રવિવારે ફિફાનો ફાઇનલ જંગ વિશ્વના 1.8 અબજ લોકો જોશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રસંગપટ
આવતી કાલે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ છે. ભારતમાં રવિવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યે મેચ જોવા મળશે. ફૂટબોલના રસિયાઓ જાગરણ કરશે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાનાર ફાઇનલને વિશ્વના કરોડો લોકો ટીવી પર જોશે. ઇન્ટરનેટ પર ફૂટબોલના એકેએક પાસિંગ પર કરોડો લોકો રિએક્શન આપે છે. આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી ફાઇનલમાં સ્પેન બીજી વાર વિશ્વ કપ જીતવા પ્રયાસ કરશે, તો આર્જેન્ટિના ચોથી વાર કપ જીતવા પ્રયાસ કરશે. ફિફા વર્લ્ડ કપની ફાઇનલ નજીક આવતાં જ ફિક્સિંગની અફવા તેજ બની છે. આર્જેન્ટિનાને જીતાડવા ફિક્સિંગ કરાયું હોવાની અફવા ચાલે છે.
છેલ્લે ૨૦૨૨માં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં આર્જેન્ટિના જીત્યું હતું. સ્પોર્ટ ક્ષેત્રે ફિક્સિંગની ચર્ચા નવી વાત નથી. ફિક્સિંગ કરનારા અતિ સક્રિય હોય છે અને ચાન્સ મળે તો ફિક્સિંગની ગેમ રમી નાખે છે. જે મેચોમાં આર્જેન્ટિનાની તરફેણ કરાઈ છે તેના વીડિયો સોશિયલ નેટવર્ક પર ફરી રહ્યા છે, જેમાં રેફરીએ આર્જેન્ટિનાની તરફેણ કરી હોય તેવું ક્લિયર કટ જોવા મળે છે. ફિફાની ફાઇનલ જોવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચવાના છે. જે ટીમ જીતશે તેને ટ્રોફી પણ ટ્રમ્પના હાથે અપાય તેવું આયોજન કરાયું છે.
આર્જેન્ટિનાની છેલ્લી બે મેચોમાં રેફરીએ લીધેલા કેટલાક નિર્ણયો આર્જેન્ટિનાની તરફેણમાં હોય એમ દર્શકોને અનેક વાર લાગ્યું હતું. ફૂટબોલ પ્રેમીઓ કહે છે કે જે સ્ટાર પ્લેયર છે તેમને શંકાનો લાભ આપીને બચાવાય છે. ફૂટબોલના રસિકો અને જાણકારો જાહેરમાં કહે છે કે મેસ્સી અને તેમના ખેલાડીઓના કેટલાક ફાઉલ નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
ફૂટબોલના રસિકો કહે છે કે ફૂટબોલની મેચોમાં રેફરીના નિર્ણયો અનેકવાર ઉતાવળિયા અને શંકાસ્પદ લાગે છે. કેટલીક વાર કોઈ ટીમની તરફેણ કરાતી હોય એમ લાગે છે. ક્રિકેટમાં જેમ થર્ડ અમ્પાયર હોય છે, એમ ફિફામાં વિડિયો આસિસ્ટન્ટ રેફરી હોય છે, જે આખી મેચનું નિરીક્ષણ કર્યા કરે છે. ફિફાની મેચોમાં સ્વિત્ઝર્લેન્ડની ટીમના ખેલાડીને સીધું જ રેડ કાર્ડ બતાવી દેવાયું હતું, છતાં રેફરીની ટીકા થઈ નહોતી.
ફિફામાં રેફરી માટેની આધુનિક ગાઇડલાઇન્સ જોતાં કોઈ એક ટીમની તરફેણ કરવી સહેલી નથી, પરંતુ જે રીતે આર્જેન્ટિના અને મેસ્સીને હાઇલાઇટ કરવામાં આવે છે, તે જોતાં ફિક્સિંગની ગંધ આવી રહી છે.
મેસ્સીએ ફૂટબોલ ક્ષેત્રે પોતાની વિરાટ ઓળખ ઊભી કરી છે. વિશ્વ ફૂટબોલના ઇતિહાસમાં તેણે સૌથી વધુ ગોલ કરનારા તરીકે ખેલાડી નામના મેળવી છે. તેણે બે વર્લ્ડ ગોલ્ડન બોલના એવોર્ડ પણ
જીત્યા છે.
કેટલીય રમતોમાં, ખાસ કરીને ક્રિકેટ અને ફૂટબોલમાં મેચ ફિક્સિંગના આરોપો થતા રહે છે. તે દેખીતી રીતે પકડી શકાતા નથી, પરંતુ તેના અદ્રશ્ય તાણાવાણા મેદાનથી બહુ દૂર બેઠેલા સટ્ટાખોરો સાથે સંકળાયેલા હોય છે.
વિશ્વના ખેલકૂદપ્રેમીઓનું ધ્યાન ખેંચતી સ્પર્ધાત્મક સ્પોર્ટ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપ, એનબીએ ફાઇનલ, સુપર બોલ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિકેટ વર્લ્ડ કપ જોનારાની સંખ્યા વધારે હશે એમ માનવાની જરૂર નથી. ફિફા વર્લ્ડ કપ જોનારા સૌથી વધુ હોય છે. આવતીકાલે રમાનારા ફિફા વિશ્વ કપની ફાઇનલ ૧.૮ અબજ લોકો જોશે એમ મનાય છે. ન્યૂયોર્કના સ્ટેડિયમમાં જ ૮૦,૮૮૩ લોકો મેચ જોશે.
એનબીએની ફાઇનલ ૭૫ મિલિયન લોકોએ જોઈ હતી. ફિફાની ૨૦૨૨ની ફાઇનલ મેચને ૧.૫ અબજ લોકોએ જોઈ હતી. જ્યારે ૧.૮ અબજ લોકો ફિફાનો જંગ જોતા હશે ત્યારે ફકિસંગની વાત એક કીકથી ઊડી જવાની છે. પરંતુ સોશિયલ નેટવર્ક પર ખૈંખછ = ખૈટૈહય ૈંા ડિબેટ બહુ ચાલે છે. ફિફા વર્લ્ડ કપ આર્જેન્ટિના જીતશે અને જો તેમાં રેફરીની કોઈ તરફેણ જોવા મળશે, તો દર્શકોના મનમાં ફિક્સિંગનું ભૂત ધૂણશે તે નક્કી છે.









