સ્વાઈન ફ્લૂની આફત : ભૂંડની બીમારી માણસો માટે જીવલેણ બની ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં સ્વાઈન ફ્લુના કેસમાં સતત વધારાથી ચિંતાનો માહોલ
- વૈજ્ઞાનિકોનું માનવું છે કે H1N1 વાયરસનો જે વંશવેલો આજે છે, તેનું જૂનું સ્વરૂપ ૧૯૧૮ ના 'સ્પેનિશ ફ્લૂ' મહામારીના સમય સાથે જોડાયેલું છે. તે દરમિયાન મનુષ્યોની સાથે-સાથે ડુક્કર પણ આ વાયરસની ઝપેટમાં આવવા લાગ્યા હતા. સ્પેનિશ ફ્લૂ પણ H1N1નું જ એક શરૂઆતનું અને અત્યંત ખતરનાક સ્વરૂપ હતું, જેણે તે સમયે વિશ્વભરમાં લાખો લોકોનો જીવ લીધો હતો : સામાન્ય રીતે કોઈ ચેપી રોગનો R0 ફેક્ટર એ દર્શાવે છે કે કોઈ રોગ કેટલી ઝડપથી ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝાનો R0 ફેક્ટર ૧.૩થી ૧.૭ સુધી આંકવામાં આવ્યો છે, એટલે કે એક સંક્રમિત વ્યક્તિ વધુમાં વધુ ૧.૭ લોકોને સંક્રમિત કરી શકે છે. જ્યારે કોવિડનો R0 ફેક્ટર ૨.૫ હતો. કેટલાક વિસ્તારોમાં તે ૧૦ સુધી પણ પહોંચ્યો છે : મેડિકલ જર્નલ 'લેન્સેટ' અને WHO અનુસાર, H1N1માં મોર્ટાલિટી રેટ, એટલે કે મૃત્યુ દર .૦૧થી ૦.૧% છે, એટલે કે ૧૦,૦૦૦માં ૧થી ૧૦ લોકોના મૃત્યુ થાય છે. જ્યારે કોવિડમાં મૃત્યુ દર ૧%થી ૩% છે, એટલે કે ૧૦,૦૦૦માં ૧૦૦થી ૩૦૦ કે તેથી વધુ મૃત્યુ પણ થઈ શકે છે
દેશમાં H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ, એટલે કે 'સ્વાઇન ફ્લૂ'ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં ઇન્ફ્લુએન્ઝાના ૭,૪૨૧ કેસ નોંધાયા અને ૮૮ મૃત્યુ થયા છે. કર્ણાટકમાં ૪૦૦૦ અને દિલ્હીમાં ૧,૭૭૭ દર્દીઓમાં H1N1ની પુષ્ટિ થઈ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં પણ કેટલાક કેસ આવ્યા છે. કર્ણાટક અને દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કિસ્સાઓ વધી રહ્યા છે. કર્ણાટકમાં ૪ હજારથી વધુ અને દિલ્હીમાં ૧૭૦૦ થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કેટલાક વર્ષો પછી સ્વાઈન ફ્લૂના આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં ભય છે કે, શું આ મહામારી પણ કોવિડની જેમ બિલકુલ ખતરનાક બની શકે છે?
સ્વાઈન ફ્લૂ (H1N1) બીમારી ફરી એકવાર પગપેસારો કરી રહી છે. દેશની રાજધાની દિલ્હીની સાથે દેશમાં ઘણી જગ્યાઓ પર આ વાઈરસથી સંક્રમિત બીમાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે પણ ખતરનાક મહામારીઓ કે વાયરલ સંક્રમણની વાત થાય છે, ત્યારે સ્વાઈન ફ્લૂનું નામ મનમાં ચોક્કસપણે આવે છે. એક સમય હતો જ્યારે આ નામથી આખી દુનિયા ડરી જતી હતી, છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ-અલગ ભાગોમાં તેના છૂટાછવાયા કેસો ફરી સામે આવી રહ્યા છે, જે બાદ આરોગ્ય વિભાગ ફરી એકવાર એલર્ટ મોડ પર છે. પરંતુ આ આફત આખરે ક્યાંથી આવી? તેના નામમાં સ્વાઈન અને H1N1નું રહસ્ય શું છે? આ કેવી રીતે જીવલેણ સાબિત થાય છે?
