News Focus

ક્લાઈમેટ ઈમર્જન્સી : શાંઘાઈથી સિડની સુધી ચારે તરફ કુદરતનો કેર !

By GS Team
13 Aug 20268 mins read
TukuTouch Logo
ફ્રાન્સ, જર્મની, પોલેન્ડથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધી ગરમીથી હાહાકાર મચ્યો છે. ચીન, જાપાન, તાઈવાનમાં વાવાઝોડાંએ કેર વર્તાવ્યો. શાંઘાઈમાં 150 વર્ષનો રેકોર્ડતોડ વરસાદ થયો. જુલાઈમાં મહાસાગરોનું સરેરાશ તાપમાન 20.96 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે છે. નિષ્ણાતો માને છે કે કુદરત હવે માણસજાતને કર્મોની સજા આપી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્લાઈમેટ ઈમર્જન્સી : શાંઘાઈથી સિડની સુધી ચારે તરફ કુદરતનો કેર !
  • વૈશ્વિક મહાવિનાશના સંકેત : કુદરતનું હવે ધ્યાન નહીં રાખીએ તો માણસજાતનું અસ્તિત્વ ખતરામાં આવી જશે
  • ફ્રાન્સ, જર્મની, પોલેન્ડથી લઈને ઓસ્ટ્રેલિયાના સિડની સુધી ગરમીથી હાહાકાર મચી ગયો. જંગલો સળગી રહ્યા છે અને દુષ્કાળનો ખતરો વધી ગયો છે. બીજી તરફ ચીન, જાપાન, તાઈવાન ખાતે વાવાઝોડાએ કેર મચાવ્યો છે. તાજેતરમાં જ ચીનના શાંઘાઈમાં વરસાદે તબાહી મચાવી હતી. ઉલ્લેખનીય છે કે, 'ડોલ્ફિન' વાવાઝોડું ચીન પહોંચ્યા પછી શાંઘાઈમાં એટલો વરસાદ થયો છે જે છેલ્લાં દોઢસો વર્ષમાં ક્યારેય નથી થયો : ધુ્રવીય વિસ્તારોને છોડીને દુનિયાના મહાસાગરોનું સરેરાશ સપાટીનું તાપમાન જુલાઈમાં ૨૦.૯૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ પહેલાં સમુદ્રનું સૌથી વધુ સરેરાશ તાપમાન ૨૦.૮૯ ડિગ્રી સેલ્સિયસ જૂન ૨૦૨૩માં નોંધાયું હતું. ખાસ વાત એ છે કે ૨૦૨૬નો જુલાઈ મહિનો સંયુક્ત રીતે બીજો સૌથી ગરમ જુલાઈ મહિનો રહ્યો છે : મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણીનું ગરમ થવું તે 'અલ નીનો' તરીકે ઓળખાય છે. જ્યારે આ કુદરતી ઘટના ગ્લોબલ વોર્મિંગ સાથે ભળે છે, ત્યારે તે વૈશ્વિક હવામાન ચક્રને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દે છે. ગરમ સમુદ્ર વાતાવરણમાં વધુ ભેજ અને ઊર્જા છોડે છે, જેના કારણે ડોલ્ફિન જેવા વાવાઝોડાં અતિ વિનાશક બને છે

દુનિયાભરમાં હાલમાં વિવિધ કુદરતી આપત્તીઓ આવી રહી છે. વરસાદ, વાવાઝોડા, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર અને દાવાનળ જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. જાણકારો માને છે કે, કુદરત હવે પૃથ્વી પર લોકોને તેમના કર્મોની સજા આપવા લાગી છે. સુવિધાઓના નામે આપણે જે અવિચારી વિકાસ કરીને કુદરતનું તંત્ર રગદોળી કાઢયું હતું તે હવે માણસજાતને ચકરાવે ચડાવી રહ્યું છે. કુદરત એ હદે રૂઠી છે કે, ચારેકોરથી માણસોને ભીંસમાં લઈ રહી છે. યુરોપની ક્લાઇમેટ ચેન્જ સવસના જણાવ્યા અનુસાર, જુલાઈમાં મહાસાગરો અત્યાર સુધીના સૌથી ગરમ સ્તરે પહોંચી ગયા છે. આ દરમિયાન સમુદ્રની સપાટીનું તાપમાન ૨૦.૯૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેણે ૨૦૨૩માં બનેલો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અસહ્ય ગરમીએ યુરોપની હાલત ખરાબ કરી નાખી છે.
