ઓગસ્ટ CEO માટે નિવૃત્તિનો કાળ: ચન્દ્રશેખરન ટુ શશીધર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એચડીએફસી બેંકના શશીધર ૨૬ ઓક્ટોબર સુધી
- પ્રસંગપટ
- ટાટાગૃપ, એચડીએફસી બેંક, ગોદરેજ ગૃપ અને એપલ કંપનીના સીઇઓના રાજીનામાં
- ટીમ કૂક, સુધીર સીતાપતી,
- શશીધર જગદીશન,ચન્દ્રશેખરન
ઓગષ્ટ મહિનો પુરો થયો છે. શેરબજાર સાથે સંકળાયેલી મોટી કંપનીઓના સીઇઓના રાજીનામાના વિવાદો સાથે આખો મહિનો પસાર થયો છે. ટાટાગૃપના એન.ચન્દ્રશેખરને ત્રીજી ટર્મ માટે એપ્લાય નહીં કરવાની જાહેરાત કરીને સીઇઓે પદ છોેડવાનું પસંદ કર્યું હતું. ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંકના શશીધર જગદીશને પણ ૨૬ ઓક્ટોબર પછી નિવૃત્તિ જાહેર કરી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના સીઇઓ સુધીર સીતાપતીએ ૧૧ ઓગષ્ટે અચાનક રાજીનામું આપ્યું છે.
એવીજ રીતે ટોચની કંપનીની યાદીમાં આવતી એપલના સીઇઓ ટીમ કૂકે પણ સીઇઓે પદેથી ૩૦ ઓગષ્ટના રોજ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ટાટાગૃપ, એચડીએફસી બેંક, ગોદરેજ ગૃપ અને એપલ કંપનીના નામોે લોકજીભે ચઢેલા છે. દેશના લોકો આ કંપનીઓને ઓળખે છે અને તેમની પ્રોડક્ટ તેમજ વહિવટ પર ભરોસો કરતા પણ આવ્યા છે. નામાંકીત કંપનીઓના સીઇઓ જ્યારે રાજીનામું આપવાનું નક્કી કરે ત્યારે પડદા પાછળ કશુંક રંધાતું હોવાનો શક ઉભો થાય છે.
સીઇઓ એ મોટી કંપનીઓનો ચહેરો હોય છે. તેમની કામગીરી પર કંપનીનું બોર્ડ અને કંપનીના ગ્રાહકો ભરોસો મુકતા હોય છે. તેમના રાજીનામાની વાત આવે ત્યારે રોકાણકારો અને ગ્રાહકો તેમનો પ્રતિભાવ આપતા હોય છે. જેમકે ટાટાગૃપના સીઇઓ તરીકે જ્યારે ત્રીજી ટર્મ માટે એપ્લાય નહીં કરવાનું એન.ચન્દ્રશેખરને કહ્યું ત્યારે શેરબજારના બે સેશનમાંજ ટાટાગૃપની કંપનીઓને ૪૬,૦૦૦ કરોડનો ફટકો પડયો હતો.
ટાટાગૃપમાં પ્રમોટરો અને સીઇઓ વચ્ચેની કોલ્ડ વોર બહાર આવી હતી. સીઇઓ ચન્દ્રશેખરનના કેટલાક પ્રોજેક્ટોને અટકાવી દેવાયા હતા. ટાટા ગૃપે ટાટા ટ્રસ્ટની મંજૂરી લેવી પડતી હોઇ કોલ્ડ વોર જોવા મળતી હતી. કહે છે કે ચન્દ્રશેરખરનને ખ્યાલ આવી ગય ોહતો કે તેમને ત્રીજી ટર્મ માટે મંજૂરી નહીં અપાય એેટલે તેમણે સામે ચાલીનેજ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેમની હાલની ટર્મ આગામી ફેબુ્રઆરીમાં પુરી થાય છે.
એપલના ટીમ કૂકે તેમના સીઇઓના હોદ્દા પરથી રાજીનામું આપીને એપલના બોર્ડના એક્ઝિક્યુટીવ ચેરમેન બની રહ્યા છે જ્યારે તેમની જગ્યાએ નવા સીઇઓ તરીકે જ્હોન ટર્નસ આવશે. ટીમ કૂકની સીઇઓે તરીકેની સફર બહુ પ્રોફિટેબલ રહી હતી. તેમણે એપલની માર્કેટ વેલ્યૂ ૨૦૧૧માં ૩૫૦ અબજ ડોલરની હતી તેને ચાર ટ્રિલિયન પર પહોંચાડી હતી. તે નિવૃત્તિ નથી લેતા પણ ઉપલો હોદ્દો સ્વિકારી રહ્યા છે. ગોદરેજ કન્ઝ્યુમરના સુધીર સિતાપતીએ અચાનક રાજીનામાની વાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેના કારણે કંપનીના શેર્સમાં ૧૨ ઓગષ્ટે ૧૦ ટકાનું ગાબડું પડયું હતું.
એચડીએફસી બેંકના સીઇઓ અને એમડી શશીધર જગદીશને જ્યારે નવી ટર્મ માટે અનિચ્છા વ્યક્ત કરી તેમની જગ્યાએે નવા સીઇઓની શોધખોળ ચાલુ કરવી પડી છે પરંતુ સાથે સાથે શશીધરની નારાજગીના કારણો પણ જાણવા લોકો મથી રહ્યા છે. એચડીએફસી બેંકના મર્જર સહીતના કેટલાક વિવાદો વખતે શશીધરન એચડીએફસી બેંકમાં હતા. અતનુ ચક્રબોર્તીએ રાજીનામું આપ્યું તે પણ પડકાર સમાન હતું.
૧૯૯૪થી ૨૦૨૦ સુધી ૨૬ વર્ષ માટે બેંકના સીઇઓે તરીકે રહેનાર આદિત્યપુરીની જગ્યા પર શશીધરની નિમણૂક ૨૦૨૦માં થઇ હતી.
જગદીશન સામે સૌથી મોટી ચેેલેન્જ રિઝર્વ બેંકે ઉભી કરી હતી. ૨૦૨૦માં બેંકને ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ ૧ જુલાઇ ૨૦૨૩માં જ્યારે એચડીએફસી લિમીટેડ અને એચડીએફસી બેંકનું મર્જર થયું તે પણ મોટી ચેલેન્જ સમાન હતુ. પાર્ટ ટાઇમ ચેરમેન રાજીનામું આપવા માંગતા દરેક સીઇઓ તેમના કંપની માટે વફાદાર હતા અને કંપનીનો નફો પણ વધારનારા હતા.
રાજીનામું આપવા પાછળના કારણે તે ક્યારેય જાહેર કરતા નથી પરંતુ તેમની નજીકના લોકો જાણતા હોય છે કે તેમના કામો અટવાતા હોય છે. જ્યાં પ્રમોટરો સત્તા પર નથી હોતા ત્યાં વહેલા મોડા મતભેદો ઉભા થતા હોય છે. ટાટા ગૃપના સીઇઓ એન. ચન્દ્રશેખરનને આવા જ મતભેદોમાં અટવાયેલા રહેતા હતા. હકીકત એ છે કે રોકાણકારોનેઅને સ્ટાફને પોતાના સીઇઓ પર ભરોસો હોય છે. કેટલીક કંપનીઓમાં ઉપલા સ્તરે પણ ટાંટીયા ખેંચની રમત રમાતી હોય છે.




