Prasangpat

વિમાન પ્રવાસમાં વધતા જોખમો હાઇસ્પીડ ટ્રેનોમાં વધુ સવલતો

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
તાજેતરમાં, ફૂકેતથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આંચકા આવતા 14 મુસાફરોને ઇજા થઈ હતી. આ ઘટના પાછળ પીધેલો પાઇલોટ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, સ્પાઇસ જેટની ફ્લાઇટમાં AC બંધ હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે. આ ઘટનાઓ બાદ લોકો વંદે ભારત જેવી હાઇ-સ્પીડ ટ્રેનોને વધુ સુરક્ષિત અને આરામદાયક વિકલ્પ માની રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિમાન પ્રવાસમાં વધતા જોખમો હાઇસ્પીડ ટ્રેનોમાં વધુ સવલતો
  • જે ફ્લાઇટને આંચકા લાગ્યા તેનો પાઇલોટ પીધેલો હતો
  • પ્રસંગપટ
  • ફ્લાઇટમાં એસી બંધનો ડખો ચર્ચાસ્પદ બન્યોઃ કોઇ જવાબ આપતું નહોતું અને લોકો બફારાથી ગભરાઇ ગયા હતા

જે રીતે વિમાન પ્રવાસ જોખમી બની રહ્યા છે તે જોતાં એમ લાગે છેકે લોકો વંદેભારત જેવી હાઇ સ્પીડજ ટ્રેનમાં પ્રવાસ કરવાનું વધુ સલામત અને આરામદાયક સમજી રહ્યા છે. વિમાન પ્રવાસ દરમ્યાન એ.સી બંધ હોવા જેવી અનેક ફરિયાદો સાંભળનાર કોઇ નથી હોતું. હવેના નવા એસટી મથકો પણ એરપોર્ટ જેવા લાગી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે બીજું એસટી બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે એસટી મથક અનેક સુવિધાઓથી સજ્જ પણ બનાવી શકાય છે.
આપણે એમ સાંભળતા આવ્યા છેકે બસનો ડ્રાઇવર પીધેલો હતો માટે અકસમાત થયો પરંતુ ગયા અઠવાડિયે ફૂકેત થી દિલ્હી જઇ રહેલી એરઇન્ડિયાની ફ્લાઇટને લાગેલા આંચકાની પાછળ પીધેલો પાઇલોટ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. એર ટર્બ્યુલન્સ(વિમાનના આંચકા) બહુ ખતરનાક હોય છે. વિમાન અકસ્માત પણ થઇ શકે છે. દિલ્હી જતી એરઇન્ડિયાની ફ્લાઇટ અચાનકજ ૩૦૦ ફૂટ નીચે આવી જતાં સીટની ઉપર મુકાતા સામાન પ્રવાસીઓ પર પડયો હતો. અચાનકની ઘટનાથી વિમાનમાં ચીસાચીસ અને બચાવોની બૂમો પડી હતી. ૧૪ લોકોને ઇજા થઇ હતી.
આ મામલો માંડ ચર્ચામાંથી દુર થયો હતો ત્યાં તો ગઇકાલે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં એસી બંધનો ડખો ચર્ચાસ્પદ બન્યો હતો. એસી બંધ હોવાની ફરિયાદ સાંભળનાર પણ કોઇ નહોતું. વિમાનની અંદર પ્રવાસીઓનું ધ્યાન રાખતા એટેન્ડન્ટ પાસે પણ કોઇ જવાબ નહોતો. વિમાનમાં રહેલી ટેકનિકલ ખામીના નિકાલ માટે વિમાન કંપનીઓ બહુ ગંભીર નથી હોતી. જો પ્રવાસીઓને કલાક પહેલાં એરપોર્ટ પર બોલાવી લેવાતા હોય તો તે સમય દરમ્યાન ટેકનીકલ ચેકઅપની જાણ પણ પ્રવાસીઓને કરવી જોઇએ એવો મત પ્રવર્તી રહ્યો છે.