સામાન્ય રીતે કોઈ ચેપી રોગનો R0 ફેક્ટર એ દર્શાવે છે કે કોઈ રોગ કેટલી ઝડપથી ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝાનો R0 ફેક્ટર ૧.૩થી ૧.૭ સુધી આંકવામાં આવ્યો છે, એટલે કે એક સંક્રમિત વ્યક્તિ વધુમાં વધુ ૧.૭ લોકોને સંક્રમિત કરી શકે છે. જ્યારે કોવિડનો R0 ફેક્ટર ૨.૫ હતો. કેટલાક વિસ્તારોમાં તે ૧૦ સુધી પણ પહોંચ્યો છે.
મેડિકલ જર્નલ 'લેન્સેટ' અને WHO અનુસાર, H1N1માં મોર્ટાલિટી રેટ, એટલે કે મૃત્યુ દર .૦૧થી ૦.૧% છે, એટલે કે ૧૦,૦૦૦માં ૧થી ૧૦ લોકોના મૃત્યુ થાય છે. જ્યારે કોવિડમાં મૃત્યુ દર ૧%થી ૩% છે, એટલે કે ૧૦,૦૦૦માં ૧૦૦થી ૩૦૦ કે તેથી વધુ મૃત્યુ પણ થઈ શકે છે. આ સિવાય ભઘભ અનુસાર, કોવિડમાં ફેફસાં ખરાબ થવાને કારણે વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. સામાન્ય રીતે H1N1ની CDCની જરૂરિયાત લગભગ ૩ ગણી વધારે હોય છે. સ્વાઈન ફ્લૂ માટે ઘણી અસરકારક એન્ટિ-વાયરલ દવાઓ વર્ષોથી ઉપલબ્ધ છે. તેની રસી પણ સરળતાથી મળે છે. જ્યારે કોવિડ એક બિલકુલ નવો વાયરસ હતો, જેની રસી બનાવવામાં લાંબો સમય લાગ્યો. તેના ઉપયોગ પછી લોકોમાં અન્ય બીમારીઓ થયાના પણ અહેવાલો છે.
આજના સમયમાં તે ડુક્કરો કરતાં વધુ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસના નામકરણની એક વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે, જે તેની સપાટી પર હાજર બે મુખ્ય પ્રોટીન પર આધારિત હોય છે. આ છે- હિમાગ્લુટીનિન અને ન્યુરામિનિડેસ. આ પ્રોટીન વાયરસને મનુષ્ય કે પ્રાણીના કોષો સાથે ચોંટવામાં અને તેમાં પ્રવેશવામાં મદદ કરે છે. તેના અલગ-અલગ પ્રકારોના આધારે નંબર આપવામાં આવે છે. આ પ્રોટીન વાયરસને સંક્રમિત કોષમાંથી બહાર નીકળીને શરીરના અન્ય ભાગોમાં ફેલાવામાં મદદ કરે છે. આ વાયરસમાં H પરિવારનો પહેલો પ્રકાર અને N પરિવારનો પહેલો પ્રકાર જોવા મળ્યો, તેથી વૈજ્ઞાનિક ભાષામાં તેને H1N1 નામ આપવામાં આવ્યું. આ નામ અને અન્ય વિગતો વાતનો સંકેત છે કે વાયરસનું બંધારણ જૈવિક રીતે કેવું છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સ્વાઈન ફ્લૂનો ઇતિહાસ કોઈ નવો નથી, તેના મૂળ સદીની શરૂઆત અને તેનાથી પણ પાછળ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે H1N1 વાયરસનો જે વંશવેલો આજે છે, તેનું જૂનું સ્વરૂપ ૧૯૧૮ના 'સ્પેનિશ ફ્લૂ' મહામારીના સમય સાથે જોડાયેલું છે. તે દરમિયાન મનુષ્યોની સાથે-સાથે ડુક્કર પણ આ વાયરસની ઝપેટમાં આવવા લાગ્યા હતા. સ્પેનિશ ફ્લૂ પણ H1N1નું જ એક શરૂઆતનું અને અત્યંત ખતરનાક સ્વરૂપ હતું, જેણે તે સમયે વિશ્વભરમાં લાખો લોકોનો જીવ લીધો હતો. વર્ષ ૧૯૩૦ની આસપાસ પહેલીવાર ડુક્કરોના શરીરમાંથી આ ઈન્ફ્લુએન્ઝા વાયરસને સંપૂર્ણપણે અલગ કરવામાં આવ્યો અને તેની સત્તાવાર રીતે ઓળખ થઈ. આગામી ઘણા દાયકાઓ સુધી આ મુખ્યત્વે ડુક્કરોની જ બીમારી માનવામાં આવતી રહી અને મનુષ્યોમાં તેના કેસો ખૂબ જ દુર્લભ હતા.
