World

સ્મિત મચ્છર પર હુમલો કરનારા પાઈલટને પરમીશન કેવી રીતે મળી? નેતન્યાહૂએ નિયમોમાં ખામી સ્વીકારી

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં થયેલા હુમલા અંગે નવા ખુલાસા થયા છે. ઇઝરાયલના PM નેતન્યાહૂએ જણાવ્યું કે, ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત ઓમાનના પાયલટે પોતાના જ સાથી પર ચાકુથી હુમલો કરી વિમાનને પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીથી મુસાફરોએ હુમલાખોરને કાબૂમાં લઈ સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. UAE અને અમેરિકાએ ઈરાનનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્મિત મચ્છર પર હુમલો કરનારા પાઈલટને પરમીશન કેવી રીતે મળી? નેતન્યાહૂએ નિયમોમાં ખામી સ્વીકારી
IMAGE - IANS

Flydubai Flight Hijack Attempt: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં તાજેતરમાં બનેલી ચોંકાવનારી ઘટના અંગે નવા ખુલાસા સામે આવ્યા છે. આ મામલે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તપાસથી એવા સંકેતો મળે છે કે ફ્લાઇટમાં પોતાના જ સાથી પાયલટ પર ચાકુથી હુમલો કરી વિમાન પર કબ્જો કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટના પાછળનું મોટો ઉદ્દેશ્ય વિમાનને પાડી નાખવાનો હતો.

સફર શરૂ થયાના આશરે બે કલાક બાદ આ વિમાન અચાનક 5,200 મીટરથી વધુ નીચે આવી ગયું હતું. જોકે, સમયસૂચકતા વાપરીને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લઈ લીધો અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરીને તેમને 'હીરો' ગણાવવામાં આવ્યા છે. .

આંતરરાષ્ટ્રીય તપાસ અને પ્રતિક્રિયાઓ

આ ઘટના બાદ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેથી તે જાણી શકાય કે શું આ કોઈ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલી ઘટના હતી કે નહીં.

બીજી તરફ, અમેરિકન પ્રમુખ અને યુએઈના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ અંતિમ પાક્કી સાબિતી સામે આવી નથી. આ ઉપરાંત નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે જે દેશોના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી, તેમના પાયલટોને લઈને નિયમોમાં છૂટ રહી ગઈ હતી, જેને હવે સુધારી દેવામાં આવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા અને આગળના પગલાં

ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોર ઓમાનનો નાગરિક હતો. ઓમાને ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા ન હોવાથી સામાન્ય રીતે ત્યાંના પાયલટોને ઈઝરાયલમાં ઉડાન ભરવાની મંજૂરી હોતી નથી.

આ ચૂક સામે આવ્યા બાદ ઈઝરાયલ અને યુએઈના વહીવટી તંત્રો સંયુક્તપણે નિયમોની સમીક્ષા કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. હાલમાં ફ્લાયદુબઈએ આ રૂટની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે, જ્યારે અન્ય એરલાઇન્સે પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ બચાવ ઉડાનો શરૂ કરવાનું આયોજન કર્યું છે.