ગોધરામાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધો.7 ના વિદ્યાર્થીને 4-5 લાફા ઝીંકી દેતા હોસ્પિટલ ખસેડવો પડ્યો, પોલીસમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Swaminarayan Gadi School Controversy | ગોધરામાં જાણીતી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદોમાં આવી ગઈ છે. અહીં એક ડાન્સ શિક્ષકે ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને 4થી 5 લાફા માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ બાળકના ગાલ પર સોજો આવી ગયો હતો અને પછી કાનમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતુસર દાખલ કરવાની ફરજ પડી હતી.
પરિવારનો સ્કૂલ સામે આક્ષેપ
આ ઘટના બન્યા બાદ પરિવારે આક્ષેપ કર્યો હતો કે આ ઘટના વિશે જ્યારે અમે સ્કૂલના તંત્રને ફરિયાદ કરી તો તેમણે CCTV બતાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. શાળા તરફથી ન્યાય ન મળતાં પરિવારે પોલીસ મથકે પહોંચી શિક્ષક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાવની ફરજ પડી હતી. આ મામલે ગોધરા ‘A’ ડિવિઝનમાં ડાન્સ શિક્ષક શકલીન અઝગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.