વર્ષ ૧૯૫૭નો સમયગાળો આ બીમારીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતો. આ દરમિયાન H1N1 સ્ટ્રેઈનમાં પ્રાણીઓના જનીન ભળવાથી નવો H2N2 વાયરસ ઉભરી આવ્યો. તેનું પરિણામ એ આવ્યું કે ૧૯૫૭-૧૯૫૮માં એશિયન ફ્લૂ મહામારી ફેલાઈ, જેનાથી વિશ્વભરમાં લાખો મૃત્યુ થયાં. વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ અને નવા વાયરસના આવવાથી જૂનો H1N1 તે વર્ષે ગાયબ થઈ ગયો જે ૧૯૭૭ સુધી જોવા ન મળ્યો. તેવી જ રીતે મે ૧૯૭૭ માં અચાનક રશિયા અને ઉત્તરી ચીનના વિસ્તારોમાં H1N1નું સંક્રમણ ફરીથી ફેલાઈ ગયું, જેને 'રશિયન ફ્લૂ' નામ આપવામાં આવ્યું. આ બીમારીની એક વિચિત્ર વાત એ હતી કે તે ૨૫-૨૬ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો અને બાળકોને જ પોતાનો શિકાર બનાવી રહી હતી. વૃદ્ધોને એટલે અસર ન થઈ કારણ કે તેમણે ૧૯૫૦ના દાયકા પહેલાં તેવા જ વાયરસનો સામનો કર્યો હતો, જેથી તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હતી. મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ કોઈ લેબોરેટરીમાંથી ભૂલથી લીક થઈ ગયો હતો અથવા કોઈ રસીના પરીક્ષણ દરમિયાન બહાર આવી ગયો હતો.
સ્વાઈન ફ્લૂએ પહેલીવાર વૈશ્વિક સ્તરે સનસનાટી ત્યારે મચાવી, જ્યારે વર્ષ ૨૦૦૯ની શરૂઆતમાં તેણે એક ભયાનક મહામારીનું રૂપ ધારણ કરી લીધું. આ આધુનિક મહામારીની શરૂઆત મેક્સિકો અને અમેરિકાથી થઈ હતી. માર્ચ-એપ્રિલ ૨૦૦૯માં મેક્સિકોના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક ન્યુમોનિયા જેવા ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા એકાએક વધવા લાગી. તેમાં એક અનોખા આનુવંશિક ફેરફારની વાત પણ સામે આવી. વૈજ્ઞાનિકોની તપાસમાં સામે આવ્યું કે આ કોઈ સામાન્ય વાયરસ નહોતો. તેમાં ડુક્કર, પક્ષી અને માનવીય ફ્લૂના વાયરસના જનીનો એકબીજામાં ભળી ગયા હતા. તેને ટ્રિપલ રીએસોર્ટમેન્ટનું નામ આપવામાં આવ્યું, જેના કારણે તે ખૂબ જ આક્રમક બની ગયો હતો.
૨૦૦૯-૧૦માં જ્યારે સ્વાઈન ફ્લૂ ફેલાયો, ત્યારે ભારતમાં પણ તેના લગભગ ૨૦ હજાર કેસ અને ૧૭૦૦થી વધુ મૃત્યુ થયા હતા. એટલે કે મૃત્યુ દર લગભગ ૮.૫% હતો. જોકે, આ પછી આખી દુનિયામાં ઇન્ફ્લુએન્ઝાની રસીઓ આપવામાં આવી.