મુંબઇ કે સુરત જતા લોકો માટે હાઇસ્પીડ ટ્રેન વંદેભારત આશિર્વાદ રૂપ બની છે. કલાક વહેલા નહીં જવાનું, પ્રવાસીની ફરિયાદ માટેના ફોન નંબરોને ત્વરીત ઉકેલ.એસી ચાલતું ના હોય તો ફરયાદ કરો, કચરો પડી રહ્યો હોય તો ફરિયાદ કરો જેવી સવલતોના એનાઉન્સમેન્ટ જોવા મળે છે. ટ્રેનોમાં કવચ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરાયા બાદ સામસામે ટ્રેન ટકારાવાની ઘટના હવે જોવા નથી મળતી.
વંદેભારત જેવી ટ્રેનમાં પ્રવાસ એ લકઝરી પ્રવાસની યાદીમાં આવે છે. મુંબઇ જવા માટે વિમાન પ્રવાસ કરતાં હાઇસ્પીડ ટ્રેનનો ચાર્જ ૭૦ ટકા ઓછો છે. ડોમેસ્ટીક ફ્લાઇટમાં મુબઇની ટિકીટ એવરેજ ૩૫૦૦ રૂપિયા છે. ઇમર્જન્સીમાં ચાર્જ ૯,૫૦૦ સુધી પહોંચે છે તો વંદેભારત,શતાબ્દી,તેજસ જેવી ટ્રેનમાં એવરેજ ૧૩૦૦ રૂપિયા ચાર્જ લે છે. અમદાવાદમાં એરપોર્ટ પર જવાનો ખર્ચ, મુંબઇ ઉતર્યા પછીનો ટેક્ષી ખર્ચ, મોબાઇલ જોવાની સવલત,એરપોર્ટ પર કલાક વહેલાં પહોંચવું તેમજ પ્રવાસ દરમ્યાન અકસ્માતનો સતત ડર વગેરે જોતાં હાઇસ્પીડ ટ્રેન વધુ સલામત,સસ્તી અને આરામ દાયક હોય છે.
હવે તો એકલ દોકલ પ્રવાસીઓ વિમાનના પ્રવાસ દરમ્યાન પોતાના ઘરના સંપર્કમાં રહે છે. જેમકે પહેંચી ગયો છું, પ્લેન લેટ છે વગેરે વગેરે. ઘરના લોકો પણ વિમાન પ્રવાસ દરમ્યાન ઉચાટ અનુભવતા હોય છે. અમદાવાદનો વિમાન અકસમાત હજુ લોકોની આંખ સામે તરવરે છે. વિદેશ પ્રવાસ માટે વિમાન પ્રવાસનો કોઇ વિકલ્પ નથી પરંતુ સ્થાનિક પ્રવાસ માટે હાઇ સ્પીડ ટ્રેન વધુ સવલતોભર્યા પ્રવાસનો અનભવ કરાવે છે.આધુનિક રીતે તૈયાર કરાયેલા નવા વિમાનો સખત આંચકા વખતે પણ સ્થિરતા મેળવી લે છે. ચાલુ વિમાને આંચકા ક્રૂ મેમ્બરો માટે તો બહુ જોખમી હોય છે. પ્રવાસીઓ સીટ બેલ્ટ સાથે બેઠા હોય છે પરંતુ ક્રૂ મેમ્બરો કોઇ ને કોઇ કામ માટે વિમાનમાં ફરતા હોય છે. દિલ્હી જતી એરન્ડિયાની ફ્લાઇટના ક્રૂ મેમ્બરો આંચકા સાથેજ ઉછળ્યા હતા અને અહીં તહીં ફંગોળાતા હતા.
કલ્પના કરો કે એ સમય કેવો હશે કે જ્યારે વિમાનમાં ચીસાચીસ થતી હશે અને પ્રવાસીઓ ડરના માર્યા બચાઓ-બચાઓની બૂમો પાડતા હશે. વિમાનના આંચકા બંધ થયાના કલાક સુધી લોકો ડરેલા હતા. છેલ્લા અહેવાલ અનુસાર પાઇલોટે નશો કર્યો હોવાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. બંને પાઇલોટોને ફરજ મુક્ત કરાયા છે.લોકો સમજવા લાગ્યા છે કે છે કે વિમાન કંપનીઓને નફો રળી લેવામાં વધુ રસ છે જ્યારે હાઇસ્પીડ ટ્રેન સરકાર હસ્તકની છે અને તે પ્રવાસીઓની સવલતો પર વધુ ધ્યાન આપે છે. દરેકને સલામતીની સાથે સ્પીડ જોઇએ છે. જોખમી પ્રવાસના બદલે સલામત પ્રવાસ દરેક પ્રવાસી ઝંખે છે.