News Focus

ચંદ્ર ઉપર અધિકાર : ટ્રમ્પના દાવાથી નવા અવકાશી સંઘર્ષનાં મંડાણ !

By GS Team
27 Sep 20267 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પે 'ચંદ્ર અમેરિકાનો છે' કહીને અવકાશમાં વર્ચસ્વની લડાઈ શરૂ કરી છે. અમેરિકા, ચીન અને રશિયા ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા સ્પર્ધા કરી રહ્યા છે. અમેરિકા 71 દેશો સાથે આર્ટેમિસ કરાર હેઠળ ચાલી રહ્યું છે, જેમાં ભારત પણ જોડાયું છે. ચીન અને રશિયા 13 દેશો સાથે ILRS પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, જેમાં પાકિસ્તાન સામેલ છે. વૈજ્ઞાનિકો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીના બરફના ભંડારને સૌથી કિંમતી માને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચંદ્ર ઉપર અધિકાર : ટ્રમ્પના દાવાથી નવા અવકાશી સંઘર્ષનાં મંડાણ !
  • વર્ષ ૧૯૬૭માં વિશ્વના દેશોએ આઉટર સ્પેસ ટ્રીટી પર સહમતી દર્શાવી હતી. આ સંધિમાં સ્પષ્ટ જણાવાયું છે કે ચંદ્ર કે અન્ય કોઈ પણ ખગોળીય પિંડ કોઈ એક દેશની ખાનગી સંપત્તિ બની શકે નહીં. મતલબ બહુ સીધો છે, અમેરિકા ચંદ્ર પર પોતાનો ધ્વજ લગાવી દે, ઇમારતો ઊભી કરે કે કોઈ રિસર્ચ સેન્ટર સ્થાપી દે, તેનાથી ચંદ્રની જમીન અમેરિકાની થઈ જતી નથી : ભવિષ્યમાં ચંદ્ર પર સૌથી કિંમતી સંપત્તિ સોનું કે ચાંદી નહીં, પરંતુ 'પાણીનો બરફ' સાબિત થશે. વૈજ્ઞાાનિકો માને છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવના એવા વિસ્તારો છે જ્યાં પાણી બરફ સ્વરૂપે જમા થયેલું છે. જો ત્યાંથી બરફ કાઢી શકાય, તો તેનો વિવિધ સ્વરૂપે ઉપયોગ શક્ય છે. અમેરિકાએ આ બધું વાપરવા પોતાની જાતે ૨૦૧૫માં કાયદો બનાવી દીધો હતો અને હવે ટ્રમ્પના નિવેદને અવકાશી સ્પર્ધાની આગમાં ઘી હોમ્યું છે ઃ વર્ષ ૧૯૭૯માં સંયુક્ત રાષ્ટ્ર હેઠળ એક કરાર થયો હતો, જેને મૂન એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. તેમાં ચંદ્ર અને તેના કુદરતી સંસાધનોને સમગ્ર માનવજાતનો સહિયારો વારસો ગણાવવામાં આવ્યો છે. જોકે, અમેરિકા સહિત વિશ્વની મોટી સ્પેસ શક્તિઓએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આથી જ ચંદ્રના ખનન નિયમો પર આજે પણ વૈશ્વિક સર્વસંમતિ નથી

ચંદ્ર હવે બાળકો માટે ચાંદા મામા કે પછી ખગોળશાસ્ત્રીઓ માટે સંશોધનનું કેન્દ્ર નહીં પણ હવે લડાઈનું નવું મેદાન બની ગયો છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ખુલ્લેઆમ આની જાહેરાત કરી દીધી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા 'ટ્રુથ' પર ચંદ્રની તસવીર સાથે એક પોસ્ટ લખી કે 'ચંદ્ર અમેરિકાનો છે'. જાણકારોના મતે સ્પેસ રિસર્ચનું કેન્દ્ર રહેલા ચંદ્ર પર હવે વર્ચસ્વ જમાવવાની સ્પર્ધા ચાલી રહી છે. એક તરફ અમેરિકા છે તો બીજી તરફ ચીન અને રશિયા છે. આ સ્પર્ધા એટલી વધી ગઈ છે કે, દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. અમેરિકા અત્યાર સુધી આર્ટેમિસ એકોર્ડ્સ હેઠળ ૭૧ દેશોને પોતાની સાથે જોડી ચૂક્યું છે, જ્યારે ચીને ઇન્ટરનેશનલ લૂનર રિસર્ચ સ્ટેશનના નામે ૧૩ દેશોને પોતાની સાથે જોડયા છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં ભારત અમેરિકાની સાથે છે, જ્યારે પાકિસ્તાને ચીનનો સાથ પસંદ કર્યો છે.
