News Focus

ફ્રાન્સમાં હિંસક જેનઝી ક્રાંતિ : શિક્ષણ બચાવવા વિદ્યાર્થીઓ મેદાને

By GS Team
4 Oct 20267 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં જાહેર દેવું રેકોર્ડબ્રેક 3.596 ટ્રિલિયન યુરો થતાં, સરકારે 54 અબજ યુરોની બચત માટે શિક્ષણખર્ચમાં કાપ મૂક્યો છે. આનાથી દેશભરની 500થી વધુ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો રોષે ભરાયા છે, જે હિંસક વિરોધ પ્રદર્શનોમાં પરિણમ્યું છે. પેરિસથી માર્સેલી સુધી શહેરી રમખાણો, આગચંપી અને પોલીસ સાથે અથડામણ જોવા મળી રહી છે. 440થી વધુ લોકોની અટકાયત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રાન્સમાં હિંસક જેનઝી ક્રાંતિ : શિક્ષણ બચાવવા વિદ્યાર્થીઓ મેદાને
  • સરકારે દેવું ઓછું કરતા શિક્ષણખર્ચમાં કાપ મુકતા દેશભરની શાળા-કોલેજોમાં વિદ્યાર્થી-શિક્ષકો આકરાપાણીએ, ૫૦૦થી વધુ શાળા-કોલેજો બંધ
  • ૨૦૨૬ ના મધ્ય સુધીમાં ફ્રાન્સનું જાહેર દેવું રેકોર્ડબ્રેક ૩.૫૯૬ ટ્રિલિયન યુરો ઉપર પહોંચી ગયું છે, જે જીડીપીના આશરે ૧૧૯ ટકા જેટલું છે. સરકારી અંદાજ મુજબ જો તેને અંકુશમાં ન લેવાય તો ૨૦૨૭ સુધીમાં આ દેવું જીડીપીના ૧૨૧.૭ ટકા સુધી પહોંચી શકે છે. સોવરેન ક્રેડિટ ડાઉનગ્રેડ ટાળવા અને જાહેર ખાધને ફરીથી યુરોપિયન યુનિયનના લક્ષ્યાંક મુજબ લાવવા માટે, લેકોર્નુએ ૫૪ અબજ યુરોની બચત પર કેન્દ્રિત ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું : માત્ર ફ્રાન્સના રાષ્ટ્રીય દેવા પરનું વ્યાજ ચૂકવવા માટે આ વર્ષે સરકારને ૭૯ અબજ યુરોનો ખર્ચ થવાનો અંદાજ છે, જે ૨૦૨૭માં વધીને અસાધારણ રીતે ૯૧ અબજ યુરો થઈ જશે. આનો અર્થ એ થયો કે ફ્રાન્સ ટૂંક સમયમાં પોતાના બાળકોના શિક્ષણ (૬૫.૫ અબજ યુરો) કે સરહદોની સુરક્ષા (૬૩.૪ અબજ યુરો) કરતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને વ્યાજ ચૂકવવા પાછળ નોંધપાત્ર રીતે વધુ નાણાં ખર્ચશે

ફ્રાન્સમાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. દેશના મોટા મોટા શહેરોમાં વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ તથા સામાન્ય લોકો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થીજૂથો દ્વારા સ્કૂલો અને કોલેજોમાં હિંસક વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાય દિવસથી ચાલી રહેલો વિરોધ હવે હિંસક બની રહ્યો છે. શુક્રવારે અનેક સ્કુલોમાં અને કોલેજોમાં તોડફોડ કરવામાં આવી, આગચંપી કરવામાં આવી અને ફાયરબ્રિગેડના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી. સરકાર દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો અને બજેટમાં કરકસરના નામે કરવામાં આવેલા ઘટાડાને કારણે પ્રજામાં રોષ ભભૂકી ઉઠયો છે. તેમાંય શિક્ષણ જગત સાથે અન્યાય અને ચેડાં થવાના કારણે લોકો હિંસક બની રહ્યા છે. શુક્રવારે જે હિંસા ફેલાઈ તેના પગલે ૫૦૦થી વધારે શાળાઓ બંધ કરવામાં આવી અને એક ડઝનથી