યુરોપે આ વર્ષે ગરમીના કારણે ભયાનક તબાહી જોઈ. ફ્રાન્સ, જર્મની, પોલેન્ડથી લઈને ઓસ્ટ્રેલિયાના સિડની સુધી ગરમીથી હાહાકાર મચી ગયો. જંગલો સળગી રહ્યા છે અને દુષ્કાળનો ખતરો વધી ગયો છે. બીજી તરફ ચીન, જાપાન, તાઈવાન ખાતે વાવાઝોડાએ કેર મચાવ્યો છે. તાજેતરમાં જ ચીનના શાંઘાઈમાં વરસાદે તબાહી મચાવી હતી. ઉલ્લેખનીય છે કે, 'ડોલ્ફિન' વાવાઝોડું ચીન પહોંચ્યા પછી શાંઘાઈમાં એટલો વરસાદ થયો છે જે છેલ્લાં દોઢસો વર્ષમાં ક્યારેય નથી થયો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું હવે દુનિયાનું હવામાન એવા સ્તરે પહોંચી રહ્યું છે, જ્યાંથી માત્ર ને માત્ર કુદરતનો કેર જ વરસવાનો છે? માણસોએ કુદરતની સાથે જે સ્તરે અને જે પ્રમાણમાં ચેડાં કર્યા છે તેનું પરિણામ હવે ભોગવવા તૈયાર થઈ જવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.
યુરોપની કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, ધુ્રવીય વિસ્તારોને છોડીને દુનિયાના મહાસાગરોનું સરેરાશ સપાટીનું તાપમાન જુલાઈમાં ૨૦.૯૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આ પહેલાં સમુદ્રનું સૌથી વધુ સરેરાશ તાપમાન ૨૦.૮૯ ડિગ્રી સેલ્સિયસ જૂન ૨૦૨૩માં નોંધાયું હતું. ખાસ વાત એ છે કે ૨૦૨૬નો જુલાઈ મહિનો સંયુક્ત રીતે બીજો સૌથી ગરમ જુલાઈ મહિનો રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, સમુદ્રનું તાપમાન વધુ વધવાને કારણે 'અલ નીનો'ની સ્થિતિ સર્જાઈ છે. આ એક કુદરતી હવામાન પેટર્ન છે, જેમાં પેસેફિક મહાસાગરના એક મોટા હિસ્સાનું દરિયાઈ તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે.
હકિકતે તેનું પરિણામ એ આવ્યું છે કે, પશ્ચિમી યુરોપ હાલમાં ભીષણ ગરમી અને દુષ્કાળનો બેવડો માર સહન કરી રહ્યું હતું. જૂન અને જુલાઈ દરમિયાન પશ્ચિમી યુરોપનું સરેરાશ તાપમાન ૨૧.૬૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય સરેરાશ કરતાં અંદાજે ૩ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. પરિસ્થિતિ એ થઈ ગઈ હતી કે ફ્રાન્સ, સ્પેન, જર્મનીના કેટલાક ભાગો અને બ્રિટનમાં વરસાદ અને માટીનો ભેજ ખૂબ જ ઓછો રહ્યો. ઘણા વિસ્તારોમાં માટીનો ભેજ ૨૦૨૨માં આવેલા ગંભીર દુષ્કાળ કરતાં પણ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ગરમી અને દુષ્કાળની અસર માત્ર જમીન સુધી સીમિત નથી. યુરોપની મુખ્ય નદીઓમાં પણ પાણીનું સ્તર સામાન્ય કરતાં ઘણું નીચે પહોંચી ગયું છે.
આ ઉપરાંત ગરમ અને સૂકી જમીન જંગલોમાં આગ લાગવા માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરે છે. પશ્ચિમી યુરોપમાં ગયા મહિને મોટા પાયે જંગલમાં આગ જોવા મળી હતી. નિષ્ણાતોના મતે, આબોહવા પરિવર્તનને કારણે દક્ષિણ યુરોપમાં આવી પરિસ્થિતિઓ વધુ ઝડપથી બની રહી છે, જે મોટી અને અત્યંત ખતરનાક જંગલની આગને સતત આગળ વધારે છે. આ સાથે જ, આગની ગતિ ધીમે ધીમે ઉત્તર તરફ પણ વધી રહી છે. જંગલની મોટી આગ માત્ર સ્થાનિક સમસ્યા નથી હોતી. તેનો ધુમાડો હવાની સાથે સેંકડો-હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ શકે છે. સ્પેન અને ફ્રાન્સમાં જે અઠવાડિયાઓથી આગ લાગી છે તેને સંપૂર્ણ કાબુ તો હજી કરી શકાઈ નથી. જો દર વર્ષે આવો જ ભીષણ ઉનાળો આવશે અને ગરમી પડતી રહેશે તો લોકો માટે જીવવું દુષ્કર થવા લાગશે.
