News Focus

હોર્મુઝ બાદ હવે રાતા સમુદ્રનો માર્ગ પણ બંધ થવાના આરે

By GS Team
23 Jul 20268 mins read
TukuTouch Logo
ઈરાન સમર્થિત હુથી લડવૈયાઓએ સાઉદી સામે બાબ-અલ-મંદેબની ખાડી બંધ કરવાની ધમકી આપી છે. યમનમાંથી કરાયેલી આ ધમકીથી રાતા સમુદ્રનો પ્રવેશદ્વાર ગણાતો આ જળમાર્ગ અવરોધાશે. આ માર્ગેથી દુનિયાનું 12% ક્રૂડ સપ્લાય થાય છે. જો આ રસ્તો બંધ થાય, તો એશિયા-યુરોપમાં ક્રૂડની ભારે તંગી સર્જાશે અને વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ બાદ હવે રાતા સમુદ્રનો માર્ગ પણ બંધ થવાના આરે

ઈરાન સમર્થક હુથી લડવૈયાઓ સાઉદી સામે આરપારની લડાઈમાં ઉતર્યા, બાબ અલ મંદેબ બંધ કરવા ધમકી આપી
બાબ-અલ-મંદેબની ખાડી પણ ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વની છે. રાતા સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આ ખાડીમાંથી પસાર થવું પડે છે. રાતા સમુદ્રના પ્રવેશ દ્વારા જેવી છે આ ખાડી. તેના કારણે તેને ગેટ ઓફ ટીયર્સ પણ કહેવાય છે. આ રસ્તેથી દુનિયાનું ૧૨ ટકા ક્રૂડ સપ્લાય થાય છે. જો આ રસ્તો બંધ થઈ જાય તો સમગ્ર એશિયા અને યુરોપમાં ક્રૂડની વ્યાપક તંગી ફેલાય તેમ છે : ઈરાનની કોઈ સરહદ બાબ-અલ-મંદેબ સાથે જોડાયેલી નથી. હોર્મુઝની ખાડીથી આ ખાડી અંદાજે ૧૨૦૦ માઈલ દૂર આવેલી છે. ઈરાન અહીંયા પ્રોક્સિ વોર કરી શકે છે. ઈરાનના ઈશારે હુથી લડવૈયાઓ મિસાઈલ અને ડ્રોન દ્વારા અહીંયા સાઉદીના જહાજો ઉપર હુમલા કરી રહ્યા છે. તેઓ માત્ર ૨૦ માઈલ પહોળી આ ખાડીને બંધ કરી શકે છે : આ રસ્તો બંધ થાય તો મોટાભાગનો યુરોપ-એશિયાનો વેપાર અટકી જાય. જો વેપાર કરવો હોય તો આફ્રિકાની દક્ષિણે થઈને ગોળ ફરીને જવું પડે. તેમાં ૯૦૦૦ કિ.મી. જેટલો પ્રવાસ વધી જાય. તેમાં અંદાજે ૧૦ થી ૧૪ દિવસનો વધારો સમય લાગી શકે. આ ખાડી બંધ થયા બાદ કિંમતોમાં આગ ઝરતી તેજી આવે તેમ છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલું યુદ્ધ હવે અલગ દિશામાં અને નવા ચરણમાં પ્રવેશતું હોય તેમ દેખાઈ રહ્યું છે. એક તરફ હોર્મુઝની ખાડી ઉપર તોળાઈ રહેલો ખતરો વધુ ગંભીર બન્યો છે ત્યાં હવે સાઉદી અરબ સાથે પણ ઈરાન અને તેના સમર્થક લડવૈયાઓ ખરાખરીનો ખેલ કરવાના મૂડમાં છે. તાજેતરમાં યમન ખાતેથી હુથી લડવૈયાઓ દ્વારા સાઉદીને બાબ અલ મંદેબ ખાતે જહાજો ઉડાવી દેવાની અને જળમાર્ગ ખોરવી કાઢવાની ધમકી આપવામાં આવી છે.
અરબ સાગર અને રાતા સમુદ્ર સાથે જોડાયેલા આ જળવાર્ગ ઉપર પણ જો વિઘ્ન આવશે તો ભારત સહિત એશિયાના દેશો ઉપર મોટું સંકટ સર્જાશે.