વધારે યુનિવર્સિટીઓને પણ બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાના અંતમાં જર્જરિત વર્ગખંડો, શિક્ષકોની ગંભીર અછત અને વર્ગમાં વિદ્યાર્થીઓની વધુ પડતી સંખ્યા સામે શરૂ થયેલો સ્થાનિક સ્તરનો વિરોધ હવે સમગ્ર ફ્રાન્સમાં વ્યાપક જાહેર ક્ષેત્રની મજૂર હડતાળમાં પરિવર્તિત થઈ ગયો છે. સરકારના વિવાદાસ્પદ ૫૪ અબજ યુરોના કડક કરકસરના બજેટને પગલે ભડકેલું આ આંદોલન હવે પેરિસથી લઈને માર્સેલી સુધી શહેરી રમખાણો, આગજની અને રમખાણ નિયંત્રણ પોલીસ સાથેની હિંસક અથડામણોમાં ફેરવાઈ ગયું છે. દેશભરમાં અનેક હાઈસ્કૂલો અને ડઝનબંધ યુનિવર્સિટી કેમ્પસને બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેમની કામગીરી ખોરવાઈ ગઈ છે. સત્તાવાળાઓએ ૪૪૦થી વધુ લોકોની અટકાયત કરી છે, જેમાં મોટા ભાગના સગીરો છે. બીજી તરફ ડઝનબંધ સુરક્ષાકર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. રાષ્ટ્રીય ખર્ચ અંગે સંસદમાં ચર્ચા શરૂ થાય તે પહેલાં, ફાયર બ્રિગેડના વાહનો સળગાવી દેવાતા, શાળાના વહીવટકર્તાઓને નિશાન બનાવવામાં આવતા અને પથ્થરમારાના કારણે કટોકટી સેવાઓને પીછેહઠ કરવી પડતા ફ્રાન્સનું રાજકીય નેતૃત્વ રસ્તાઓ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
જાણકારોના મતે, આ આંદોલને શરૂઆતમાં પેરિસની આસપાસના શ્રમજીવી ઉપનગરો (બાનલિયુ)માં જોર પકડયું હતું, જે બાદમાં લીલ, લિયોન, નાંતેસ, માર્સેલી, બોર્ડેક્સ, રેન્સ, તુલોઝ અને સ્ટ્રાસબર્ગ સહિતના મોટા પ્રાદેશિક મેટ્રોપોલિટન કેન્દ્રોમાં ફેલાઈ ગયું હતું. સવારે શાળાના વર્ગો અટકાવવા માટે પ્રદર્શનકારીઓએ શરૂઆતમાં પરંપરાગત રીત અપનાવી હતી. શાળાના દરવાજા આગળ કચરાપેટીઓ, લાકડાના પલેટ્સ અને ધાતુની વાડ મૂકીને રસ્તા બ્લોક કરી દીધા હતા. જોકે, આ અઠવાડિયાના મધ્ય સુધીમાં આ બ્લોકેડ વધુ આક્રમક બન્યા, કારણ કે વિદ્યાર્થીઓના મેળાવડામાં મોઢે માસ્ક બાંધેલા અસામાજિક તત્વોના જૂથો પણ જોડાઈ ગયા હતા.
ફ્રાન્સના બીજા સૌથી મોટા શહેર માર્સેલીમાં હિંસા અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગઈ હતી. લિસી સેન્ટ-એક્ઝયુપેરી શાળા બહાર પ્રદર્શનકારીઓએ શાળાની આસપાસ બેરિકેડ્સ અને કાટમાળમાં આગ લગાવી દીધી હતી. જ્યારે માર્સેલી મરીન ફાયર બટાલિયનનું ફાયર એન્જિન આગ ઓલવવા પહોંચ્યું, ત્યારે સેંકડો લોકોના ટોળાએ વાહનને ઘેરી લીધું હતું. કાળા કપડાં પહેરેલા લોકોએ લોખંડના સળિયા વડે વાહન પર હુમલો કર્યો અને પથ્થરો ફેંક્યા, જેના કારણે કટોકટી ટીમને વાહન છોડીને ભાગવું પડયું હતું. ત્યારબાદ ટોળાએ તે ફાયર ટ્રકને સંપૂર્ણપણે સળગાવી દીધી હતી. તે જ સમયે, માર્સેલીની લિસી વિક્ટર હ્યુગો શાળા ખાતે વહીવટી કચેરી બહાર રહેલા કચરાના ડબ્બાઓને સળગાવવાના પ્રયાસ દરમિયાન શાળાના પ્રિન્સિપાલ અને વાઈસ-પ્રિન્સિપાલ પર પેટ્રોલ છંટાઈ ગયું હતું. આથી તેમને ફસાયેલા શિક્ષકો સાથે શાળાની અંદર આશરો લેવાની ફરજ પડી હતી.
બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ શહેર નાંતેસમાં શાળાના સ્ટાફ પર સંકલિત હુમલાઓ બાદ કટોકટી સેવાઓએ એક હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વાર પર લાગેલી આગ પર કાબૂ મેળવવો પડયો હતો. સ્ટ્રાસબર્ગમાં રમખાણ કરતા જૂથોની ઝડપી હિલચાલ અટકાવવા સ્થાનિક તંત્રને મ્યુનિસિપલ ટ્રામ લાઈનો બંધ કરવાની ફરજ પડી હતી. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ રમખાણોને ડામવા માટે આકરા પગલાં લીધાં છે. બ્લોકેડ હટાવવા માટે 'કંપનીઝ રિપબ્લિકેઇન્સ ડી સિક્યોરિટી' (ભઇજી) અને જેન્ડરમેરી દળોએ ટીયર ગેસના સેલ, ફ્લેશ-બેંગ ગ્રેનેડ્સ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. લિયોન અને સમગ્ર રોન પ્રદેશમાં, પોલીસ અધિકારીઓએ નોંધ્યું કે તેમના પર પથ્થરો, ફટાકડા અને ઓછામાં ઓછી સાત ઘટનાઓમાં અત્યંત ઘાતક હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલા પાત્રો ફેંકવામાં આવ્યા હતા. જાણકારોના મતે સરકારની આ કામગીરીઓ વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલનને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે તે ફ્રાન્સના ટ્રેડ યુનિયન મહાસંઘો દ્વારા આયોજિત રાષ્ટ્રીય વિરોધ દિવસ સાથે જોડાયું. હાઈસ્કૂલના બ્લોકેડ સાથે સરકારી ક્ષેત્રની હડતાળ પણ જોડાઈ ગઈ, જેમાં સરકારી કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ, પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ અને ફાયર ફાઈટરો કામ છોડીને વિરોધમાં જોડાયા હતા. યુનિયનોએ ફ્રાન્સના મુખ્ય શહેરોમાં ૧૭૦થી વધુ સંયુક્ત રેલીઓનું આયોજન કર્યું હતું. દક્ષિણ ફ્રાન્સમાં ઉનાળા દરમિયાન લાગેલી ભીષણ દાવાનળની આગ બાદ ફાયર ફાઈટરોની ભાગીદારી ખાસ નોંધપાત્ર રહી હતી.
ફાયર સર્વિસના કર્મચારીઓ પેરિસ અને લિયોનના રસ્તાઓ ઉપર બજેટ કાપનો વિરોધ કરવા ઉતર્યા હતા. તેમનો તર્ક છે કે આ કાપને કારણે કટોકટી સેવાઓ પાસે સાધનોની જોખમી અછત સર્જાઈ છે.
આ ઉપરાંત શક્તિશાળી જનરલ કન્ફેડરેશન ઓફ લેબર યુનિયને લેકોર્નુ સરકારને ખર્ચ કાપ અને વેતન સ્થગિત કરવાના પ્રસ્તાવને પાછો ખેંચવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ નહીં થાય, તો યુનિયન નેતૃત્વ રાષ્ટ્રીય પરિવહન, ઊર્જા ક્ષેત્રો અને લોજિસ્ટિક્સ હબમાં વ્યાપક અનિશ્ચિતકાલીન હડતાળની જાહેરાત કરશે. ઘણા લોકો આ પરિસ્થિતિની સરખામણી મે ૧૯૬૮ના ઐતિહાસિક વિદ્યાર્થી-મજૂર વિદ્રોહ તેમજ ૨૦૦૬ના ફર્સ્ટ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનો સાથે કરી રહ્યા છે, જ્યાં અઠવાડિયાઓ સુધી યુનિવસટીઓ બંધ રહ્યા બાદ આખરે સરકારે શ્રમ કાયદો પાછો ખેંચવો પડયો હતો. અગાઉના દાયકાઓમાં ફ્રેન્ચ સરકારો ખર્ચ વધારીને, જાહેર ક્ષેત્રમાં ભરતી કરીને અથવા સામાજિક કલ્યાણ કાર્યક્રમોને સબસિડી આપીને સામાજિક સંઘર્ષોનો ઉકેલ લાવી શકતી હતી. પરંતુ હાલમાં ૩.૫૯૬ ટ્રિલિયન યુરોનું જંગી દેવું એલિસી પાસેથી તાત્કાલિક નાણાકીય રાહત આપવાના તમામ સરળ વિકલ્પો ઘટાડી રહ્યું છે.

ફ્રાન્સનું જાહેર દેવું જીડીપીના આશરે ૧૧૯ ટકા જેટલું થઈ ગયું છે
ખાસ વાત એ છે કે, આ રાષ્ટ્રીય કટોકટીનું તાત્કાલિક કારણ વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુની સરકાર દ્વારા તૈયાર કરાયેલ કરકસર બજેટ છે, જેનો ઉદ્દેશ્ય દેશની વધતી જતી માળખાકીય ખાધને અંકુશમાં લેવાનો છે. ફ્રાન્સ અભૂતપૂર્વ જાહેર દેવાનો સામનો કરી રહ્યું છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ એજન્સીના ડેટા અનુસાર, ૨૦૨૬ના મધ્ય સુધીમાં ફ્રાન્સનું જાહેર દેવું રેકોર્ડબ્રેક ૩.૫૯૬ ટ્રિલિયન યુરો ઉપર પહોંચી ગયું છે, જે જીડીપીના આશરે ૧૧૯ ટકા જેટલું છે. સરકારી અંદાજ મુજબ જો તેને અંકુશમાં ન લેવાય તો ૨૦૨૭ સુધીમાં આ દેવું જીડીપીના ૧૨૧.૭ ટકા સુધી પહોંચી શકે છે. અમેરિકા અથવા જર્મનીથી વિપરીત, ફ્રાન્સ પર યુરોપિયન કમિશન, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને વૈશ્વિક બજારો તરફથી તેના જાહેર ખર્ચમાં ઘટાડો કરવાનું દબાણ છે.
