ગુસ્સો બહાર કાઢવા શરમથી ઝૂકી જાય એવી અશ્લિલતા સામે નફરત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 1930માં દિલ્હીની મહિલાઓએ બંગડી લીગની રચના કરી હતી.
- પ્રસંગપટ
- આંદોલનમાં ભાગ લેનાર યુવતીઓના હાથમાંના ગાળો ભરેલા પ્લેકાર્ડ અને એટલીજ ગંદી તેમની જીભાજોડી
કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન ભલે સમેટી લેવાયું હોય પરંતુ આંદોલન દરમ્યાન સત્તાધારી પક્ષ અને ખાસ કરીને વડાપ્રધાન મોદીને સંબોધીને કરાયેલા સૂત્રોચ્ચારો બોલનારાના નામ અને ચહેરાઓ સોશ્યલ નેટવર્ક પર ફરી રહ્યા છે. આવા ચહેરાઓને અપશબ્દો નહીં બોલવાની શિખામણ આપનારા પણ સોશ્યલ નેટવર્ક પર જથ્થાબંધની સંખ્યામાં છે. આંદોલન કરનારા અને ત્યારે સૂત્રોચ્ચાર કરનારા ગમે તેવા ગંદા અપ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. સૂત્રોચ્ચાર કરતી વખતે એકાદ અટકચાળો અપશબ્દોનો તણખો ઉડાડીને જતો રહે છે અને લોકો તે સૂત્રોચ્ચાર કર્યા કરે છે. ટોળામાં કોઇ સેન્સ ના હોય પરંતુ બહાર બેઠેલો કોઇ હોંશિયાર પાસે ટોળાનું સ્ટીયરીંગ હોય છે.
આંદોલનમાં ભાગ લેનારાનો ગુસ્સો અને ઉશ્કેરાટના આરોહ અવરોહ પર નજર રાખતા હોય છે. કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનમાં પહોંચેલા યુવાનોનો ઉશ્કેરાટ માપનારા જાણી ગયા હતા કે સરકાર વિરોધી સૂત્રોચ્ચારની સાથે વડાપ્રધાન વિરોધી વલણ પણ ઉભું કરી શકાય છે. દરેક આંદોલનમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરનારા ઉશ્કેરાટમાં એલફેલ સેક્સ આધારીત સૂત્રોચ્ચારો કરવાને પોતાની જીત સમજતા હોય છે.
સોશ્યલ નેટવર્કનો તખ્તો ગરમ કરીને પછી આંદોલન કરી શકાય છે એ જાણી ગયેલા કોક્રોચ જનતા પાર્ટીની પાછળ રહેલા નેતાઓએ પહેલાં ઉશ્કેરાટનો પવન ફૂંક્યો હતો અને પછી યુવાનોને પોતાની તરફ ખેંચ્યા હતા. સ્ટ્રીટ ફાઇટર હોવું અને સોશ્યલ નેટવર્ક પરના ફાઇટર હોવામાં ંઆસમાન જમીનનો ફર્ક છે. ભાજપના નેતાઓતેમને સ્ટ્રીટ ફાઇટર સમજતા હતા પરંતુ સોશ્યલ નેટવર્ક પરના ફાઇટરોેએ તેમને ઝૂકાવી દીધા હતા.
દેશના નેતાઓમાં સોશ્યલ નેટવર્ક પર સૌથી એક્ટીવ વડાપ્રધાન મોદી છે તે રાજકીય પક્ષો જાણતા હોવાથી દરેક વિપક્ષે મોદીને સાથે ટકરાઇ શકે એવી કોક્રોચ પાર્ટીને ટેકો આપ્યો હતો. કોર્કોચ જનતા પાર્ટીએ જીતી બતાવ્યું હતું પરંતુ આંદોલન દરમ્યાન જેરીતની ગાળા ગાળી બહાર આવી રહી છે તે જોઇને માથું શરમથી ઝૂકી જાય છે.
