Panchmahal

નવરાત્રિ માટે પાવાગઢ રોપ-વે અને દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર, ભક્તોની ભીડને ધ્યાને રાખી નિર્ણય

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
પાવાગઢ: આસો નવરાત્રિમાં પાવાગઢના કાલિકા માતા મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ અને રોપ-વે સંચાલકોએ સમયમાં ફેરફાર કર્યો છે. નવરાત્રિ દરમિયાન મંદિર સવારે 5-6 વાગ્યે ખુલશે અને રાત્રે 8:30 સુધી દર્શન થઈ શકશે. રોપ-વે સેવા સવારે 4 વાગ્યાથી શરૂ થશે, જે ભીડ વધુ હોય તો મોડી રાત સુધી ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ માટે પાવાગઢ રોપ-વે અને દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર, ભક્તોની ભીડને ધ્યાને રાખી નિર્ણય

Pavagadh Kalika Mata Temple Darshan-Ropeway Timings Navratri: યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન શ્રી કાલિકા માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ભક્તોની આ ભારે ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી પાવાગઢ ટ્રસ્ટ તથા રોપ-વે સંચાલકો દ્વારા દર્શન અને રોપ-વે સેવાના સમયપત્રકમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવરાત્રિના દિવસોમાં મંદિરના દ્વાર દરરોજ સવારે 5-6 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રિના 8:30 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે.

નવરાત્રિ માટે પાવાગઢ રોપ-વે અને દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

યાત્રાળુઓની સુગમતા માટે રોપ-વે સેવાની કામગીરીમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સવારે 5:00 વાગ્યાથી શરુ થતી રોપ-વે સેવા નવરાત્રિના તહેવાર દરમિયાન વહેલી સવારે 4:00 વાગ્યાથી જ કાર્યરત કરી દેવાશે. ખાસ કરીને આસો નવરાત્રિના નોરતાના મહત્ત્વના દિવસો જેવા કે એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નોમ, તેરસ, ચૌદસ અને પૂનમના દિવસે રોપ-વે સેવા સવારે 4:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રિના 9:00 વાગ્યા સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

ટ્રસ્ટ અને રોપ-વે સંચાલકોના જણાવ્યા અનુસાર, જો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ડુંગર પર દર્શનાર્થે આવતા ભક્તોની ભીડ વધુ જોવા મળશે, તો શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા મોડી રાત સુધી પણ ચાલુ રાખવામાં આવશે. નવરાત્રિના પાવન અવસરે મા કાળીના ધામે પહોંચતા ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પગલાં સઘન બનાવવામાં આવ્યા છે.