરંતુ તેમના કશું પરિવર્તન આવતું નથી, નથી સમાજસુધારણા થતી.
કથાનો સાર લોકો પોતાના રોજિંદા જીવનમાં ઉતારતા નથી. ઘણા યુવાનો સામે ચાલીને ભગવાન શિવને સમજવા ઈચ્છે છે. તેઓ કથામાં અને રોજ શિવલિંગ પર અભિષેક માટે પણ જાય છે, પરંતુ કેટલીક ધામક ક્રિયા પરંપરાગત હોય છે અને મહદ્ અંશે તેઓ યંત્રવત્ તેનું અનુકરણ કરે છે.
શ્રાવણ માસમાં દરેક મહાદેવના મંદિરમાં ત્રણ પ્રહરની પૂજા થશે, પરંતુ તેમાં નવી પેઢીના લોકો ભાગ્યે જ જોવા મળશે. જે રીતે સમાજનો એક વર્ગ બળવાખોરીના માર્ગને ઉત્તમ ગણી રહ્યો છે અને બીજો વર્ગ ઝઘડામાં વ્યસ્ત રહે છે, ત્યારે પ્રાચીન કવિ અખા ભગતની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે-
કથા સુણી સુણીને ફૂટયા કાન,
તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાાન…
શ્રાવણોત્સવ ગ્રામીણ અર્થતંત્રને વેગવંતું બનાવે છે. હવેના દિવસો ગામડાંઓ સાથે સંકળાયેલા વેપાર-વ્યવસાયને ધામક રંગે રંગીને તેમના જીવનમાં ખુશાલી લાવશે. કિસાનોની ખેતી શરૂ થઈ છે, તો બીજી તરફ શ્રાવણ માસ શરૂ થયો છે. શ્રાવણ માસમાં આવતા તહેવારોમાં જન્માષ્ટમી, નાગપંચમી, રક્ષાબંધન જેવા તહેવારો પણ ગામડાનું અર્થતંત્ર વેગવંતું બનાવે છે. ટૂંકમાં, શ્રાવણોત્સવ ગામડાની આથક ગતિવિધિને પણ વેગવંતી બનાવે છે.
દરેક ધામક પરંપરા પાછળ એક કથા રહેલી હોય છે. આ કથાને યુવાનોના મન સુધી પહોંચાડવાની જરૂર છે. આ કથાને વર્તમાન જીવન સાથે ઉદાહરણો આપીને સમજાવવાની જરૂર છે. દરેક ધામક ક્રિયા પાછળનો મર્મ સમજાવવા હિન્દુ સંગઠનોએ સેવાભાવીઓની સેના ઊભી કરવી પડશે. શ્રાવણ મહિનામાં એક સમય ખોરાક લઈને ઉપવાસ કરનારાઓની સંખ્યા વધી રહી છે. એવી જ રીતે માત્ર સોમવાર કરનારાઓની સંખ્યા પણ વધી છે, પરંતુ મોટા ભાગની ક્રિયા દેખાદેખી જોવા મળે છે.
મંદિરોની પૂજામાં યુવાનોના ટોળાં જોવા નથી મળતાં. શ્રાવણ માસ સિવાયના દિવસોમાં મહાદેવના મંદિરોમાં ભક્તોની સંખ્યા ઘટતી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં જે રીતે યુવાનોને ઇસ્કોન મૂવમેન્ટ તૈયાર કરી રહી છે, તે રીતે ભગવાન શિવના પ્રચાર-પ્રસાર માટે યુવા શિવભક્તોની ટીમ ઊભી કરવાની જરૂર છે.









