News Focus

અમેરિકા-ઈરાન જંગ વચ્ચે ચીને હેરાત સુધી રેલ કોરિડોર બનાવી દીધો!

By GS Team
11 Aug 20267 mins read
TukuTouch Logo
ચીને અમેરિકાને પછાડી, બુદ્ધિથી મધ્ય એશિયામાં બાજી પલટી છે. તાજેતરમાં, ચીનથી માલગાડી કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન થઈને અફઘાનિસ્તાનના હેરાત પહોંચી. આ '5 નેશન્સ રેલવે કોરિડોર' દ્વારા ચીને 5 દેશો સાથે નવો વેપાર માર્ગ શરૂ કર્યો. આથી દરિયાઈ માર્ગની 90 દિવસની મુસાફરી હવે 30 દિવસમાં પૂર્ણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન જંગ વચ્ચે ચીને હેરાત સુધી રેલ કોરિડોર બનાવી દીધો!
  • અમેરિકા મધ્ય એશિયામાં બળથી કબજો કરવા માગે છે ત્યાં ચીને કળથી વેપારના નામે પાંચ દેશોનો સાધી લીધા
  • આ માલગાડી ચીનથી નીકળીને કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન થઈને અફઘાનિસ્તાન સુધી પહોંચી હતી. આમ ચીને પાંચ દેશોને સાધીને પોતાનો નવો ટ્રેડ રેલવે કોરિડોર શરૂ કરવાના મજબૂત સંકેત આપી દીધા છે. જાણકારોના મતે આ રૂટ ચીનના બહુપ્રતિક્ષિત '૫ નેશન્સ રેલવે કોરિડોર'નો ભાગ છે, જેને મધ્ય એશિયાના દેશો માટે એક માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે : જાણકારો માને છે કે, હાલમાં ચીન ગ્વાદરને છોડી રહ્યું નથી, તે માત્ર એક નવો રસ્તો બનાવી રહ્યું છે. આ એટલા માટે પણ ફાયદાકારક છે કારણ કે ગ્વાદર એક પોર્ટ છે, જ્યારે હેરાત કોરિડોર એક રેલ ટ્રાન્ઝિટ હબ છે. તેનાથી જમીની કનેક્ટિવિટી મળશે અને જહાજો ઉપરના હુમલાના ભયથી રાહત મળશે : અમેરિકી પ્રતિબંધોથી ઘેરાયેલા ઈરાનને આર્થિક ઓક્સિજનની જરૂર છે, જ્યારે ચીનને સુરક્ષિત ઊર્જા અને વેપાર માર્ગોની જરૂર છે. ચીને ઈરાન સાથે ૪૦૦ અબજ ડોલરની ૨૫ વર્ષની દીર્ઘકાલીન વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. ખાસ કરીને ચીને ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલવાયું થતાં બચાવી લીધું અને તેને વેપારી માર્ગ પૂરો પાડયો. બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન સાથે પોતાના આર્થિક સંબંધો મજબૂત કર્યા

ચીને ફરી એક વાર અમેરિકાને વૈચારિક અને વ્યાપારિક યુદ્ધમાં મ્હાત આપી છે. ચીને બુદ્ધિના જોરે મધ્ય એશિયામાં બાજી પલટી નાખી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ક્રૂડ તથા યુરેનિયમ માટે સંઘર્ષ ચાલે છે ત્યાં ડ્રેગને પોતાના મનસુબા પાર પાડી દીધા છે. ડ્રેગને પોતાનું પૂરૃં ધ્યાન એક નવા રેલવે રૂટ પર કેન્દ્રીય કર્યું હતું, જે આવનારા સમયમાં સૌથી મોટો ટ્રેડ કોરિડોર બની શકે છે. હાલમાં જ ચીને ઈરાનના રસ્તે અફઘાનિસ્તાનના હેરાત સુધી પોતાની પહેલી માલગાડી પહોંચાડી દીધી. જાણકારોના મતે ચીનના બેઈજિંગથી અફઘાનિસ્તાનના હેરાત સુધી ગયેલા આ માલગાડીમાં અંદાજે ૫૦૦ ટન માલ-સામાન હતો. જોકે, આ માત્ર એક ટ્રેનની વાત નથી, પરંતુ ચીન, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે બની રહેલા એક મોટા રેલ નેટવર્કની વાત છે, જે ચીનને સીધું પશ્ચિમ એશિયા અને મિડલ ઈસ્ટ સાથે જોડે છે.