આ ઉપરાંત વિશ્વભરમાં ક્રૂડ અને ગેસની વ્યાપક તંગી ફરીથી ઊભી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન સ્પષ્ટ રીતે જાણે છે કે, હોર્મુઝ૨ની ખાડી બંધ થવાથી દુનિયાના ક્રૂડનો ૨૦ ટકા સપ્લાય બંધ થઈ ગયો છે. તેના કારણે વૈશ્વિક સ્તરે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને અનેક દેશોના અર્થતંત્ર હાલકડોલક થવા માંડયા છે. હવે તેની નજર રાતા સમુદ્ર ઉપર છે.
બાબ-અલ-મંદેબની ખાડી પણ ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વની છે. રાતા સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આ ખાડીમાંથી પસાર થવું પડે છે. રાતા સમુદ્રના પ્રવેશ દ્વારા જેવી છે આ ખાડી. તેના કારણે તેને ગેટ ઓફ ટીયર્સ પણ કહેવાય છે. આ રસ્તેથી દુનિયાનું ૧૨ ટકા ક્રૂડ સપ્લાય થાય છે. જો આ રસ્તો બંધ થઈ જાય તો સમગ્ર એશિયા અને યુરોપમાં ક્રૂડની વ્યાપક તંગી ફેલાય તેમ છે. યમનના હુથી લડવૈયાઓની મદદથી ઈરાન સમગ્ર દુનિયાને રડાવવા માટે અને અમેરિકાને ઘુંટણીયે લાવવા માટે હવે આખી દુનિયાને રાતા પાણીએ રડાવવા સજ્જ થયું છે.
દુનિયાનો ક્રૂડનો ૩૦ થી ૩૨ ટકા સપ્લાય બંધ થઈ જાય તેમ છે. ચિંતાજનક બાબત એ છે કે, સાઉદી સાથેના સંઘર્ષ બાદ હુથીઓના પ્રવક્તાએ સ્પષ્ટ ધમકી આપી છે કે, જો દુશ્મન દ્વારા અમારી જમીન કે અભિયાન તરફ ખરાબ નજર કરવામાં આવી તો અમે કોઈપણ હદે સુધી જતા રહીશું. તેમના દ્વારા થતા હુમલાનો કોઈ લાભ થવાનો નથી પણ અમે જે પગલાં લઈશું તેના કારણે રાતોરાત દુનિયામાં ક્રૂડની કિંમત બમણી થઈ જશે. રાતા સમુદ્રનો આ દ્વાર દુનિયાને રાતા પાણીએ રડાવી શકે તેમ છે. સાઉદીનો ક્રૂડનો વેપાર અટકાવવાની તો સીધી જ ધમકી ઉચ્ચારી દીધી છે અને ખાડી દેશોમાં ચિંતા જન્માવી છે.
રસપ્રદ બાબત એ છે કે, ઈરાનની કોઈ સરહદ બાબ-અલ-મંદેબ સાથે જોડાયેલી નથી. હોર્મુઝની ખાડીથી આ ખાડી અંદાજે ૧૨૦૦ માઈલ દૂર આવેલી છે. ઈરાન અહીંયા પ્રોક્સિ વોર કરી શકે છે. ઈરાને આ વિસ્તારમાં રહેલા હુથી વિદ્રોહીઓ દ્વારા અહીંયા યુદ્ધના મંડાણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. ઈરાનના ઈશારે તેઓ મિસાઈલ અને ડ્રોન દ્વારા અહીંયા હુમલા કરી શકે છે. તેઓ માત્ર ૨૦ માઈલ પહોળી આ ખાડીને બંધ કરી શકે છે.
આ સ્થિતિ વિશે મહાસત્તાઓને માહિતી છે તેથી તેઓ જિબૂતી ખાતે પોતાના બેઝ દ્વારા તેનો સમાનો કરી શકે છે. જાણકારો માને છે કે, આ વિસ્તારમાં યુદ્ધ શરૂ થશે તો અહીંયા પણ વેપાર અટકી જશે.
બાબ-અલ-મંદેબ ખાડી અથવા જો સામુદ્રધુની જો બ્લોક થઈ જાય તો દુનિયા ઉપર તેની ઘણી વિપરિત અસર પડે તેમ છે. સૌથી પહેલાં તો આ રસ્તેથી પસાર થતા ક્રૂડના તમામ ટેન્કરોને આફ્રિકાનું ચક્કર મારીને જવું પડે. તેના કારણે સપ્લાયમાં ૧૦ થી ૧૪ દિવસનો વધારો થઈ જાય. તેના કારણે ક્રૂડના કિંમતમાં મોટો વધારો થઈ જાય. હાલમાં પણ ક્ડની કિંમત ૪૦ ટકા વધી ગઈ છે તો આ ખાડી બંધ થયા બાદ કિંમતોમાં આગ ઝરતી તેજી આવે તેમ છે. બીજી તરફ શિપિંગ કંપનીઓની શિપિંગ કોસ્ટ, ઈંધણ, વીમો બધામાં વધારો થઈ જાય જેના પરિણામે વસ્તુઓમાં સ્વાભાવિક ભાવ વધારો આવે. આ એક એવો શોર્ટ-કટ છે જે વૈશ્વિક બજારમાં વસ્તુઓની કિંમત ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રસ્તો બંધ થઈ જાય તો એશિયા અને યુરોપમાં મોંઘવારી આસમાને પહોંચી જાય.