બીજી તરફ બ્રિટન પણ ગરમી અને દુષ્કાળથી પરેશાન છે. આ અઠવાડિયે દેશમાં વર્ષની પાંચમી હીટવેવ આવવાની આશંકા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સે રેકોર્ડ શરૂ થયા પછીની સૌથી સૂકી જુલાઈ નોંધાવી છે. ઇંગ્લેન્ડના મોટા ભાગને અને સમગ્ર વેલ્સને પહેલાથી જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.
જો વરસાદ નહીં થાય તો બ્રિટનના વધુ વિસ્તારોમાં પણ દુષ્કાળની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. બ્રિટનના હવામાન વિભાગના તાજા રિપોર્ટ સૌથી વધુ ચિંતા આ જ બાબતને લઈને વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, જે પ્રકારના હવામાનને પહેલા અસાધારણ કે અસહ્ય માનવામાં આવતું હતું, તે હવે ધીમે ધીમે સામાન્ય બનતું જઈ રહ્યું છે.
ક્લાઈમેટ ચેન્જની જે વિપરિત અસર થઈ છે તેમાં હવા, જમીન જ નહીં પાણીને પણ વ્યાપક નુકસાન થયું છે. દુનિયાભરમાં નદીઓને નુકસાન થયું છે અને થઈ રહ્યું છે. બીજી તરફ હવે સમુદ્રો પણ તેનો ભોગ બની રહ્યા છે. સમુદ્ર માત્ર પાણીનો વિશાળ ભંડાર નથી. તે પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરનારી સૌથી મોટી કુદરતી વ્યવસ્થાઓમાંથી એક છે. ખરેખર, મહાસાગરો ગ્રીનહાઉસ ગેસોના કારણે પેદા થતી વધારાની ગરમીનો મોટો ભાગ શોષી લે છે. પરંતુ જેમ જેમ સમુદ્ર ગરમ થાય છે, તેના ઘણા ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. સમુદ્રો ગરમ થવાના કારણે મરીન ઈકોસિસ્ટમને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. દરિયાઈ જીવોને અને કોરલ રીફને નકારાત્મક અસરો થઈ રહી છે. આ ઉપરાંત દરિયાઈ તાપમાન વધવાથી હવામાન ચક્ર પર અસર પડી રહી છે. સમુદ્ર જ્યારે વધુ ગરમ થાય છે ત્યારે ખતરનાક વાવાઝોડા બને છે, એટલે કે ક્યાંક ભયાનક વરસાદ થશે તો ક્યાંક દુષ્કાળ પડશે.
મહાસાગરોના અસાધારણ ગરમ થવા પાછળ અલ નીનો જેવી કુદરતી ઘટના અને માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગનું જોડાણ છે. મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણીનું ગરમ થવું તે 'અલ નીનો' તરીકે ઓળખાય છે. જ્યારે આ કુદરતી ઘટના ગ્લોબલ વોર્મિંગ સાથે ભળે છે, ત્યારે તે વૈશ્વિક હવામાન ચક્રને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દે છે. ગરમ સમુદ્ર વાતાવરણમાં વધુ ભેજ અને ઊર્જા છોડે છે, જેના કારણે ડોલ્ફિન જેવા વાવાઝોડાં અતિ વિનાશક બને છે. શાંઘાઈમાં તાજેતરમાં પડેલો ૧૫૦ વર્ષનો રેકોર્ડતોડ વરસાદ આ જ દરિયાઈ ગરમીનું સીધું પરિણામ છે. આ ઉપરાંત સમુદ્રમાં વારંવાર આવતી હીટવેવ્સને કારણે કોરલ રીફ્સ (પ્રવાળ ખડકો) નાશ પામી રહ્યા છે. જો કોરલ રીફ્સ નષ્ટ થશે, તો ૨૫% દરિયાઈ જીવોનું અસ્તિત્વ ખતરામાં મુકાશે.
