Prasangpat

23નો કૈવલ્ય અને 28નો તનય અબજોપતિની પંગતમાં નવા ચહેરા

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
ભારતની આર્થિક રાજધાની મુંબઈ 93 અબજોપતિઓનું કેન્દ્ર બન્યું છે, જે 53.21 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. આ યાદીમાં 346 નવા ચહેરાઓનો ઉમેરો થયો છે. 23 વર્ષીય કૈવલ્ય વોહરા સૌથી યુવા અબજોપતિ છે, જ્યારે AI ક્ષેત્રના તનય કોઠારી જેવા યુવાનો પણ સામેલ છે. કુલ 1266 ઉદ્યોગસાહસિકો સાથે, આત્મનિર્ભર અબજોપતિઓની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

23નો કૈવલ્ય અને 28નો તનય અબજોપતિની પંગતમાં નવા ચહેરા
  • 93 અબજોપતિઓનું સેન્ટર મુંબઇ બન્યું છે
  • પ્રસંગપટ
  • આપબળે આગળ આવેલા અબજોપતિ લોકોની યાદી પણ લાંબી બનતી જાય છે. આ યાદીમાં વિક્રમી વધારો થયો છે
  • કૈવલ્ય વોહરા- તનય કોઠારી

ખરેખર, મુબઇ દેશની આર્થિક રાજધાની બની ચૂકી છે કેમકે તે ૯૩ અબજોપતિઓનું સેન્ટર બન્યું છે. પોતાના રહેવાસીઓ પાસે રહેલી સંપત્તિના મામલે પણ મુંબઈ ઘણું આગળ છે. આ શહેર યાદીમાં ૫૩.૨૧ લાખ કરોડની સંપત્તિ ધરાવે છે અને તે ૯૩ અબજોપતિઓનું ઘર છે. નવી દિલ્હી ૨૬.૮૩ લાખ કરોડ અને ૬૮ અબજોપતિઓ સાથે બીજા સ્થાને છે. મુંબઈ અને નવી દિલ્હી મળીને ટોચના ૨૦ શહેરોમાંથી લગભગ ૫૩% અબજોપતિઓ અને ૫૪% સંપત્તિ ધરાવે છે.
દેશના અબજોપતિઓની યાદીમાં કેટલાક નામો ચોક્કસ પણે જોવા મળતા હતા. લોકો પણ જાણે છે કે અબજોપતિ કોણ છે પરંતુ જ્યારે તેમાં નવા નામો ઉમેરાય છે કે જુના નામોને હડસેલીને નવા નામો આવે છે ત્યારે તે નામો જાણવાની લોકોની જીજ્ઞાાસા વધે છે. ૨૦૨૬ના અબજોપતિની યાદીમાં ટોપના નામોની દરવર્ષે થોડા આગળ પાછળ રહે છે પરંતુ ટોપ ફાઇવ તો લગભગ ફીક્સ હોય છે. અબજોપતિની નવી યાદીમાં કેટલાક નવા ચહેરા ઉમેરાયા છે. કેટલાક તો ૨૩થી ૩૦ વર્ષની ઉંમરના છે. પૈસા કમાવવાના ઉભા થયેલા નવા ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્ર સહીત નવી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ વગેરેનો પણ સમાવેશ થાય છે.
