Prasangpat
યુરોપ દાઝી રહ્યું છેઃ કાળઝાળ ગરમી તેમ જ ઓમેગા ઇફેક્ટ
By GS Team
30 Jun 20263 mins read
યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેમાં ફ્રાન્સમાં 48 અને સ્પેનમાં 212 લોકોના મોત થયા છે. પશ્ચિમ અને મધ્ય યુરોપમાં હેલ્થ એલર્ટ જાહેર કરાયું છે. લોકો ગરમીથી બચવા એ.સી. અને પંખા ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેના વેચાણમાં બમણો વધારો થયો છે. ફ્રાન્સમાં નદીમાં ન્હાવા પડેલા 55 લોકો ડૂબી ગયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેમાં ફ્રાન્સમાં 48 અને સ્પેનમાં 212 લોકોના મોત થયા છે. પશ્ચિમ અને મધ્ય યુરોપમાં હેલ્થ એલર્ટ જાહેર કરાયું છે. લોકો ગરમીથી બચવા એ.સી. અને પંખા ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેના વેચાણમાં બમણો વધારો થયો છે. ફ્રાન્સમાં નદીમાં ન્હાવા પડેલા 55 લોકો ડૂબી ગયા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ગરમીના કારણે ફ્રાન્સમાં 48 અને સ્પેનમાં 212ના મોત
- પ્રસંગપટ
- યુરોપના લોકો એરકન્ડીશન્ડ લેવા પડાપડી કરી રહ્યા છે. પંખા અને એ.સીના વેચાણમાં બમણો વધારો થયો
મે માસના અંતમાં યુરોપમાં શરૂ થયેલા હીટવેવ જુના તમામ રોકોર્ડ તોડીનાખ્યા છે. બેલ્જીયમ, ફ્રાન્સ,જર્મની,આર્યલેન્ડ, ઇટલી, નેધરલેન્ડ,સ્પેન અને યુનાઇટેડ કિંગડમમાં ગઇ તારીખ ૨૪ મેથી ફરી વળેલા ગરમીના મોજાંએ લોકોને ત્રાહીમામ પોકરાવી દીધું છે. લોકો ત્રાસદાયક ગરમી સહન કરવા ટેવાયેલા ના હોઇ બિમાર પડી ગયા હતા અને કેટલાકના મોત પણ થયા હતા. પશ્ચિમ યુરોપમાં ગરમીની અસર વધુ તીવ્ર હતી.
યુરોપ જે ગરમીના મારથી ત્રસ્ત છે તેટલી ગરમી તો ભારતના અનેક શહેરોમાં પડે છે. પરંતુ ભારતમાં કાયમી ગરમી હોય છે. લોકો ગરમીનો સામનો કરવા ટેવાયેલા છે એમ કહી શકાય. વર્તમાન સિઝનમાં ભારતના શહેરોમાં ૪૮ ડિગ્રી ગરમી નોંધાઇ ચૂકી છે. યુરોપ માટે કાળઝાળ ગરમી અસહ્ય બની ગઇ છે. યુરોપમાં હવામાન નવેસરથી જોવા મળી રહ્યું છે. એટલેકે જ્યારે બરફ પડવાનો સમય છે ત્યારે સખત ગરમી પડી રહી છે.
યુરોપમા દેશો થોડા સૂર્ય તાપ માટે તડપતા હોય છે અને સનબાથ માટેના દિવસોની રાહ જોતા હોય છે તેમના માટે ગરમીનો પ્રકોપ બિમાર પાડી દે તેવો છે. પોર્ટુગલમાં સૌથી વધુ ૪૦ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી નોંધાઇ છે તો સ્પેનમાં ૩૮ ડિગ્રી (૧૦૦ ફેરનહીટ)ગરમી નોંધાઇ છે. યુરોપમાં ૧૭ જુન પછી શરૂ થયેલો બીજો હીટવેવ વધુ ખતરનાક સાબિત થયો છે. સમગ્ર પશ્ચિમ અને મધ્ય યુરોપમાં હેલ્થ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને યુરોપના દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે ગરમી પર કોઇ કાબુ રહી શકતો નથી અને હવામાનના સરક્યુલેશનની પેટર્ન બદલાઇ છે જેના કારણે થોડો સમય ગરમીનો માર ચાલુ રહેશે. વર્તમાન હીટ વેવના કારણે યુરોપના માત્ર ફ્રાન્સમાંજ ૪૮ લોકોના મોત થયા છે. સ્પેનમાં ગરમીના કારણે ૨૧૨ના મોત થયા છે. પર્યાવરણના આ ખતરનાક ટર્ન ઓમેગા બ્લોક તરીકે ઓળખાય છે. ક્લાઇમેટ મોનીટરના જણાવ્યા અનુસાર ઓમેગા બ્લોકના કારણે ગરમી ફોર્સથી ફેંકાય છે. ઓમેગા બ્લોક એટલે એ પવનની એક એવી અટકેલી લહેરખી હોય છે જે ઓમેગા આકારમાં
($\Omega$) હોય છે. જે હવાને કેદ રાખે છે અને તેમાં નવી હવાને અવરજવર થવા દેતી નથી. હવા કેદ થવાથી ગરમી બહાર નીકળી શકતી નથી અને નવી હવા અંદર જઇ શકતી નથી.
જ્યારે તે ગરમી બહાર ફેંકે છે ત્યારે જે તે વિસ્તારમાં બહુ તીવ્રતાથી ફેંકે છે. યુરોપમાં કેટલો સમય તીવ્ર ગરમી ચાલશે તે કહી શકાય એમ નથી. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે તેને અવરોધતું કોઇ પરિબળ આડે નહીં હોવાથી ગરમી તીવ્ર હોય છે. કાળઝાળ ગરમીમાં યુરોપના લોકો એરકન્ડીશન્ડ લેવા પડાપડી કરી રહ્યા છે. પંખા અને એ.સીના વેચાણમાં બમણો વધારો થયો છે. ફ્રાન્સમાં જેવી દુકાન ખુલે છે કે તરતજ લોકો અંદર એ.સી અને પંખાની ખરીદવા આવી જાય છે. કેટલાક વિડિયો એવા ફરતા થયા છે કે જેમાં દુકાનોમાં એ.સી અને પંખા ખલાસ થઇ ગયા હોવાનું દેખાય છે.
કેટલાક લોકો ગરમીથી બચવા નદીના પાણીમાં નહાવા પડતા હોય છે. ફ્રાન્સના સ્પોર્ટસ પ્રધાન મેરીનો કહ્યું હતું કે નદીમાં નહાવા પડેલા ૫૫ જેટલા લોકોનું ડૂબી જવાથી મોત થયું છે. સખત ગરમીના કારણે ફ્રાન્સની હેલ્થકેર સિસ્ટમને ઘેરી અસર પડી છે. પેરીસમાં આલ્કોહોલના વેચાણ પર નિયંત્રણ મુકાયું છે. ગરમી સંબંધીત બિમારી સામે હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. ગયા શુક્રવારથી આલ્રોહોલના વેચાણ પર નિયંત્રણ શરૂ કરાયું છે. ફ્રાન્સની ૮૦૦૦ સ્કુલોમાં વિદ્યાર્થીઓ અનિયમિત બની ગયા છે. ફ્રાન્સમાં પ્રવાસના કેટલાક સ્થળો બપોરે બંધ કરી દેવામાં આવે છે.