જાણકારો માને છે કે, હવે કેટલીક બાબતે તાકીદે નક્કર અને મજબૂત પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે. ખાસ કરીને કોલસો, પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિભૂત બળતણનો વપરાશ તાત્કાલિક ઘટાડીને સૌર અને પવન ઊર્જા તરફ ઝડપથી વળવું પડશે. આ ઉપરાંત જંગલોનું રક્ષણ અને વ્યાપક વનીકરણ પણ કરવું પડશે. વૃક્ષો કાર્બન શોષક તરીકે કામ કરે છે. જંગલોનું નિકંદન અટકાવવું એ પ્રાથમિકતા હોવી જોઈએ. તે ઉપરાંત વિશ્વમાં વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવામાં આવે અને ગ્રીનબેલ્ટમાં વધારો થાય તે અત્યંત જરૂરી છે. તેનાથી હવા, પાણી અને જમીન ત્રણેયને સુરક્ષિત કરી શકાશે. દરિયાઈ પ્રદૂષણ અટકાવવું અને દરિયાઈ પારિસ્થિતિક તંત્રને પુનર્જીવિત કરવા વૈશ્વિક સ્તરે કડક નીતિઓ લાગુ કરવી પડશે. જો વિશ્વના તમામ દેશો પોતાના રાજકીય અને આર્થિક સ્વાર્થ છોડીને પર્યાવરણ પ્રત્યે ગંભીર નહીં થાય, તો કુદરતનો આ કોપ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે.

પૃથ્વીને મનુષ્યની નહીં પણ મનુષ્યને પૃથ્વીની વધુ જરૂર છે તે સમજવું પડશે
વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર, વિશ્વનું સરેરાશ તાપમાન હવે ૧૯મી સદીના અંતની સરખામણીમાં લગભગ ૧.૪ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. આ જ કારણ છે કે આજના સમયે ક્યાંક રેકોર્ડતોડ ગરમી પડી રહી છે, તે બીજી તરફ ક્યાંક જંગલોમાં આગ લાગી રહી છે. સિવાય દુનિયાના ઘણા દેશોમાં ભયાનક દુષ્કાળ પડી રહ્યો છે, તો ભારત સહિત કેટલાક દેશો છે જ્યાં અચાનક ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ વધી રહી છે. સંશોધકો માને છે કે, આવનારા મહિનાઓમાં 'અલ નીનો' તાપમાનને હજુ વધુ ઉપર ધકેલી શકે છે. જો તેની અસર વ્યાપક થશે તો આગામી વર્ષે પણ આવી જ વિષમતાઓ અને વિસંગતતાઓના ભય હેઠળ જ પસાર કરવું પડશે. જો ક્લાઈમેટ ચેન્જને કાબુ કરવાના સભાન પ્રયાસ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં તેની ભયાનક અસરો માટે તૈયાર રહેવું પડશે. વૈજ્ઞાાનિકોના મતે પૃથ્વીનું સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ (૧૯મી સદીના અંત) ની સરખામણીએ ઘણું વધી ચૂક્યું છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ (૨૦૧૫) હેઠળ વૈશ્વિક તાપમાન વૃદ્ધિને ૧.૫ભ સુધી સીમિત રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન આંકડા દર્શાવે છે કે આપણે આ ભયજનક સીમારેખાને વટાવી રહ્યા છીએ. જો તાપમાનમાં આ જ દરે વધારો થતો રહ્યો, તો ૨૧મી સદીના અંત સુધીમાં દરિયાઈ સપાટીમાં ૦.૫ થી ૧ મીટર સુધીનો વધારો થઈ શકે છે, જેનાથી મુંબઈ, શાંઘાઈ, ન્યૂ યોર્ક અને લંડન જેવા મુખ્ય દરિયાકાંઠાના શહેરો જળમગ્ન થવાના આરે આવી જશે. પૃથ્વીને મનુષ્યની જરૂર નથી, પરંતુ મનુષ્યને જીવવા માટે પૃથ્વીની જરૂર છે. આ સત્ય આપણે જેટલું વહેલું સમજીએ એટલું માનવજાતના ભવિષ્ય માટે સારું છે.