અબજોપતિની નવી યાદીમાં AI ક્ષેત્રના ૧૯ લોકો જાવા મળે છે. જેમની કુલ સંપત્તિ ૩.૦૭ લાખ કરોડ છે, જેમાંથી ૧૫ લોકો યાદીમાં સાવ નવા ચહેરા છે. આ યાદીમાં ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર્સ, AI મોડેલ્સ અને એપ્લિકેશન્સ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે. આ લોકો પર AI અબજોપતિનું ટાઇટલ ચીપકાવી શકાય એમ છે. ૧૯ માંથી ૧૩ AI અબજોપતિઓ ભારત બહાર રહે છે. વ્યાપક ડીપ-ટેક (ગીીૅ-ાીબર) ક્ષેત્ર પણ વિસ્તરી રહ્યું છે. AI, એરોસ્પેસ અને ડિફેન્સ, અને સેમિકન્ડક્ટર્સ મળીને ૪.૨૬ લાખ કરોડની સંયુક્ત સંપત્તિ ધરાવતા ૪૮ વ્યક્તિઓ થાય છે, જેમાંથી ૩૦ લોકો તો નવા ચહેરા છે. ભારતના પ્રથમ ક્વોન્ટમ-કમ્પ્યુટિંગ પણ અબજાપતિની યાદીમાં પ્રવેશી છે. ઊૅૈછૈના નાગેન્દ્ર નાગરાજા ૧,૭૦૦ કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં પ્રવેશ્યા છે. ઔદ્યોગિક વ્યવસાયો સંપત્તિનો એક મુખ્ય સ્ત્રોત બની રહ્યા છે.
કેટલાક ક્ષેત્રો દેખાય છે બહુ મોટા પરંતુ તે સંપત્તિ ઉભી કરી શકતા નથી. જેમકે
ગ્રાહક-લક્ષી ક્ષેત્રો. કન્ઝયુમર ડયુરેબલ માં સંપત્તિ ૨૧% ઘટી છે, ફૂડ અને બેવરેજિસમાં ૯%નો ઘટાડો થયો છે, કન્ઝયુમર ગુડ્ઝમાં ૮% અને રીટેલમાં ૫%નો ઘટાડો થયો છે આ યાદી ભારતના અમીરોના બદલાતા પ્રોફાઇલ તરફ પણ ઇશારો કરે છે.
આપબળે આગળ આવેલા અબજો પતિ લોકોની યાદી પણ લાંબી બનતી જાય છે. આ યાદીમાં વિક્રમી વધારો થયો છે. ૧,૨૬૬ ઉદ્યોગસાહસિકો આ યાદીમાં આવે છે. જ્યારે ગયા વર્ષે આ સંખ્યા ૧,૧૦૯ હતી. આ વર્ષે યાદીમાં ૩૪૬ નવા ચહેરાઓ આવ્યા છે.
સૌથી નાની વયના સભ્ય ઝેપ્ટો (Zepto)ના ૨૩ વર્ષીય કૈવલ્ય વોહરા છે, ત્યારબાદ ૨૪ વર્ષીય સહ-સ્થાપક આદિત પાલિચા છે. AI ઉદ્યોગસાહસિકો તનય કોઠારી અને સહજ ગર્ગ, બંને ૨૮ વર્ષના છે, તેઓ ‘Wispr Flow' દ્વારા દરેક ૪,૨૦૦ કરોડની સંપત્તિ સાથે અબજોપતિઓની પંગતમાં પ્રવેશ્યા છે. અબજોપતિની યાદીમાં રહેલા વ્યક્તિઓની સરેરાશ ઉંમર ૬૪ વર્ષ છે.
મહિલાઓની સંખ્યા ૧૩૧ છે, જે ગયા વર્ષે ૧૦૦ હતી. રોશની નાડર મલ્હોત્રા ૨.૭૯ લાખ કરોડ સાથે સૌથી ધનિક મહિલા તરીકે યથાવત છે, જ્યારે અરિસ્ટા નેટવર્ક્સના જયશ્રી ઉલ્લાલ ૭૭,૪૦૦ કરોડ સાથે આપ બળે આગળ આવેલી મહિલાઓમાં અગ્રેસર છે.
અબજોપતિની યાદીમાં સામેલ ૧,૮૧૦ વ્યક્તિઓમાંથી ૧,૬૫૪ ભારતમાં રહે છે, જ્યારે ૧૫૬ વિદેશમાં સ્થાયી છે. યુએસમાં ૯૦, યુએઈમાં ૩૧ અને યુકેમાં ૧૬ લોકો રહે છે. વિદેશમાં રહેતા ધનિકોની કુલ સંખ્યા ગયા વર્ષના ૧૦૧ થી વધી ગઈ છે.