News Focus

ચોમાસું સત્ર નિષ્ફળ : હોબાળા, વિરોધ વચ્ચે લોકશાહીના લીરેલીરા ઉડે છે !

By GS Team
20 Aug 20267 mins read
TukuTouch Logo
સંસદનું ચોમાસુ સત્ર હોબાળાભર્યું રહ્યું, જેમાં 12માંથી 11 બિલ ચર્ચા વગર પસાર કરાયા. વિપક્ષના સતત શોરબકોરને કારણે પ્રશ્નકાળ-શૂન્યકાળ જેવા સત્રો ચાલી શક્યા નહીં. 17મી લોકસભામાં માત્ર 10% બિલ સમિતિઓને મોકલાયા, જ્યારે 2019-2024 દરમિયાન સરેરાશ કામકાજ 42% રહ્યું, જે 1952 પછી સૌથી ઓછું છે. આનાથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસું સત્ર નિષ્ફળ : હોબાળા, વિરોધ વચ્ચે લોકશાહીના લીરેલીરા ઉડે છે !
  • આ સત્રમાં 12 પ્રસ્તાવિત બિલમાંથી 11ને હોબાળા વચ્ચે કોઈ પણ ચર્ચા વગર પસાર કરાવી દેવાયા. બીજી તરફ, કેટલાક મોટા અને વિવાદિત વિધેયકો જેવા કે એફસીઆરએ સુધારા અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ સંયુક્ત સંસદીય સમિતિની સમીક્ષામાં અટવાઈને રહી ગયા. વિપક્ષના સતત હોબાળાને કારણે પ્રશ્નકાળ અને શૂન્યકાળ જેવી સંસદીય વ્યવસ્થાઓ અસરકારક રીતે ચાલી શકી નહીં. બે મોટા બિલ માત્ર ૧૪ મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યા ઃ સાંસદોના ધતિંગોના કારણે જ ૫૮ ટકા બિલ રજૂ થયાના બે અઠવાડિયાની અંદર જ પસાર કરી દેવામાં આવ્યા, અને લોકસભામાં ૩૫ ટકા બિલો પર એક કલાક કરતાં પણ ઓછી ચર્ચા થઈ. ૧૭મી લોકસભામાં તો માત્ર ૧૦ ટકા બિલ જ સમિતિઓને મોકલાયા, એટલે કે માત્ર ૧૪ વિધેયકોની જ સમીક્ષા થઈ શકી. સમગ્ર રીતે ૨૦૧૯-૨૦૨૪ના ગાળાનું સરેરાશ કામકાજ માત્ર ૪૨ ટકા રહ્યું, જે ૧૯૫૨ પછી સૌથી ઓછી બેઠકો ધરાવતો લોકસભા કાર્યકાળ બન્યો ઃ યુપીએના દસ વર્ષ, ખાસ કરીને તેનો બીજો કાર્યકાળ (UPA-૨), આ બાબતે ઓછો બદનામ નહોતો.

છેલ્લાં દાયકાથી દેશની સંસદ ન્યાય અને નીતિઓના ઘડતર કરતાં વિરોધ, શોરબકોર, બેનરો દર્શાવવા, હોબાળા કરવા અને ગૃહના મોફૂકની રાજકારણનો અખાડો બની ગઈ છે. પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરે છે જેથી દેશનું તંત્ર સરસ રીતે ચાલી શકે. પરંતુ જ્યારે લોકસભા અને રાજ્યસભામાં એકપણ કલાક કામ કર્યા વગર માત્ર સૂત્રોચ્ચાર અને હોબાળાને કારણે ગૃહ સ્થગિત કરી દેવામાં આવે છે, ત્યારે દર મિનિટે પ્રજાના લાખો રૂપિયા વેડફાઈ જાય છે. ચિંતાની વાત એ છે કે, આ સાંસદો હવે નીતિમત્તા ભુલી ગયા છે. સત્તામાં રહેવા કે સત્તામાં આવવા ઘણા હવે પોતાની કિંમત લગાવવા માંડયા છે. ગમે ત્યારે અને ગમે તે રીતે સાંસદોને ખરીદી શકાય છે, પોતાની તરફ કરી લેવાય છે. સત્તાની સાઠમારીમાં બધું જ ચાલે છે પણ પ્રજાનું કલ્યાણ ક્યાંય કોરાણે મુકી દેવાયું છે. તેમાંય સંસદની કામગીરી દરમિયાન વિરોધ કરવાનો અને પ્રજાના પ્રશ્નોને પડતા મુકી દેવાના. દર વર્ષે કરોડો રૂપિયા સાંસદો પાછળ ખર્ચવામાં આવે છે છતાં તેનું કોઈ પરિણામ મળતું નથી.