જાણકારોના મતે અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્ર પર કાયમી બેઝ બનાવવાની રેસ ચાલી રહી છે. બંને દેશો ચંદ્રના સાઉથ પોલ પર કાયમી બેઝ બનાવવા માટે મોટા મિશનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ માટે અમેરિકાએ આર્ટેમિસ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નાસાનો એવો કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માનવોને ચંદ્ર પર મોકલવાનો નથી, પરંતુ ત્યાં કાયમી હાજરી સ્થાપિત કરવાનો છે. તે ત્યાં રહીને વિવિધ પ્રયોગો કરવા તથા આગામી અવકાશી પ્રયોગો માટે તેને બેઝ બનાવવા માગે છે. અમેરિકાએ આ મિશનમાં ઘણા દેશોને જોડયા છે અને આ કરારને આર્ટેમિસ એકોર્ડ્સ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત પાંચ મિશનો હાથ ધરવામાં આવશે. તેમાંથી બે પૂરા થઈ ચૂક્યા છે. આવતા વર્ષે ત્રીજું મિશન થશે અને ચોથા મિશનમાં માનવોને ચંદ્ર પર મોકલવામાં આવશે, જે ૨૦૨૮માં નિર્ધારિત છે. ત્યારબાદ નિયમિત મિશનો શરૂ થશે. અમેરિકા આ માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં એક નાનું સ્પેસ સ્ટેશન એટલે કે ગેટવે પણ બનાવશે. બીજી તરફ, ૈંન્ઇજીએ ચીન અને રશિયાનું મૂન બેઝ મિશન છે. આ પ્રોજેક્ટ ૨૦૨૧માં શરૂ થયો હતો. વર્ષ ૨૦૨૬થી ૨૦૩૦ દરમિયાન માનવોને મોકલીને અહીં ટેકનિકલ પરીક્ષણો કરવામાં આવશે અને ત્યારબાદ કાયમી મૂન બેઝ તૈયાર થશે.
ઉલ્લેખનીય છે કે, આર્ટેમિસ કરાર મૂળભૂત રીતે શાંતિપૂર્ણ સ્પેસ રિસર્ચ માટે કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦માં નાસા દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી અવકાશ સંબંધિત સૌથી મોટો આંતરરાષ્ટ્રીય કરાર ૧૯૬૭માં થયો હતો, જેનાથી આજે પણ અવકાશના પાયાના નિયમો નક્કી થાય છે. જોકે, તેમાં ચંદ્ર પર માઇનિંગ, સંસાધનોના ઉપયોગ અને ડેટા શેરિંગને લઈને કોઈ સ્પષ્ટ નિયમો નહોતા. અમેરિકાએ આ જૂથની રચના એટલે કરી જેથી તમામ દેશો સાથે મળીને સ્પેસ મિશનમાં સહયોગ જાળવી શકે અને જરૂર પડયે નવા નિયમો બનાવી શકાય. આ કરાર કોઈપણ ગ્રહ કે ઉપગ્રહ પર કોઈ દેશને માલિકી હક આપતો નથી, પરંતુ તે ચંદ્ર પર રહેલા સંસાધનોના ઉપયોગની મંજૂરી આપે છે.
હવે સ્થિતિ એ થઈ છે કે, અમેરિકાએ ઘણા દેશોનો પોતાની તરફ ખેંચી લીધા છે. તેમની સાથે જોડાણ કરી લીધું છે. અમેરિકા સાથે અત્યાર સુધીમાં ૭૧ દેશો જોડાઈ ચૂક્યા છે. જેમાં ભારત, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, યુએઈ, ન્યુઝીલેન્ડ સહિત અનેક યુરોપિયન, એશિયન અને લેટિન અમેરિકન દેશો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન આ કરારમાં જોડાયું હતું. નોંધનીય છે કે આ જૂથમાં અમેરિકા પછી ભારત જ સૌથી મોટી સ્પેસ શક્તિ છે. બીજી તરફ ચીન અને રશિયાએ મળીને ઇન્ટરનેશનલ લૂનર રિસર્ચ સ્ટેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેમાં બેલારુસ, અઝરબૈજાન, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, વેનેઝુએલા અને પાકિસ્તાન સામેલ છે. આ મિશનનું સંયુક્ત નેતૃત્વ ચીનની સ્પેસ એજન્સી ભશજીછ અને રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ કરી
રહી છે.
