વાંચો તમારું 30 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવે.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કર્ક : પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય. પત્નીનો સાથ મળી રહે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીથી મીઠાશથી લાભ-ફાયદો જણાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. તબીયતની અસ્વસ્થતા જેવું લાગે.
વૃશ્ચિક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ અનુભવાય. ખર્ચ જણાય.
મીન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સંતાનોના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
- અગ્નિદત્ત પદમનાભ









