Prasangpat

દિલ્હીમાં બે વર્ષમાં 32,000 ઇવી ચાર્જીંગ પોઇન્ટની તૈયારી

By GS Team
4 Jul 20263 mins read
TukuTouch Logo
પ્રદૂષણથી ત્રસ્ત દિલ્હીમાં રેખા ગુપ્તાની સરકારે નવી EV પોલિસી જાહેર કરી છે, જેમાં 9,000 EV ચાર્જિંગ પોઈન્ટ્સને 2028 સુધીમાં 32,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જોકે, વર્તમાન સરકારી EV સ્ટેશનો મેન્ટેનન્સના અભાવે ખોડંગાઈ રહ્યા છે. દિલ્હી સરકારે EV અપનાવવા ફ્રી ચાર્જિંગ અને સબસિડી જેવી યોજનાઓ પણ રજૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં બે વર્ષમાં 32,000 ઇવી ચાર્જીંગ પોઇન્ટની તૈયારી

પ્રદૂષણથી ત્રસ્ત દિલ્હી માટે નવી ઇવી પોલિસી
પ્રસંગપટ
સરકારે ઊભાં કરેલાં કેટલાંય ઇવી સ્ટેશનો ખોડંગાઈ રહ્યાં છે. વ્યવસ્થિત મેન્ટેનન્સનો અભાવ છે

