Get The App

લંપટ ડૉક્ટર સસરાએ પુત્રવધુને એકલી જોઈ અડપલાં કર્યા હતા

- સમીના પિતા-પુત્ર સામે વધુ એક ફરિયાદ

- સમી પોલીસ સમક્ષ પુત્રવધુએ આપ્યું નિવેદનઃ સસરાએ ત્રાસ આપવામાં કઈ બાકી રાખ્યું નથી

Updated: Sep 21st, 2019

GS TEAM

Google News
Google News
લંપટ ડૉક્ટર સસરાએ પુત્રવધુને એકલી જોઈ અડપલાં કર્યા હતા 1 - image

રાધનપુર,તા.20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

પાટણ જિલ્લાના સમી ખાતે દવાખાનુ ચલાવતા મહેન્દ્ર મોદી અને તેના લંપટ પુત્ર દ્વારા મહિલા દર્દીઓ સાથે કરેલ સેક્સલીલાનો વિડીયો વાયરલ થતા પિતા-પુત્રને લોકોએ મારમારી પોલીસના હવાલે કર્યા હતા. લંપટ ર્ડાક્ટર પિતા-પુત્રના પ્રકરણે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ર્ડાક્ટર સસરા દ્વારા પુત્રવધુને પણ હવસનો શિકાર બનાવવાની કોશીશ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતા થવા પામ્યો હતો. આ ફરિયાદમાં પુત્રવધુએ  પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.

સમી ખાતે દવાકાનું ધરાવતા ર્ડાક્ટર મહેન્દ્ર મોહનલાલ મોદીના મોટા દિકરા કિશાન મોદીની પત્નીએ સમી પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર આજથી છ વર્ષ અગાઉ તેના લગ્ન કિશન સાથે થયા હતા અને પતિ દિયર અને સાસુ-સસરા સાથે સમી ખાતે આવેલ સોનીયાશેરી ખાતે આવેલ મકાનમાં રહેતી હતી. બે વર્ષ બાદ મહેસાણા મુકામે નવિન મકાન બનાવતા સાસુ-સસરા અને દિયર મહેસાણા ખાતે રહેવા ગયા હતા અને તેના સસરા મહેન્દ્ર મોદી પાસે બી.એ.એમ.એસ.ની ડીગ્રી હોઈ તેમને મહેસાણા મોદી હોસ્પિટલો શરુ કરી હતી. જ્યારે તેના પતિ કિશન પાસે આઈટીઆઈની ડીગ્રી હતી. મેડિકલની કોઈ ડીગ્રી ના હોવાછતાં તેઓ સોમવારથી શુક્રવાર સુધી સમી ખાતેના દવાખાનામાં દર્દીઓની સારવાર કરતા હતા. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે તેમના સસરા મહેન્દ્રભાઈ સમી ખાતે આવતા હતા અને કિશન મોદી રાધનપુર ખાતે આવેલ અમી આંખની હોસ્પિટલ ખાતે કાનની બુટ્ટ સાંધવા સારુ જતો હતો. શનિ અને રવિવારના બે દિવસ મહેન્દ્ર મોદી સમી ખાતે પુત્રના ઘેર રહેતો હતો. લગ્નના બે વર્ષ બાદ પતિ કિશન દ્વારા અવાર-નવાર તારુ ચરિત્ર સારુ નથી અને તારે કોઈ માણસ સાથે આડા સંબંધો હોવાના આક્ષેપો કરીને પત્નીને હેરાન કરતો હતો. અને ઘરમાંથી એકલા નીકળવા પર પ્રતિબંધ કરીને આખો દિવસ ઘરમાં એકલા રહેવાનું કહીને પતિ કિશન મોદી અને સસરા મહેન્દ્ર મોદી દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે પત્નીને તેના માતા-પિતાને મળવા પણ દેતો નહી જ્યારે સસરા મહેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવતું કે તું સિદ્ધપુરના મેળામાં રખડતી ભટકતી હતી અને તને અમારા ઘરનું કામ કરાવવા લાવેલ છે. અને તારે આખા ઘરનું કામ એકલીએ જ કરવાનું અને તારે ઘરની બહાર નહી જવાનું કહીને પત તેમજ સસરા દ્વારા શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લગભગ નવેક માસ અગાઉ શનિવારે ર્ડા.મહેન્દ્ર મોદી સમી ખાતે આવેલ જ્યારે કિશન મોદી રાધનપુર ખાતે કાનની બુટ્ટો સાંધવા ગયો હતો. બપોરના સમયે લંપટ ર્ડાક્ટર જમવા માટે પુત્રના ઘેર આવેલો. ઘરમાં પુત્રવધુ એકલી જ હતી. પુત્રવધુએ સસરાને જમવાનું આપીને પ્રથમ માળે જઈને આરામ કરતી હતી. ત્યારે લંપટ ર્ડાક્ટર મહેન્દ્ર મોદી જમ્યા બાદ ઉપરના માળે ગયો હતો અને સુતેલી પુત્રવધુને અડપલા કરવા લાગ્યો હતો. પુત્રવધુ જાગી જતા અને બેડ ઉપર ઉભી થઈ ગઈ હતી અને સસરાને નજદીક જોઈને ગભરાઈ ગઈ હતી. અને તમે શું કરો છો તેમ સસરાને પુછતા લંપટ ર્ડાક્ટરે પુત્રવધુને બેડ ઉપર સુઈ જવા કહેતા પુત્રવધુ ગભરાઈ ગયેલ અને બૂમો પાડવાની કોશીશ કરી હતી. પરંતુ લંપટ ર્ડાક્ટરે પુત્રવધુને ધમકી આપી હતી કે જો તું આ વાત તારા પતિ કે તારા માતા-પિતાને કહીશ તો હું તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તારા માતા પિતાને પણ મરાવી નાખવાની સસરાએ ધમકી આપી હતી. પતિ કિશન અને સસરા મહેન્દ્ર મોદી દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ તેમજ સસરા દ્વારા ખરાબ માંગણી કરવા બદલ પુત્રવધુએ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

Tags :