સંસદનું ચોમાસુ સત્ર ગત અઠવાડિયે સમાપ્ત થઈ ગયું. છેલ્લા દિવસો સુધી સંસદની અંદર અને સંસદની બહાર એ જ નાટકિય ચિત્ર રહ્યું જે છેલ્લા દોઢ દાયકાથી દરેક સત્રની ઓળખ બની ચૂક્યું છે.
માત્ર હોબાળો, સંસદની કામગીરી સ્થગિત થવી અને અને ઉતાવળમાં પસાર થતા ખરડાઓ. સત્રના અંતિમ તબક્કામાં એફસીઆરએ (ખભઇછ) સુધારા બિલને લઈને ગૃહમાં આકરી ચર્ચા થઈ. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેને સંયુક્ત સંસદીય સમિતિ (વઁભ) પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો, કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે વિરોધ કરતાં તેને પાછું ખેંચવાની માંગ કરી અને આખરે ઘોંઘાટ વચ્ચે ગૃહે ધ્વનિ મતથી આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવાની મંજૂરી આપી.
આ એકમાત્ર કિસ્સો નહોતો. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે સ્વીકાર્યું કે આ સત્રમાં સરકારને ૧૨ પ્રસ્તાવિત બિલમાંથી ૧૧ને હોબાળા વચ્ચે કોઈ પણ ચર્ચા વગર પસાર કરાવવા પડયા, જેની જવાબદારી તેમણે વિપક્ષ પર નાખી. બીજી તરફ, કેટલાક મોટા અને વિવાદિત વિધેયકો જેવા કે એફસીઆરએ સુધારા અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ સંયુક્ત સંસદીય સમિતિની સમીક્ષામાં અટવાઈને રહી ગયા. વિપક્ષના સતત હોબાળાને કારણે પ્રશ્નકાળ અને શૂન્યકાળ જેવી સંસદીય વ્યવસ્થાઓ અસરકારક રીતે ચાલી શકી નહીં. બે મોટા બિલ માત્ર ૧૪ મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યા, જ્યારે સીમાંકન વિધેયકને લઈને અગાઉથી ચાલી રહેલી ચર્ચા છતાં સરકારે તેને ફરીથી પટલ પર રજૂ કરવાનું ટાળી દીધું. કદાચ હવે શિયાળુ સત્રમાં તેનો વારો આવે તેમ લાગે છે.
ભાજપે વર્ષ ૨૦૧૪માં સત્તા સંભાળ્યા પછી તરત જ ૧૬મી લોકસભાએ મોટી આશાઓ જગાડી હતી. તે વર્ષે લોકસભાએ બજેટ સત્રમાં તેના નિર્ધારિત સમયના ૧૦૪ ટકા અને શિયાળુ સત્રમાં ૯૮ ટકા સમય કામ કર્યું હતું, જ્યારે રાજ્યસભા બજેટ સત્રમાં ૧૦૬ ટકા સમય ચાલી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૧૯માં જ્યારે એનડીએ સરકાર ફરી સત્તામાં આવી, ત્યારે પ્રારંભિક ઉત્સાહ વધુ હતો. તેમાંય ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૦ વર્ષમાં સૌથી વધુ કામકાજ ધરાવતું સાબિત થયું, જેમાં કામકાજ ૧૨૮ ટકા સુધી પહોંચ્યું અને રાજ્યસભામાં લગભગ ૯૮ ટકા કામ થયું.
ઉલ્લેખનીય છે કે, આ કામગીરીનો દેખાડો ખાસ લાંબો ચાલ્યો નહીં. હવે વાસ્તવિકતા ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે આ નાટકિયા નેતાઓએ વિરોધ અને સમર્થનના ખેલના નામે લોકશાહીના લીરેલીરા ઉડાડવા સિવાય અને પ્રજાને મૂર્ખ બનાવવા સિવાય કશું જ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, ૧૭મી લોકસભાએ કુલ ૨૭૪ બેઠકો કરી, એટલે કે વાર્ષિક સરેરાશ માત્ર ૫૫ દિવસ, જે સંસદીય ઇતિહાસમાં સૌથી ઓછો છે.