સોવરેન ક્રેડિટ ડાઉનગ્રેડ ટાળવા અને જાહેર ખાધને ફરીથી યુરોપિયન યુનિયનના લક્ષ્યાંક મુજબ લાવવા માટે, લેકોર્નુએ ૫૪ અબજ યુરોની બચત પર કેન્દ્રિત ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ હેઠળ નાગરિક મંત્રાલયોના ખર્ચમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે, જાહેર માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણ ફંડ અટકાવી દેવામાં આવ્યા છે અને શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ તથા સરકારી બાબુઓ સહિતના કર્મચારીઓના મૂળ વેતન ૨૦૨૭ સુધી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ રાજકીય ગણિત અત્યંત જોખમી છે.
માત્ર ફ્રાન્સના રાષ્ટ્રીય દેવા પરનું વ્યાજ ચૂકવવા માટે આ વર્ષે સરકારને ૭૯ અબજ યુરોનો ખર્ચ થવાનો અંદાજ છે, જે ૨૦૨૭માં વધીને અસાધારણ રીતે ૯૧ અબજ યુરો થઈ જશે. આનો અર્થ એ થયો કે ફ્રાન્સ ટૂંક સમયમાં પોતાના બાળકોના શિક્ષણ (૬૫.૫ અબજ યુરો) કે સરહદોની સુરક્ષા (૬૩.૪ અબજ યુરો) કરતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને વ્યાજ ચૂકવવા પાછળ નોંધપાત્ર રીતે વધુ નાણાં ખર્ચશે.

વહીવટી નિષ્ફળતાથી ફ્રાન્સનું પ્રાથમિક અને માધ્યમિક જાહેર શિક્ષણ કટોકટીના આરે
હાલનું ધ્યાન કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ તરફ ગયું છે, પરંતુ વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે આ રમખાણો શિક્ષણ વ્યવસ્થાના પતનનું દુ:ખદ પરિણામ છે. વર્ષોથી ચાલી રહેલા બજેટ કાપ, નવી ભરતીઓ પર પ્રતિબંધ અને વહીવટી ફેરબદલોને કારણે ફ્રાન્સનું પ્રાથમિક અને માધ્યમિક જાહેર શિક્ષણ કટોકટીના આરે આવી પહોંચ્યું છે. વિદ્યાર્થીઓના આક્રોશ પાછળ રોજિંદા જીવનની કેટલીક મુખ્ય સમસ્યાઓ છે :
મોટા વર્ગખંડો : વર્ગદીઠ ૩૪ થી ૩૮થી વધુ વિદ્યાર્થીઓ હોય છે, જેના કારણે શિક્ષકો માટે દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવું અશક્ય બને છે અને વર્ગખંડોની ક્ષમતા પર પણ બોજ પડે છે.
શિક્ષકોની અછત : દેશભરમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે.
અવેજી શિક્ષકોની પણ અછત હોવાથી વિદ્યાર્થીઓને ગણિત, ભૌતિકશાસ્ત્ર અને આધુનિક ભાષાઓ જેવા મુખ્ય વિષયોમાં અઠવાડિયા કે મહિનાઓ સુધી શિક્ષણ મળતું નથી.
જર્જરિત ઇમારતો : સમગ્ર યુરોપમાં પાનખર ઋતુમાં અસામાન્ય ઊંચા તાપમાને જૂની ફ્રેન્ચ શાળાની ઇમારતોની નબળાઈ છતી કરી છે. યોગ્ય ઇન્સ્યુલેશન, વેન્ટિલેશન કે ક્લાઇમેટ કંટ્રોલ ન હોવાને કારણે હીટવેવ દરમિયાન વર્ગખંડોમાં બેસવું અશક્ય બની જાય છે.
કડક પોલીસ કાર્યવાહી : વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થાઓ બહાર પોલીસના કડક વલણની આકરી ટીકા કરી છે. તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ ધરણાં સામે પણ સુરક્ષા દળો સંવાદ સાધવાને બદલે ડરાવવાનો માર્ગ અપનાવે છે.