આંદોલનમાં ભાગ લેનાર યુવતીઓના હાથમાંના ગાળો ભરેલા પ્લેકાર્ડ, તેના કરતાં ગંદી તેમની જીભાજોડી, સરકાર વિરૂધ્ધની વાતો કરતા તેમના હાવ ભાવ વગેરે તેમને કોઇ શિખવાડવા નહોતું ગયું પરંતુ તેમના મનમાં રહેલી નફરત બહાર આવી હતી. કહે છેકે પોસ્ટર લખનારા અલગ લોકો હતા અને હાથમાં પકડીને ઉભેલી યુવતીઓ અલગ હતી. પોતાના હાથમાં કોણ ગંદી ભાષાના પ્લેકાર્ડ પકડાવી ગયું તેની પણ તેમને ખબર નહોતી. જાતીય કટાક્ષ અને લીંગ આધારીત મસેજના ઘેેરા પ્રત્યાધાત પડયા છે. આપણી સંસ્કૃતિને બદનામ કરવાની કોઇ ચાલ રમતું હોય એમ લાગે છે.
આદોલનોના ઇતિહાસ પર નજર કરીયેતો તેમાં સ્ત્રીઓને જ ટોપ પર રાખવામાં આવે છે. આપણે ત્યાં આંદોલનોમાં નેતાઓને કે અધિકારીઓને બંગડીઓ મોકલવામાં આવતી હતી. ઇતિહાસ કહે છે કે સદીઓથી આંદોલનોમાં જાતિય અપમાન, લીંગ આધારીત ઉલટફેર, જાતીય અવહેલના વગેરેનો ઉપયોગ થતો આવ્યો છે. વિરોધ વ્યક્ત કરવાના સ્વરૂપમાં કોઇ ફેરફાર થયો નથી. કોક્રોચ આંદોલનમાં ભાગ લેનારા કોઇ ચોક્કસ વિચારધારા વાળા નહોતા પરંતુ હઇસો ભાઇ હઇસો કહીને જોડાયા હતા. તેમને સિસ્ટમથી ભારે નફરત હતી. અશ્લીલ સૂત્રોચ્ચાર તેમના નફરતની ભાષા બની ગઇ હતી.
૧૯૩૦માં જ્યારે સવિનય કાનૂન ભંગનું આંદોલન ચાલતું હતું ત્યારે દિલ્હીની મહિલાઓેએ બંગડી લીગની રચના કરી હતી. જે વેપારીઓ વિદેશી કાપડ વેચતા હતા તેમને બંગડી આપવામાં આવતી હતી. વિદેશી કાપડ પહેરીને ફરતા પુરૂષોને પણ બંગડી પહેરાવામાં આવતી હતી. ત્યારે કોઇ મહિલા બંગડી પહેરાવે તેને પરુષો સામેની અશ્લિતા કહેવામાં આવતી હતી. આજે બંગડીની જગ્યાએ સીધાજ અપ શબ્દો આવી ગયા છે. ૧૯૩૦ માં સ્ત્રીઓના ટોળાં પુરૂષોને બંગડી પહેરાવવા ફરતા હતા આવું કરવાનો પ્રસ્તાવ દિલ્હીના એક અખબારના તંત્રીએ મુક્યો હતો.
અહીં વાત અશ્લીલ લખાણ અને અશ્લીલ ભાષાની છે જેનું કોઇ સમર્થન કરી શકે નહીં પણ ગુસ્સો બહાર કાઢવાનું તે એક માધ્યમ બની ગયું છે. પોતાની વિરૂધ્ધ એલફેલ બોલનારા પાછળ પોલીસ દોડાવાને બદલે વડાપ્રધાન મોદીએ ગંદુ બોલનારાનું મોં ગંધાય એમ સમજીને તેમને માફ કરી દેવા જોઇએ.