આ સમયગાળા દરમિયાન લોકસભા તેના નિર્ધારિત સમયના ૮૮ ટકા અને રાજ્યસભા માત્ર ૭૩ ટકા જ ચાલી શકી. આ જ સમયગાળામાં બંને ગૃહોમાં ગંભીર ગેરશિસ્તના કારણે સાંસદોના નિલંબનની ૨૦૬ ઘટનાઓ નોંધાઈ અને જવાબદેહીનું સૌથી મહત્ત્વનું સાધન ગણાતો પ્રશ્નકાળ પણ નબળો પડતો ગયો. લોકસભામાં માત્ર ૨૪ ટકા અને રાજ્યસભામાં ૩૧ ટકા પ્રશ્નોના મૌખિક જવાબો મળી શક્યા.
જાણકારોના મતે સાંસદોના ધતિંગોને પગલે કાયદો બનાવવાની પ્રક્રિયા પર આની સીધી અસર પડી. તેના કારણે જ ૫૮ ટકા બિલ રજૂ થયાના બે અઠવાડિયાની અંદર જ પસાર કરી દેવામાં આવ્યા, અને લોકસભામાં ૩૫ ટકા બિલો પર એક કલાક કરતાં પણ ઓછી ચર્ચા થઈ. સમિતિ વ્યવસ્થા, જેને કાયદાઓની ઝીણવટભરી તપાસનું સૌથી વિશ્વસનીય માધ્યમ માનવામાં આવે છે, તે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ નબળી પડી.
જ્યાં ૧૪મી અને ૧૫મી લોકસભામાં ૬૦ ટકાથી વધુ બિલો સંસદીય સમિતિઓને મોકલવામાં આવતા હતા, ત્યાં ૧૬મી અને ૧૭મી લોકસભામાં આ આંકડો ઘટીને ૨૦ ટકા થઈ ગયો. ખાસ વાત એ છે કે, ૧૭મી લોકસભામાં તો માત્ર ૧૦ ટકા બિલ જ સમિતિઓને મોકલાયા, એટલે કે માત્ર ૧૪ વિધેયકોની જ સમીક્ષા થઈ શકી. સમગ્ર રીતે ૨૦૧૯-૨૦૨૪ના ગાળાનું સરેરાશ કામકાજ માત્ર ૪૨ ટકા રહ્યું, જે ૧૯૫૨ પછી સૌથી ઓછી બેઠકો ધરાવતો લોકસભા કાર્યકાળ બન્યો.
ઉલ્લેખનીય છે કે, ૧૮મી લોકસભામાં આ વલણ થોડું વધ્યું. ડિસેમ્બર ૨૦૨૪ના શિયાળુ સત્રમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે લોકસભાનું કામકાજ માત્ર ૫૪ ટકા અને રાજ્યસભાનું ૪૦ ટકા રહ્યું હતું.
ચોમાસુ સત્રમાં બંને ગૃહોમાં ૧૧૪-૧૧૪ કલાકનું કામ પ્રસ્તાવિત હતું, પરંતુ હોબાળાને કારણે લોકસભામાં કામકાજ ઘટીને માત્ર ૧૯ ટકા અને રાજ્યસભામાં ૩૯.૧૭ ટકા જ થઈ શક્યું; એટલે કે કુલ ૧૭૩ કલાક અને ૧૦ મિનિટનો સમય ઘોંઘાટ અને અવરોધમાં વેડફાઈ ગયો.
એવું કહેવું ખોટું હશે કે સંસદ ઠપ થવાની આ પરંપરા ૨૦૧૪ પછી શરૂ થઈ છે. યુપીએના દસ વર્ષ, ખાસ કરીને તેનો બીજો કાર્યકાળ (UPA-૨), આ બાબતે ઓછો બદનામ નહોતો. સંસદની ૧૫મી લોકસભા (૨૦૦૯-૨૦૧૪) અત્યંત નબળા પ્રદર્શન માટે જાણીતી છે. આ દરમિયાન લોકસભા માત્ર ૬૧ ટકા અને રાજ્યસભા ૬૬ ટકા સમય સુધી જ ચાલી શકી હતી (જ્યારે ૧૩મી અને ૧૪મી લોકસભા અનુક્રમે ૯૧% અને ૮૭% સાથે ઘણી સારી સ્થિતિમાં હતી). તેવી જ રીતે ૧૫મી લોકસભાના નિર્ધારિત સમયનો ૩૦ ટકાથી વધુ હિસ્સો માત્ર હોબાળાનો ભોગ બની ગયો હતો.
