1989માં ખોમેનીનો મૃતદેહ કોફિનમાંથી નીચે પડી ગયો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શનિવારથી અયાતોલ્લાહ અલી ખોમેઇનીની અંતિમ યાત્રા
પ્રસંગપટ
રુહોલ્લાહ ખોમેનીની અંતિમ યાત્રા જેટલી વિરાટ વિદાય દુનિયાએ અગાઉ ક્યારેય જોઈ નહોતી
અયાતુલ્લાહ અલી ખામેઇની
ઇરાનના ૮૬ વર્ષના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેઇનીના મૃતદેહને એમની હત્યાના ૧૩૧ દિવસ પછી, એટલે કે ૯મી જુલાઈએ, તેમના વતન મશહાદમાં દફનાવવામાં આવશે. ૪ જુલાઈથી શરૂ થનાર ફ્યુનરલ સેરિમનીમાં હાજર રહેવા વિશ્વભરના નેતાઓને આમંત્રણ અપાયું છે. ભારત ઇરાનના સુપ્રીમોની અંતિમ યાત્રામાં પ્રતિનિધિમંડળ મોકલવાનું છે, જેમાં એક રાજ્યપાલ અને એક રાજ્ય કક્ષાના મંત્રી હાજર રહેવાના છે. અગાઉ માર્ચ માસમાં અંતિમ વિધિ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ યુદ્ધના કારણે અંતિમ વિધિ પાછી ઠેલવી પડી હતી. હવે શાંતિ કરારના પગલે યુદ્ધ ઠંડું પડયું છે એટલે દફનવિધિનું આયોજન થઈ શક્યું છે.
અમેરિકા અને ઇઝરાયલના ઇરાન સામેના યુદ્ધના પહેલા દિવસના હુમલામાં, ૨૮ ફેબુ્રઆરીના રોજ, ખામેઇનીનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ વળતા પ્રહારમાં ઇરાને અમેરિકાની આંખે પાણી લાવી દીધાં હતાં અને તેને મંત્રણાના ટેબલ પર બેસવાની ફરજ પડી હતી. ખામેઇનીની જગ્યા સંભાળનાર તેમના પુત્ર મોજતાબા ખામેઇની યુદ્ધ દરમિયાન જાહેરમાં દેખાતા નહોતા, પરંતુ યુદ્ધ પાછું ખેંચવાની ગતિવિધિ દરમિયાન બહુ સક્રિય રહ્યા હતા.
સમગ્ર તહેરાનમાં ઇરાનના ગ્રેટ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેઇનીનાં વિશાળ પોસ્ટરો લાગેલાં જોવા મળે છે. કેટલાકમાં 'બ્રાઇટ ફ્યુચર' લખ્યું છે, તો કેટલાકમાં 'વી મસ્ટ રાઇઝ' સ્લોગન લખેલાં છે. અહેવાલો અનુસાર દોઢથી બે કરોડ લોકો અંતિમ યાત્રામાં હાજર રહેશે. અંતિમ યાત્રામાં આવતા લોકોને સરકારી વાહનોનો ઉપયોગ કરવા કહેવાયું છે, જેથી મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ ન થાય.
ઇરાનની પ્રજા પોતાના નેતાની અંતિમ યાત્રામાં બહુ ભાવુક બની જતી હોય છે. ૬ જૂન ૧૯૮૯ના રોજ ઇરાનના સૌથી પહેલા સુપ્રીમ લીડર અયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમેનીની અંતિમ યાત્રા ઇતિહાસની સૌથી વિરાટ અંતિમ યાત્રા બની હતી. તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના સ્થાપક હતા.
ખોમેનીના પાથવ દેહને વાનની અંદર ઓપન કોફિનમાં અંતિમ વિદાયના સ્થળે લઈ જવાતો હતો, ત્યારે જમા થયેલા લોકોએ વાનને રોકી હતી અને કોફિનમાં રહેલા સફેદ વનો સ્પર્શ કરવા ધક્કામુક્કી કરી મૂકી હતી. ખેંચાખેંચીના કારણે સફેદ વના લીરાં ઊડી ગયા હતા. ભાવુક બની ગયેલા લોકોએ સિક્યોરિટીના માણસોને એક તરફ બાજુ હડસેલીને એવી પડાપડી કરી મૂકી કે એક તબક્કે મૃતદેહ કોફિનમાંથી બહાર ખેંચાઈને નીચે પડી ગયો હતો. મૃતદેહ પર લપેટાયેલું સફેદ કપડું ફાટી ગયું હતું અને ખોમેનીનો પાથવ દેહ અર્ધનગ્ન અવસ્થામાં અનાવૃત થઈ ગયો હતો.
લોકોને કોફિનથી દૂર કરીને વિખેરવા માટે વોટર કેનનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, ગોળીબાર સુદ્ધાં કરવામાં આવ્યો હતો. ઇરાનના લોકો પોતાના નેતાને ભગવાનનો દરજ્જો આપતા હોય છે. શિયા મુસ્લિમોમાં પોતાના નેતાને વિદાય આપતી વખતે કોફિનને સ્પર્શ કરવાની ચેષ્ટાને પવિત્ર ગણવામાં આવે છે.
અમુક અહેવાલોમાં કહેવાયું કે ખોમેનીના મૃતદેહના પગનો સ્પર્શ કરવા લોકોએ કપડું ફાડી નાખ્યું હતું. પરિસ્થિતિ પર અંકુશ લાવવા માટે વધુ પોલીસને બોલાવવી પડી હતી. લશ્કરના હેલિકોપ્ટરની મદદથી કોફિન ઊંચકીને સલામત સ્થળે લઈ જવાયું હતું. લોકો હેલિકોપ્ટરની પાછળ સુધ્ધાં દોડયા હતા. આખરે જાહેર કરવું પડયું હતું કે અંતિમ વિધિ મુલતવી રાખવામાં આવી છે.
વિશ્વએ ત્યારે પહેલી વાર કોઈ રાજકીય નેતાની અંતિમ યાત્રામાં લાખો લોકોની ભીડ જોઈ હતી. ઇરાનની જનતા પોતાના લાડલા નેતાની અંતિમ યાત્રા દરમિયાન રોકક્કળ કરતા હોય છે, છાતી પીટતા હોય છે. ગણ્યા ગણાય નહીં તેટલા લોકો પોતાના પ્યારા નેતાના કોફિનનો સ્પર્શ કરવા ધક્કામુક્કી કરતા હોય એવું દ્રશ્ય પણ દુનિયાએ સંભવત: અગાઉ ક્યારેય જોયું ન હતું.
કહે છે કે ૨૦ લાખ લોકો તો કોફિન પસાર થવાનું હતું તે માર્ગ પર બેસી રહ્યા હતા. જેવી કોફિન લઈ જતી વાન પસાર થઈ કે લોકો તે દિશામાં દોડયા હતા. આ ધક્કામુક્કીમાં આઠ લોકો માર્યા ગયા હતા.
આ વખતે ૪ જુલાઈથી શરૂ થતી અંતિમ વિધિમાં ૧૯૮૯ના ઘટનાક્રમનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે.