જાણકારોના મતે શરૂઆતમાં સ્થિતિ કંઈક અલગ હતી અને હવે દુનિયા કંઈક અલગ દિશામાં જઈ રહી છે, ખાસ કરીને મોટા દેશોની વિચારધારા બદલાવા લાગી છે. સંશોધકો માટે ચંદ્ર પર બેઝ બનાવવો તેમજ પાણી અને બરફની શોધ કરવી એ પ્રાથમિક હેતુ છે, પરંતુ હવે આ સમગ્ર રેસને ભવિષ્યના 'મંગળ મિશન'ની તૈયારી સાથે જોડીને જોવામાં આવી રહી છે. ચંદ્ર પર બેઝ બનાવીને એ પરીક્ષણ કરવામાં આવશે કે ઓછી ગ્રેવિટીમાં માનવી કેવી રીતે રહી શકે છે. ત્યાં ખોરાક તૈયાર કરવા અને ઓક્સિજન ઉત્પન્ન કરવાની પદ્ધતિઓ શોધવામાં આવશે, જે મંગળ પર કામ લાગશે. અવકાશમાં કાયમી રહેઠાણો કેવી રીતે બનાવી શકાય તેનું પણ પરીક્ષણ થશે. ઘણા વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જો ચંદ્ર પર મજબૂત બેઝ બની જાય, તો ભવિષ્યના મંગળ મિશનો સીધા ચંદ્ર પરથી જ લોન્ચ કરવામાં આવી શકે છે.
અમેરિકાએ જે દાવો કર્યો છે કે, ટ્રમ્પે જે વાણીવિલાસ કર્યો છે તે બાબત સવાલ ઊભો કરનારી ચોક્કસ છે કે, કોઈ ચંદ્ર ઉપર પોતાની માલિકી સ્થાપી શકે કે નહીં. આ સવાલનો જવાબ આશરે ૬૦ વર્ષ જૂના એક આંતરરાષ્ટ્રીય કરારમાંથી મળે છે. વર્ષ ૧૯૬૭માં વિશ્વના દેશોએ આઉટર સ્પેસ ટ્રીટી પર સહમતી દર્શાવી હતી. આ સંધિમાં સ્પષ્ટ જણાવાયું છે કે ચંદ્ર કે અન્ય કોઈ પણ ખગોળીય પિંડ કોઈ એક દેશની ખાનગી સંપત્તિ બની શકે નહીં. મતલબ બહુ સીધો છે, અમેરિકા ચંદ્ર પર પોતાનો ધ્વજ લગાવી દે, ઇમારતો ઊભી કરે કે કોઈ રિસર્ચ સેન્ટર સ્થાપી દે, તેનાથી ચંદ્રની જમીન અમેરિકાની થઈ જતી નથી. આ જ નિયમ ચીન, રશિયા, ભારત કે અન્ય કોઈ પણ દેશને પણ લાગુ પડે છે. એટલે કે, ચંદ્ર પર પહોંચવું અને ચંદ્રના માલિક બની જવું, આ બંને તદ્દન અલગ બાબતો છે.