સૌથી મોટી બાબત એ છે કે આ રસ્તો બંધ થાય એટલે રાતા સમુદ્રનો એકમાત્ર સાઉથ તરફનો ગેટ બંધ થઈ જાય. તેના કારણે એશિયાથી યુરોપ જનારા તમામ જહાજો સુએઝ નહેર સુધી પહોંચી શકે નહીં. તેવી જ રીતે યુરોપથી આવતા જહાજો પણ અટકી જાય. સુએઝ નહેર પહોંચવા માટે આ ખાડીમાંથી પસાર થવું જ પડે છે. આ રસ્તો બંધ થાય તો મોટાભાગનો યુરોપ-એશિયાનો વેપાર અટકી જાય. જો વેપાર કરવો હોય તો આફ્રિકાની દક્ષિણે થઈને ગોળ ફરીને જવું પડે. તેમાં ૯૦૦૦ કિ.મી. જેટલો પ્રવાસ વધી જાય. તેમાં અંદાજે ૧૦ થી ૧૪ દિવસનો વધારો સમય લાગી શકે.
ફારસની ખાડીમાંથી જે પણ ક્રૂડ અને ગેસ આવે છે તે અમેરિકા અને યુરોપ જવા માટે આ રસ્તે થઈને જ પસાર થાય છે.
દરરોજ અહીંયાથી અંદાજે ૮૫ લાખ બેરલ ક્રૂડ અને ગેસ સપ્લાય થાય છે. દર વર્ષે આ સાંડકી ખાડીમાંથી અંદાજે ૧ ટ્રિલિયન ડોલરના માલસામાનનો વેપાર થાય છે. આ રસ્તે મોટા પ્રમાણમાં ગ્લોબલ સપ્લાય પસાર થાય છે. આ રસ્તે ચીન, ભારત, જાપાનથી યુરોપ જનારા વાહનો અને તેના ગેજેટ્સ તથા પાર્ટ્સ સપ્લાય થાય છે. તે ઉપરાંત સાઉથ-ઈસ્ટ એશિયામાંથી ઘઉં, ચોખા, ખાંડ પણ યુરોપ અને આફ્રિકાના દેશો સુધી મોકલવામાં આવે છે. તેવી જ રીતે ફેક્ટરીઓ માટે જરૂરી પાર્ટ્સ, પણ દુનિયાભરમાં અહીંયાથી જ પસાર થાય છે. આ રસ્તો બંધ થાય તો વૈશ્વિક વેપારનો મોટી ખાટ પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, બાબ-અલ-મંદેબ હકિકતે રાતા સમુદ્ર અને અદનની ખાડીને જોડનારો એક સાંકડો સામુદ્રિક માર્ગ છે. તે બીજી તરફ સુએઝ નહેર તરફ જાય છે. દુનિયાભરમાં મોકલાતા માલ-સામાનનો ૧૨ ટકા જથ્થો અને ક્રૂડનો ૧૨ ટકા જથ્થો આ રસ્તે પસાર થાય છે.
તે દુનિયાનો ચોથો સૌથી મોટો વ્યાપારિક દરિયાઈ માર્ગ છે. તેના કારણે જ તેનું રણનીતિક મહત્ત્વ વધારે છે. યમનના દક્ષિણ-પશ્ચિમમાં આફ્રિકાના જિબુતી અને ઈરિટ્રિયા દેશોને આ ખાડી અલગ કરે છે. તે એશિયા અને આફ્રિકાના દેશોને જોડતી એક સાંકડી સામુદ્રધુનિ છે. તેને ગેટ ઓફ ટિયર્સ એટલે કે આંસુઓનું દ્વાર કહેવામાં આવે છે. કહેવાય છે કે, અહીંયા ઘણા જહાજો ડુબ્યા હોવાથી તેને દુ:ખ કે પીડા અથવા તો આંસુઓનું દ્વાર કહવામાં આવે છે. અરબી ભાષામાં બાબનો અર્થ દ્વાર અને મંદેબનો અર્થ વિલાપ થાય છે.