વર્ષ ૨૦૧૦નું શિયાળુ સત્ર આ ગાળાનું સૌથી મોટું ઉદાહરણ છે, જ્યારે ૨ય્ સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ પર સંયુક્ત સંસદીય સમિતિની માંગને લઈને વિપક્ષે આખું સત્ર ઠપ કરી દીધું હતું. ત્યારબાદ કોલસા બ્લોક ફાળવણી, રાષ્ટ્રમંડળ રમતોમાં ભ્રષ્ટાચાર અને અણ્ણા હજારેના લોકપાલ આંદોલને સંસદની અંદર અને બહાર વાતાવરણ ગરમ રાખ્યું હતું.
વર્ષ ૨૦૧૩માં તો સ્થિતિ એવી થઈ કે હોબાળાને લીધે લોકસભામાં આખા વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક ૯૨ કલાકનો સમય બરબાદ થયો હતો અને સત્રો સમય પહેલાં જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવા પડયા હતા.

  • ગત વર્ષે પણ સંસદમાં ૧૨૦ કલાકમાંથી માત્ર ૩૭ કલાક જ કામ થયું હતું
    ચિંતાજનક બાબત એ છે કે, બજેટ સત્ર એ વર્ષનું સૌથી મહત્વપૂર્ણ સત્ર હોય છે પરંતુ તાજેતરના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વિરોધ પ્રદર્શનો અને સ્થગિતતાને કારણે ૨૦ થી ૨૫ કલાકનો સમય વેડફાયો હતો. જ્યારે રાજ્યસભામાં પણ ૧૨થી ૧૫ કલાકની કામગીરી અટકી પડી હતી. સંસદના ઈતિહાસમાં સૌથી ઓછું ઉત્પાદક બજેટ સત્ર ૨૦૧૮માં નોંધાયું હતું. તે સમયે લોકસભા માત્ર ૩૪ કલાક ચાલી હતી અને ૧૨૭ કલાકથી વધુનો સમય હોબાળામાં વેડફાયો હતો. તેવી જ રીતે ૨૦૨૧માં પેગાસસ જાસૂસી કાંડ અને ખેડૂત આંદોલને સંસદ સત્રનો ભોગ લીધો હતો. આ મુદ્દાના લીધે સતત વિરોધ અને હોબાળો થતા લોકસભાની ઉત્પાદકતા માત્ર ૨૧% અને રાજ્યસભાની માત્ર ૨૮% રહી હતી. બાકીનો તમામ સમય વેડફાઈ ગયો હતો. જાણકારોના મતે બંને ગૃહોના મળીને આશરે ૧૫૦થી વધુ કલાક વેડફાયા હતા. આ ઉપરાંત ૨૦૨૩માં જ્યારે અદાણી-હિન્ડનબર્ગ અહેવાલનો વિવાદ થયો ત્યારે પણ બજેટ સત્રના બીજા તબક્કાનો ભોગ લેવાયો હતો. વિપક્ષ દ્વારા હિન્ડનબર્ગ રિપોર્ટ પર JPCની માંગણી અને સત્તાપક્ષ દ્વારા રાહુલ ગાંધીના વિદેશી નિવેદન પર માફીની માંગ થતાં મામલો ગુંચવાયો હતો. તેના કારણે લોકસભામાં માત્ર ૫% અને રાજ્યસભામાં માત્ર ૬% જ કામ થઈ શક્યું હતું. ગત વર્ષે પણ ચોમાસુ સત્રમાં લોકસભામાં જે સાંસદોએ દેશના હિતમાં ૧૨૦ કલાક ચર્ચા કરવાની હતી તેમાંથી તેમણે ફક્ત ૩૭ કલાક જ કામ કર્યું, ૮૩ કલાક વેડફાયા. તેનો અર્થ એ છે કે, ૩૧% કામ થયું. રાજકારણના નામે હોબાળો કરીને ૬૯% સમય વેડફયો અને રાજ્યસભામાં પણ એવું જ થયું. જ્યાં ૧૨૦ કલાક કામના કલાક સામે માત્ર ૪૭ કલાક કામ કર્યું પછી સાંસદોએ ૭૩ કલાક વેડફી કાઢયા. આમ અહીંયા પણ ૩૮% કામ થયું, ૬૨% સમય જનતા માટે બિલકુલ વાપર્યો નહીં.