અફઘાનિસ્તાનના 'ઓમિડ રેડિયો'ના એક અહેવાલ અનુસાર, ચીનથી ફાઈબરબોર્ડ અને અન્ય કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ જેવી પ્રોડક્ટ્સ લઈને પહોંચેલી ટ્રેન પહેલા ઈરાન પહોંચી અને ત્યાંથી 'ખાફ' થઈને સીધી અફઘાનિસ્તાનના હેરાત પ્રાંત સુધી પહોંચી. રિપોર્ટમાં ઈરાન-અફઘાનિસ્તાન રેલવે કોરિડોરના પ્રમુખ મુસ્તફા રેઝાઈના હવાલાથી લખવામાં આવ્યું છે કે માલગાડીમાં સામાન બેઈજિંગથી ભરવામાં આવ્યો હતો, જેને રસ્તામાં ક્યાંય પણ ઉતારવાની કે ફરીથી ચડાવવાની જરૂર ન પડી. તે સીધી ચીનથી હેરાત સુધી પહોંચી ગયો. આ માલગાડી ચીનથી નીકળીને કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાન થઈને અફઘાનિસ્તાન સુધી પહોંચી હતી. આમ ચીને પાંચ દેશોને સાધીને પોતાનો નવો ટ્રેડ રેલવે કોરિડોર શરૂ કરવાના મજબૂત સંકેત આપી દીધા છે.
જાણકારોના મતે ચીને જે નવા રૂટનો ઉપયોગ કર્યો છે તે ચીનના બહુપ્રતિક્ષિત '૫ નેશન્સ રેલવે કોરિડોર'નો ભાગ છે, જેને મધ્ય એશિયાના દેશો માટે એક માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. આ માટે બેઈજિંગથી રવાના થતી ટ્રેન પહેલા કઝાકિસ્તાન પહોંચે છે અને ત્યાંથી તુર્કમેનિસ્તાનમાં એન્ટ્રી કરે છે. અહીંથી ટ્રેન ઈરાનના રેલવે નેટવર્કનો ઉપયોગ કરે છે અને ખાફ થઈને નવનિર્મિત 'ખાફ-હેરાત રેલવે લાઈન' દ્વારા અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં દાખલ થાય છે. ચીન અને ઈરાન વચ્ચે પહેલાં પણ ટ્રેન ચાલતી હતી, પરંતુ નવી વાત એ છે કે હવે તે ખાફના રસ્તે સીધી અફઘાનિસ્તાનના હેરાત સુધી પહોંચી રહી છે. ચીનનો આ એફએનઆરસી એટલે કે ફાઈવ નેશનલ રેલવે કોરિડોર એક નવી ભૌગોલિક અને વ્યૂહાત્મક ક્રાંતિનો શંખનાદ હતો. અમેરિકા જ્યાં બળ પ્રયોગ કરી રહ્યું છે ત્યાં ચીને સસ્તા સામાન અને ઝડપી સુવિધાના નામે કળપૂર્વક પાંચ દેશોનો સાધી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, હેરાત અફઘાનિસ્તાનમાં છે જે ઈરાનની સરહદની ખૂબ નજીક છે. એટલા માટે આ શહેર અફઘાનિસ્તાનને ઈરાનના રેલ નેટવર્ક સાથે જોડવા માટે મહત્વપૂર્ણ બની જાય છે. ખાફ-હેરાત રેલવે લાઈન આની મુખ્ય કડી છે. આ પ્રોજેક્ટ ૨૨૫કિલોમીટર લાંબો છે, જેમાંથી ૧૪૦ કિમીનો હિસ્સો અફઘાનિસ્તાનમાં છે અને બાકીનો ૮૫ કિ.મી વિસ્તાર ઈરાનમાં છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૦૨૦માં આનો એક ભાગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. હવે બેઈજિંગથી હેરાત સુધી માલગાડી ચલાવીને ચીને ૫ નેશન્સ રેલ કોરિડોર તરફ કદમ વધારી દીધા છે. જોકે, આમાં ચીન પહેલા અફઘાનિસ્તાન અને પછી ઈરાન પહોંચશે. જો ચીનનો ૫ નેશન્સ રેલ કોરિડોર બની જાય છે, તો ચીન માટે દરિયાઈ માર્ગો પર નિર્ભરતા ઘટી જશે. અત્યારે ચીનને હોર્મુઝ અને મલક્કા સ્ટ્રેટ પર નિર્ભર રહેવું પડે છે. આ ઉપરાંત, રીલોડિંગ જેવી ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. એટલે કે ચીનથી જ સીધું માલનું લોડિંગ થશે જે ઈરાન કે અફઘાનિસ્તાનમાં ઉતરશે. તેવી જ રીતે ઈરાનથી માલ લોડ થશે તો તે સીધો બેઈજિંગ પહોંચશે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. આ રસ્તો ચીનના 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ' (મ્ઇૈં)નો પણ એક હિસ્સો રહેશે, જે પાકિસ્તાન અને બલૂચિસ્તાનના પરંપરાગત રસ્તાને બદલે મધ્ય એશિયા સુધી પહોંચવાનો એક નવો વિકલ્પ આપશે.