ઇલેક્ટ્રિક વ્હીકલ હવે રોડ પર મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ફોર-વ્હીલર લક્ઝરી ઇવી કારની ખરીદી પણ સારા પ્રમાણમાં થાય છે. નવું વ્હીકલ ખરીદવાનું વિચારનારા ઇલેક્ટ્રિક વ્હીકલ પર પસંદગી ઉતારી રહ્યા છે. ફોર-વ્હીલર ઇવી લેનારાઓ માટે ચાજગની સમસ્યા ઊભી થાય છે. સત્તાવાળાઓએ ચાજગ સ્ટેશનો ઊભાં કર્યાં છે, પરંતુ ઇવી વ્હીકલધારકો કહે છે કે હાઈવે પરનાં ચાજગ સ્ટેશનો પર ભરોસો રાખીને લાંબા અંતરના પ્રવાસે જવું જોઈએ નહીં.
ઇલેક્ટ્રિક વ્હીકલ એક સમયે ટેકનોલોજીનો મુદ્દો હતો, પરંતુ હવે ઘેર-ઘેર ચર્ચાતો મુદ્દો બની ગયો છે. ઇવી સરવાળે સસ્તું પડે છે. ઘેર સોલાર પેનલ ધરાવનારાઓ માટે તો ઇવીનું ઈંધણ મફતમાં પડે છે. લોકો પેટ્રોલના ખર્ચામાંથી બચી જાય છે. ઇવીને પ્રોત્સાહન આપીને સત્તાવાળાઓ પર્યાવરણને વધારે પ્રદૂષિત થતું અટકાવવાની કોશિશ કરી રહ્યા છે. તેના કારણે ઓઇલની આયાત ઘટી શકે છે.
સરકારે ઊભાં કરેલાં ઇવી સ્ટેશન અનેક વાર ખોડંગાઈ જાય છે. તેનું મેન્ટેનન્સ કંગાળ હોય છે. કેટલાકમાં હાર્ડવેર કામ નથી કરતા. કેટલાકમાં પ્લગ કામ નથી કરતા, તો કેટલાકમાં વાયર ડેમેજ થયેલા હોય છે. જો તમે ઇવી કાર લઈને અમદાવાદથી મુંબઈ જવા નીકળો તો મોટાભાગની કંપનીની ઇવી કારને રસ્તામાં એકવાર ફૂલ ચાર્જ કરાવવું પડે છે.
ઇવીમાં ઇંધણનો કોઈ વિકલ્પ નથી હોતો. જો ચાજગ પોઇન્ટ પર લાઇટ ન હોય તો પણ ચાજગ થઈ શકતું નથી. હવે જ્યારે ઇવી કારની સંખ્યા વધી છે, ત્યારે ચાજગ સ્ટેશનો પર વેઇટિંગ જોવા મળે છે. ક્યાંક ચાજગ બહુ સ્લો હોય છે, તો ક્યાંક ચાજગના વાયરો ખરાબ હોય છે. ક્યારેક ઈવી ચાજગના સ્પોટ બહાર નોન-ઇવી કારના માલિકો પાકગ કરીને જતા રહે છે, જેને 'ICEd' (વાહનો દ્વારા ઇવી સ્પોટ રોકવાની ઘટના) કહે છે.
તાજેતરમાં દિલ્હીમાં રેખા ગુપ્તાની સરકારે નવી ઇવી પોલિસી જાહેર કરી છે, સાથે-સાથે ઇવી ચાજગ નેટવર્ક પર પણ બહુ ભાર મૂક્યો છે. દિલ્હીમાં ૯,૦૦૦ ઇવી ચાજગ પોઇન્ટ છે. ૨૦૨૮ સુધીમાં તે સંખ્યા ૩૨,૦૦૦ પર પહોંચાડવાની જાહેરાત કરી છે.
દિલ્હી પ્રદૂષણથી ત્રસ્ત છે. સરકાર પ્રદૂષણ ઓછું કરવાનો પ્રયાસ કરી રહી છે, તો સાથે સાથે જનતા પણ ઇવી વસાવીને યોગદાન આપવા માગે છે. દિલ્હી સરકાર જાણે છે કે લોકો ઇવીનો ઉપયોગ કરતાં કરવા હશે તો તેમને વિશેષ સ્કીમ આપીને પ્રોત્સાહિત કરવા પડશે.
દિલ્હીની સરકારે ફ્રી ચાજગ સિસ્ટમની જાહેરાત કરતાં કહ્યું હતું કે ઇવી વ્હીકલના વપરાશ વધારવા આડે આવતા તમામ અવરોધોને દૂર કરીશું. ચાજગ સ્ટેશન ઊભાં કરવાની અરજીનો ફટાફટ નિકાલ કરવા માટે દિલ્હી સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરી છે. કેટલીક સોસાયટીઓ, મંદિરો, બેંક વગેરેનાં કમ્પાઉન્ડમાં ચાજગ સેન્ટરો ઊભાં કરવા દિલ્હીની સરકારે વિચાર્યું છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની મદદ પણ લેવામાં આવી છે. દિલ્હી ટ્રાન્સ્કો નામની નોડલ એજન્સી ખોલવામાં આવી છે.
દિલ્હીમાં ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ ઇવી ચાલકોનું ખાસ ધ્યાન રખાયું છે. નવી ઇવી પોલિસીમાં પરંપરાગત ટુ-વ્હીલર્સ પરથી ઇવી વ્હીકલ પર શિફ્ટ થવા માટે વિશેષ યોજના ઘડવામાં આવી છે. દિલ્હી સરકારની ઓફિસોમાં કામ કરતા સ્ટાફને ફરજિયાત ઇવી લઈને ઓફિસ આવવાની સૂચના અપાશે. વળી, તમામ સરકારી વાહનો ઇવી આધારિત વપરાશમાં લેવાનું નક્કી કરાયું છે. દિલ્હીમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાને ૩૦,૦૦૦ રૂપિયાની સબસિડી મળશે. તેઓ પોતાનું જૂનું વ્હીકલ ભંગારમાં કાઢી નાખશે ત્યારે વધારાના ૧૦,૦૦૦ સુધીની રકમ મળી શકશે. ૩૦ લાખ સુધીની ઇવી કાર પર રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. ફ્રી રજિસ્ટ્રેશનની સુવિધા પણ અપાઈ છે.
ઇવી ક્ષેત્રને પ્રોત્સાહન આવકાર્ય છે. ભારતે ઓઈલની આયાત પર નિર્ભર રહેવાના બદલે તેના મજબૂત વિકલ્પ સમાન ઇલેક્ટ્રિક ઓપરેટેડ સિસ્ટમને અપનાવવાની દિશામાં પગલાં માંડયા છે. ભારત સરકારે ઇવી ક્ષેત્રે ઉત્પાદન તો વધાર્યું, પણ શરૂઆતથી જ ચાજગ સ્ટેશન પર ભાર મૂકવાનું ચૂકી ગયું હતું. હવે ઇવી કારની સંખ્યાની સાથે સાથે ચાજગ સ્ટેશનોની સમસ્યા પણ વધી છે.
દિલ્હીમાં નવી ઇવી પોલિસી કરતાંય વધુ ચર્ચા સરકારે ઇવી ચાજગ પોઇન્ટની સંખ્યા વધારવા પર મૂકેલા ભારની થાય છે.