આરબ લોકકથાઓ પ્રમાણે એક વખત જે ભયાનક ભૂકંપ આવ્યો તેના કારણે એશિયા અને આફ્રિકા ખંડ લગ થઈ ગયા. તે સમયે મોટી સંખ્યામાં લોકો આ જગ્યામાં ડૂબી ગયા હતા. તે ઉપરાંત અહીંયા રસ્તો સાંકડો, ક્યાંક છીછરું તો ક્યાંક ઉંડું પાણી છે અને તેના કારણે જૂના જમાનામાં વહાણો ખૂબ જ ડૂબી જતા હતા. તેથી તેના કારણે લોકો વિલાપ કરતા હતા. તેના પગલે તેને આંસુઓનું દ્વાર કહેવાય છે.
હાલમાં પણ અહીંયા જિયોપોલિટિક્સનું ધમાસાણ ચાલે છે. આ વિસ્તાર હુથી વિદ્રોહીઓના નિશાના ઉપર છે. તેઓ અહીંયા જતા-આવતા જહાજો ઉપર વારંવાર હુમલા કરતા હોય છે. યુદ્ધમાં જો ઈરાન તેનો ઉપયોગ કરે તો ૨૯ કિ.મી પહોળાઈની આ ખાડી દુનિયાને રાતા પાણીએ રડાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

ઈરાન, હુથી અને સાઉદી વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં યમનની રાજધાની સનાના એરપોર્ટ ઉપર એક ઈરાની વિમાનને લેન્ડિંગ કરવાની માઈ કરી દેવાઈ હતી.
હુથીઓનો દાવો છે કે, યમનની સરકાર ઉપર સાઉદીનો કન્ટ્રોલ છે અને તેના ઈશારે જ આવું થયું છે. તેના જવાબમાં હુથીઓએ સાઉદીના અબહા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યા હતા. સાઉદીએ પણ વળતા જવાબ આપ્યા અને બંને વચ્ચે જંગ જામ્યો છે. હવે હુથીઓએ સાઉદીનું ગળુ પકડવાની અને દુનિયાનું નાક દબાવવાની ધમકી આપી દીધી છે. આમ જોવા જઈએ તો, યમનના હુથી લડવૈયાઓ અને સાઉદી અરબ વચ્ચે દાયકાઓથી જંગ ચાલે છે. તેમાંય છેલ્લાં દોઢ દાયકામાં સ્થિતિ અત્યંત વણસેલી છે. ઈરાન સમર્થિત હુથી લડવૈયાઓ રાતા સમુદ્રમાં સાઉદી અરબને પરેશાન કરે છે.
આ રસ્તો તેમણે કબજે કરવાની કવાયત શરૂ કરી દીધી છે. જો ખરેખર આવું થશે તો વિશ્વભરમાં ક્રૂડની તંગી ઊભી થશે. સમસ્યા એ છે કે, હોર્મુઝની ખાડીમાં તો અમેરિકા અને ઈરાન સામસામે જંગ લડી જ રહ્યા છે. હવે બીજી તરફ રાતા સમુદ્રમાં સાઉદી અરબની સામે હુથી લડવૈયાઓ જંગે ચડયા છે. સાઉદી પોતાનો ક્રૂડનો મોટાભાગનો વેપાર રાતા સમુદ્રના રસ્તે જ કરે છે. સાઉદીનું ૭૦ ટકા ક્રૂડ અંદાજે ૭૫૦ માઈલ લાંબી પાઈપલાઈન દ્વારા યનબૂ બંદર સુધી જાય છે. ત્યારબાદ ત્યાંતી ક્રૂડ રાતા સમુદ્રના રસ્તે દુનિયાભરમાં મોકલવામાં આવે છે. ચિંતાજનક બાબત એટલે છે કે, સામાન્ય રીતે આ રસ્તે દરરોજ ૧૦ લાખ બેરલ ક્રૂડની નિકાસ થતી હોય છે. હોર્મુઝ બંધ થયા બાદ આ ક્ષમતા ૪૦ લાખ બેરલ સુધી પહોંચાડવામાં આવી હતી. હવે જો અહીંયા જંગ જામશે તો આ રસ્તો પણ ખોટકાશે અને દુનિયામાં ફરી ક્રૂડના ભાવ ભડકે બળશે અને વિવિધ દેશોમાં અભાવની સાથે મોંઘવારી પણ વધશે.