VIDEO| પંચમહાલ: ગોધરામાં ધો.7ના વિદ્યાર્થીને લાફા મારનાર સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાન્સ શિક્ષક સસ્પેન્ડ, વાલીના હોબાળા બાદ કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Swaminarayan Gadi School Controversy: પંચમહાલના ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદ મામલે ડાન્સ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને 4થી 5 લાફા મારવાની ઘટનામાં ડાન્સ શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી.
ગોધરામાં ધો.7ના વિદ્યાર્થીને લાફા મારનાર સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાન્સ શિક્ષક સસ્પેન્ડ
મળતી માહિતી મુજબ, ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડાન્સ શિક્ષકે માર મારતા વિદ્યાર્થીના ગાલ પર સોજો અને કાનમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતુસર દાખલ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે ગોધરા ‘A’ ડિવિઝન પોલીસે ડાન્સ શિક્ષક શકલીન અઝગર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાને પગલે આજે(01 ઓક્ટોબર) શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખી વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જો કે, વાલીઓના હોબાળા બાદ શાળા સત્તાધીશોએ ડાન્સ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે.