મહત્ત્વની વાત એ છે કે, ટ્રમ્પનું નિવેદન સોશિયલ મીડિયા પર કરવામાં આવેલું એક રાજકીય નિવેદન છે. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર તેને ચંદ્ર પર અમેરિકાના માલિકી હકની સત્તાવાર જાહેરાત ગણી શકાય નહીં. કાયદાકીય સ્થિતિ એકદમ સ્પષ્ટ છે કે, માત્ર પહોંચી જવાથી કે ઝંડો રોપી દેવાથી કોઈ દેશ ચંદ્ર પર પોતાનો અધિકાર સ્થાપી શકતો નથી. અન્ય સવાલ અહીંથી શરૂ થાય છે કે, જો ચંદ્રની જમીન કોઈની નથી, તો ત્યાંથી કાઢવામાં આવેલું પાણી, બરફ કે ખનીજ કોના ગણાશે? આ જ મુદ્દા પર વિશ્વભરના નિષ્ણાતો વચ્ચે તીવ્ર ચર્ચા ચાલી રહી છે. જાણકારોના મતે ચંદ્રની જમીન નહીં, ત્યાંનું પાણી સૌથી વધુ કિંમતી છે. ભવિષ્યમાં ચંદ્ર પર સૌથી કિંમતી સંપત્તિ સોનું કે ચાંદી નહીં, પરંતુ 'પાણીનો બરફ' સાબિત થશે. વૈજ્ઞાાનિકો માને છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવના એવા વિસ્તારો છે જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. આવા ખાડાઓમાં પાણી બરફ સ્વરૂપે જમા થયેલું છે. જો ત્યાંથી બરફ કાઢી શકાય, તો તેને પીવાલાયક પાણીમાં ફેરવી શકાય છે. તેમાંથી ઓક્સિજન અલગ કરીને શ્વાસ લેવા માટે ઉપયોગ કરી શકાય છે. હાઇડ્રોજન છૂટો પાડીને રોકેટ માટે બળતણ તૈયાર કરી શકાય છે.

  • ચંદ્રના ખનીજો પડાવી લેવા અમેરિકાએ પહેલાંથી જ પોતાનો કાયદો બનાવી લીધો છે!
    ચંદ્ર પરથી સંસાધનો મેળવવાના મુદ્દે અમેરિકાએ ૨૦૧૫માં જ એક સ્થાનિક કાયદો પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ અમેરિકન નાગરિકો અને ખાનગી કંપનીઓને અવકાશી સંસાધનો કાઢવાનો અને તેનો વ્યવસાયિક ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, અમેરિકાનું કહેવું છે કે આનો અર્થ એ નથી કે તેઓ ચંદ્રના માલિક બની ગયા છે. આને સાદા ઉદાહરણથી સમજો ઃ માની લો કે ચંદ્ર કોઈની જમીન નથી, પરંતુ કોઈ ખાનગી કંપની ત્યાં જઈને પાણી કે ખનીજ કાઢે છે. અમેરિકન કાયદાનું અર્થઘટન એવું છે કે જમીન પર કબજો કરવો અને તે જમીનમાંથી સંસાધનો મેળવવા એ બંને અલગ બાબતો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનું મૂળ આ જ વલણ છે. અહીંયા ચર્ચા એવી છે કે, ધારો કે ભવિષ્યમાં કોઈ અમેરિકન કંપની ચંદ્ર પર જાય છે અને ૧૦૦ ટન બરફ કાઢી લે છે. તો શું એ બરફ તે ખાનગી કંપનીની મિલકત ગણાશે? તેનો કોઈ જવાબ નથી. બીજી તરફ વર્ષ ૧૯૭૯માં સંયુક્ત રાષ્ટ્ર હેઠળ એક કરાર થયો હતો, જેને મૂન એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. તેમાં ચંદ્ર અને તેના કુદરતી સંસાધનોને સમગ્ર માનવજાતનો સહિયારો વારસો ગણાવવામાં આવ્યો છે. આ કરારનો હેતુ એ છે કે ચંદ્રના સંસાધનોનો લાભ માત્ર ગણ્યાગાંઠયા શક્તિશાળી દેશો કે અબજોપતિ કંપનીઓ સુધી સીમિત ન રહેવો જોઈએ, પરંતુ તેના માટે વૈશ્વિક વ્યવસ્થા હોવી જોઈએ જેથી તમામ દેશોને સરખો હિસ્સો મળે. જોકે, અમેરિકા સહિત વિશ્વની મોટી સ્પેસ શક્તિઓએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આથી જ ચંદ્રના ખનન નિયમો પર આજે પણ વૈશ્વિક સર્વસંમતિ નથી. જાણકારો માને છે કે, ટ્રમ્પનું 'ચંદ્ર આપણો છે' વાળું નિવેદન ભલે એક સોશિયલ મીડિયા પોસ્ટ હોય, પરંતુ તેણે અવકાશ ક્ષેત્રના આ સૌથી મોટા અવકાશી જિયોપોલિટિકલ સંઘર્ષને ફરી સપાટી પર લાવી દીધો છે.