દુબઇ જઇ બે દિવસ સ્ટે કરીને પરત અવાય તેના કરતાં મેાંઘો આઇફોન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નવા આઇફોનની કિંમત રૂ. ૨,૯૯,૯૦૦, છતાં ડિમાન્ડ
- પ્રસંગપટ
- હાઇ નેટવર્થવાળા લોકોએ સ્ટેટસ સિમ્બોલ સમાન આઇફોન ડયુઓનું બુકીંગ પણ કરાવી લીધું છે
એક તરફ તીવ્ર મોંઘવારી હેઠળ સામાન્ય પ્રજા પીસાઇ રહી છે તો બીજી તરફ વરસાદ ખેંચાતા દુકાળના ડાકલાં વાગી રહ્યા છે ત્યારે ત્રીજી તરફ એપલના જે ફોલ્ડેડ આઇફોનના રાહ જોવાઇ રહી હતી તે આઇફોન ડયુઓ બુધવારે બહાર પડાયો છે. જે એપલનો પહેલો ફોલ્ડેબલ ફોન છે. પરંતુ તે એક ઉચ્ચ મધ્યમ વર્ગ પણ ખરીદતા વિચાર કરે એટલો મોંઘો એપલનો ફોલ્ડેડ આઇફોન છે. ભારતના હાઇનેટવર્થ વાળા લોકોએ તો તેનું બુકીંગ પણ કરાવી લીધું છે. ભારતમાં આઇફોન સ્ટેટસ સિમ્બોલ પણ છે. ભારતનો મધ્યમ વર્ગ એમ કહે છેકે આઇ ફોન માટે ત્રણ લાખ ખર્ચવા તેના કરતાં બે તોલા સોનું લેવું સારૃં.
ભારતમાં એપલના ફોલ્ડેટ ફોનની કિંમત રૂ. ૨,૯૯,૯૦૦ એટલી વધારે છે કે તમે તેને સસ્તામાં ખરીદવાનો વિચાર કરો તે સ્વભાવિક છે. ભારતનો મધ્યમ વર્ગ અને ઉચ્ચમધ્યમ વર્ગ ઇલેકટ્રોનિક ચીજોની ખરીદીની બાબતમાં બહુ ચતુર સાબિત થયો છે. તે વિદેશ પ્રવાસે જાય છે અને ત્યાંથી આઇફોન જેવા મોંઘા મોબાઇલ અને અન્ય ચીજો સસ્તામાં ખરીદી લાવે છે.
ફોલ્ડેડ આઇફોન ડયુઓની કિંમત ત્રણ લાખ જાહેર થતાં જ તે ચર્ચાનો વિષય બની છે. કોમન મેનના મતે મોબાઇલ પાછળ ત્રણ લાખ રૂપિયા ના ખર્ચાય. ભારતમાં ૧૦,૦૦૦માં પણ સ્માર્ટ ફોન મળે છે અને હવે તે કિંમત ત્રણ લાખ રૂપિયા પર પહોંચી છે.
એ વાત છૂપી નથી કે આપણે ભારતીયો પૈસા બચાવવાનું પસંદ કરીએ છીએ. આપણે લેટેસ્ટ આઇફોન ખરીદવા માંગીએ છીએ અને આ વર્ષે હાઇપ આઇફોન ડયુઓ આસપાસ હોય તેવું લાગે છે. પરંતુ આપણે બને તેટલા પૈસા પણ બચાવવા માંગીએ છીએ, ભલે આપણે શરૂઆત કરવા માટે લગભગ રૂ. ૩,૦૦,૦૦૦ ખર્ચવા માટે તૈયાર હોઈએ. સામાન્ય રીતે, વિદેશથી આવતા કોઇ સંબંધી પાસે લોકો આઇફોન મંગાવતા હોય છે. પરંતુ જે લોકોને એપલ ડયુઓ સસ્તામાં ખરીદવા માંગે છે તેમણે બેંગકોક કે દુબઇની ફ્લાઇટ બુક કરીને ત્યાં બે નાઇટ સ્ટે કરીને લટાર મારીને પાછા આવતા ફોલ્ડેડ આઇફેાન ડયુઓ ખરીદને પરત આવે તો પણ રૂપિયા ૨૫-૩૦૦૦૦ની બચત થાય એવું દેખાઇ રહ્યું છે.
ટૂંકમાં બેંગકોક ટુરીસ્ટ તરીકે જવાનું અને ત્યાં બે નાઇટ રોકાવવાનું અને એપલનો ફોલ્ડેડ ફોન લઇને પરત ફરવાનું. ટુરની ટુર અને મનગમતી ખરીદી પણ થઇ શકે છે. લોકો થાઇલેન્ડ, પતાયા જેવા સ્થળો પર વેકેશનમાં જતા હોય છે. પતાયાની નાઇટ લાઇફ જોવા લોકો ત્યાં રોકાતા હોય છે. ભારતની સરખામણીમાં થાઇલેન્ડ-બેંગકોકમાં એપલના નવા ફોલ્ડેડ ફોનના ભાવ અંદાજે ૭૦,૦૦૦ રુપિયા ઓછા છે. ભારતમાં વિવિધ ડયુટીને કારણે આઇફોનના ભાવ વધુ હોય છે.
આઇફોન ડયુઓ ભારતમાં રૂ. ૨,૯૯,૯૦૦થી શરૂ થાય છે. થાઇલેન્ડમાં, તેની કિંમત ૭૮,૯૯૯ થાય છે, જે લગભગ રૂ. ૨,૩૦,૦૦૦ થાય છે. આમ ભારત કરતાં એપલનો ફોલ્ડેડ મોબાઇલની કિંમત રૂપિયા ૭૦,૦૦૦ ઓછી છે. પરંતુ તે ખરીદવા થાઇલેન્ડ જવું પડે છે. જે ૭૦,૦૦૦ બચે છે તે થાઇલેન્ડ જવાની ફ્લાઇટની ટિકીટ ત્યાં બે દિવસ રહેવાનો ખર્ચ વગેરે ચૂકવતાં છતાં પૈસા બચે છે.
ખરેખર તો એપલ કંપનીએ ભારતીયો માટે જાહેરાત કરવી જોઇએ કે બેંગકોકમાં રજા માણો અને આઇફોન ખરીદતા જાવ.
આઇફોન ડયુઓ વૈશ્વિક સ્તરે ૨૩ ઓક્ટોબરે વેચાણમાં આવશે. કેટલાકને ફિલ્મો ફર્સ્ટ-ડે ફર્ર્સ્ટ-શોમાં જોવાનો ક્રેઝ હોય છે એમ એપલના ગેઝેટ્સ પણ પહેલાં દિવસે જ ખરીદવા તલપાપડ હોય છે. એવા લોકો માટે બેંગકોકની ટુર ઉત્તમ ઉપાય છે.
એક અહેવાલ અનુસાર ૨૩ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર સુધીની રાઉન્ડ ટ્રીપ રૂ. ૨૭,૦૦૦ જેટલી ઓછી કિંમતમાં બુક કરી શકાય છે. ઉદાહરણ તરીકે, દુબઈમાં, આઇફોન ડયુઓ ૮,૪૯૯ દિરહામ અથવા લગભગ રૂ. ૨,૨૦,૦૦૦ થી શરૂ થાય છે. હોંગકોંગમાં, તે ૧૭,૪૯૯ હોંગકોંગ ડોલર અથવા આશરે રૂ. ૨,૧૨,૦૦૦ છે જે ભારતમાં મળનારા ફોલ્ડેડ આઇફોન કરતાં વધુ સસ્તું છે.