મહત્ત્વની વાત એ છે કે, આ રૂટ ચીનને પરંપરાગત રસ્તાઓ પર નિર્ભરતા ઓછી કરીને મધ્ય એશિયા દ્વારા વેપારનો એક સુરક્ષિત વિકલ્પ આપે છે. વાસ્તવમાં ચીન અને ઈરાન લાંબા સમયથી એકબીજાના મહત્વપૂર્ણ ભાગીદાર છે. એવામાં અમેરિકાના હુમલાઓ પછી જ્યારે હોર્મુઝને બંધ કરવામાં આવ્યું ત્યારે ચીન પર પણ તેની અસર પડી.
આ સ્થિતિમાં આ કોરિડોર ચીનની તાકાત બની શકે છે. આમ જોવા જઈએ તો, બેઈજિંગે હેરાત સુધી ટ્રેન ચલાવીને મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જોકે હજુ પણ આને એક પડકાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ માટે નિયમિત ટ્રેન સેવા, પર્યાપ્ત માલ વહન ક્ષમતા અને આખા કોરિડોરનું સતત કનેક્ટિવિટી જાળવી રાખવું ખૂબ જ જરૂરી બનશે.
જાણકારોના મતે ચીનનો પશ્ચિમ એશિયા સુધી પહોંચવાનો એક મુખ્ય રસ્તો પાકિસ્તાન દ્વારા ભઁઈભ અને ગ્વાદર સાથે જોડાયેલો છે, પરંતુ અફઘાનિસ્તાન અને ઈરાનના રસ્તે બનનારી આ કનેક્ટિવિટી ચીનને એક અલગ વિકલ્પ આપી શકે છે. હકિકતે અત્યારે ચીન પાકિસ્તાનના ગ્વાદર થઈને અરબ સાગર સુધી પોતાની પહોંચ બનાવવા માંગે છે, પરંતુ જો તે હેરાત કોરિડોર સાથે જોડાય છે, તો ચીનથી મધ્ય એશિયા, ત્યાંથી અફઘાનિસ્તાન અને ઈરાન થઈને પશ્ચિમ એશિયા સુધી પહોંચી શકે છે. જાણકારો માને છે કે, હાલમાં ચીન ગ્વાદરને છોડી રહ્યું નથી, તે માત્ર એક નવો રસ્તો બનાવી રહ્યું છે. આ એટલા માટે પણ ફાયદાકારક છે કારણ કે ગ્વાદર એક પોર્ટ છે, જ્યારે હેરાત કોરિડોર એક રેલ ટ્રાન્ઝિટ હબ છે. તેનાથી જમીની કનેક્ટિવિટી મળશે અને જહાજો ઉપરના હુમલાના ભયથી રાહત મળશે.
ચીન માટે દરિયાઈ વેપાર માર્ગો હંમેશાં એક મોટી નબળાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ચીનનો ૮૦% થી વધુ ખનિજ તેલ અને વિદેશી વેપાર બે મુખ્ય દરિયાઈ ખાડીઓ ઉપર આધારિત છે. પહેલા ક્રમે આવે છે મલક્કાની ખાડી. સિંગાપોર અને મલેશિયા નજીક આવેલો આ સાંકડો દરિયાઈ માર્ગ અમેરિકી નૌકાદળના પ્રભાવ હેઠળ છે. યુદ્ધ કે તણાવની સ્થિતિમાં અમેરિકા આ માર્ગ બ્લોક કરી શકે છે, જેને 'મલક્કા ટ્રેપ' કહેવામાં આવે છે. બીજી તરફ હોર્મુઝની ખાડી. પસયન ગલ્ફમાં આવેલો આ માર્ગ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવનું કાયમી કેન્દ્ર છે. ઈરાન પરના અમેરિકી પ્રતિબંધો કે લશ્કરી સંઘર્ષ વખતે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર ગંભીર ખતરો ઊભો થાય છે. ચીન-હેરાત રેલ કોરિડોર ચીનને આ બંને ચોકપોઇન્ટ્સથી સંપૂર્ણપણે મુક્તિ આપે છે. દરિયાઈ જહાજ દ્વારા જે માલ ચીનથી મિડલ ઈસ્ટ કે યુરોપ પહોંચાડવામાં ૬૦ થી ૯૦ દિવસ (૨ થી ૩ મહિના) લાગતા હતા, તે હવે જમીની રેલ માર્ગ દ્વારા માત્ર ૩૦ દિવસમાં પહોંચી જાય છે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને વિલંબનું જોખમ ઘટે છે.

મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ચીનનો માસ્ટરસ્ટ્રોક : યુરેશિયા ઉપર પકડ મજબૂત કરી

જાણકારોના મતે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ચીને આ એક માસ્ટરસ્ટ્રોક માર્યોે છે. તેણે કોઈપણ જાતના વાદ-વિવાદ કે સંઘર્ષ વગર યુરેશિયા સુધી પોતાની પકડ મજબૂત બનાવી દીધી છે. આ મલ્ટિમોડલ રેલ કોરિડોરનું પરિવહન ખરેખર સમજવા જેવું છે. પશ્ચિમની ચીનમાં બેઈજિંગથી માલગાડીમાં સામાન ભરાશે. તે ચીન-કઝાક સરહદ ઓળંગીને મધ્ય એશિયાના દ્વાર કઝાકિસ્તાનમાં પહોંચશે. ત્યાંથી ઉઝબેકિસ્તાનના બુખારા શહેર સાથે આ કોરિડોર જોડાશે. તે મુખ્ય લોજિસ્ટિક હબ અને ટ્રાન્સફર પોઈન્ટ પણ બની શકે તેમ છે. ત્યાંથી રેલવે અથવા ટ્રકો દ્વારા માલસામાન તુર્કમેનિસ્તાનને પસાર કરી શકે છે. રેલવે લાઈનથી જ આ માલસામાન તુર્કમેનિસ્તાનમાંથી પસાર થઈને ઈરાન પહોંચશે. ઈરાનના ખાફ શહેરમાં આધુનિક રેલવે નેટવર્ક વિકસાવવામાં આવેલું છે. આ શહેર જ આ કોરિડોરનો પ્રાણ છે. ખાફ-હેરાત વચ્ચે ઘણા વર્ષથી રેલવે લાઈન દ્વારા માલસામાન અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાતમાં જાય જ છે. હવે આ રેલવેલાઈન સાથે ચીનની રેલવે લાઈન જોડાઈ જવાથી છ દેશો વચ્ચે નવો વેપાર માર્ગ સ્થાપિત થઈ ગયો છે. ૭,૪૦૦ કિલોમીટરની આ રેલવે લાઈન દ્વારા માત્ર ૩૦ દિવસમાં માલસામાનનો વેપાર થશે જે દરિયાઈ માર્ગે ત્રણ મહિના જેટલો સમય લાગે છે. ચીને આ રૂટ કાર્યરત કરવા માટે જે સમય પસંદ કર્યા છે તે પણ ખૂબ જ સૂચક છે. પશ્ચિમ એશિયામાં અમેરિકી દળો અને ઈરાન સમર્થિત જૂથો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકી પ્રતિબંધોથી ઘેરાયેલા ઈરાનને આર્થિક ઓક્સિજનની જરૂર છે, જ્યારે ચીનને સુરક્ષિત ઊર્જા અને વેપાર માર્ગોની જરૂર છે. ચીને ઈરાન સાથે ૪૦૦ અબજ ડોલરની ૨૫ વર્ષની દીર્ઘકાલીન વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. જ્યારે અમેરિકા દરિયાઈ ક્ષેત્રમાં ઈરાન પર દબાણ વધારી રહ્યું હતું, ત્યારે ચીને જમીની માર્ગે ઈરાન અને અફઘાનિસ્તાન સાથે સીધો વેપાર સંબંધ સ્થાપિત કરી દીધો. આ પગલાંથી ચીને અનેક વ્યૂહાત્મક લાભ મેળવ્યા છે. ખાસ કરીને ચીને ઈરાનને આંતર્રાષ્ટ્રીય સ્તરે એકલવાયું થતાં બચાવી લીધું અને તેને વેપારી માર્ગ પૂરો પાડયો. બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસન સાથે પોતાના આર્થિક સંબંધો મજબૂત કર્યા. તેના કરતા પણ વિશેષ અમેરિકી પ્રતિબંધોની ચિંતા કર્યા વગર યુરેશિયામાં પોતાની પકડ મજબૂત કરી.