બાળકોને પણ તેની રસી આપવામાં આવે છે. હવે H1N1 સિઝનલ ફ્લૂમાં સામેલ થઈ ગયો છે. તેનાથી થતા મૃત્યુનો દર ૧%થી પણ ઓછો છે. લોકોમાં રસીકરણના કારણે તેની સામે એક રોગપ્રતિકારક શક્તિ બની ગઈ છે. એકવાર સંક્રમણ થયા પછી રસી લીધા બાદ શરીરમાં થોડી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે. તેથી હવે તે એટલો ખતરનાક નથી. આ વાયરસ એટલી ઝડપથી ફેલાયો કે થોડા જ અઠવાડિયામાં તે ઘણા ખંડો પાર કરી ગયો. જૂન ૨૦૦૯ આવતાં સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને સત્તાવાર રીતે વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી. તે સમયે ૧૯૦૦૦ લોકોનાં વૈશ્વિક ઘોરણે મોત થયા હતા. ભારત સહિત વિશ્વના ૨૦૦થી વધુ દેશો તેની ચપેટમાં આવી ગયા હતા. વર્ષ ૨૦૦૯નો સ્ટ્રેઈન ૧૯૧૮ જેટલો વધુ ઘાતક તો સાબિત ન થયો, પરંતુ તેના મૂળ ત્યાંથી જ જોડાયેલા છે. સીઝનલ ફ્લૂની જેમ જ H1N1 વાયરસ પણ મુખ્યત્વે હવા અને સંપર્ક દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ ખાંસે છે, છીંકે છે કે વાત કરે છે, ત્યારે તેના મોંમાંથી નીકળતા ઝીણાં કણો હવામાં ફેલાઈ જાય છે. સ્વસ્થ વ્યક્તિ જ્યારે શ્વાસ દ્વારા તેને અંદર ખેંચે છે, ત્યારે તે સંક્રમિત થઈ જાય છે.
જો આ વાયરસથી સંક્રમિત કોઈ વ્યક્તિએ દરવાજાના હેન્ડલ, મોબાઈલ ફોન, ટેબલ કે લિફ્ટના બટનને સ્પર્શ કર્યો હોય અને બીજી વ્યક્તિ તેને અડીને પોતાનો હાથ નાક, મોં કે આંખો પર લગાવે, તો સંક્રમણ તરત જ ફેલાઈ જાય છે. શાળા, કોલેજ, ઓફિસ અને જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ) જેવી બંધ અને ભીડભાડવાળી જગ્યાઓ પર આ જંગલની આગની જેમ ફેલાય છે.
સ્વાઈન ફ્લૂના મુખ્ય લક્ષણો જાણવા અને સમજવા અત્યંત જરૂરી
જાણકારોએ ચેતવણી આપી છે કે, સ્વાઈન ફ્લૂના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી કે વાયરલ તાવ જેવા જ લાગે છે, પરંતુ તે વધુ નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે. અચાનક તાવ અને ધ્રૂજારી સાથે ઠંડી લાગવી, તે ઉપરાંત સતત સૂકી અથવા કફવાળી ખાંસી થવી. ગળામાં દુખાવો અને બળતરા થવી કે પછી શરીર, સ્નાયુઓ અને સાંધાઓમાં તીવ્ર દુખાવો અથવા તો થાક અને નબળાઈ લાગવા જેવા અનુભવ થાય છે. આ સિવાય કેટલાક કેસોમાં ઉલ્ટી અને ઝાડાની સમસ્યા પણ જોવા મળે છે. જાણકારોના મતે જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં સતત દુખાવો થાય, હોઠ વાદળી/નીલા પડી જાય અથવા ચક્કર આવવા જેવી સ્થિતિ દેખાય, તો તે ગંભીર જોખમની નિશાની છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને પહેલેથી જ અસ્થમા કે ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડાતા લોકો માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે. જરૂર જણાયે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.




