નવસારીમાં ગણેશ વિસર્જન બાદ રસ્તા પર ગુલાલના થર જામ્યા! પાવડાથી ઉખાડીને કરવી પડી સફાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navsari Ganesh Visarjan 11000KG Gulal: 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો'ના ગગનભેદી નાદ સાથે ગુજરાતભરમાં શ્રીજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. નવસારીના વિજલપોરના અંબાજી નગરમાં ગણેશ વિસર્જનની ઉજવણીમાં મોટીમાત્રામાં ગુલાલ ઉડાવતા રસ્તા પર જાણે ગુલાબી રંગની ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે, વિસર્જન બાદ રસ્તા પર ગુલાલના થર જામી જતા પાવડા વડે સાફ કરવાની નોબત આવી હતી.
નવસારીમાં ગણેશ વિસર્જન બાદ રસ્તા પર ગુલાલના થર જામ્યા!
ગુજરાતભરમાં ભાદરવા સુદ ચૌદસના પવિત્ર પર્વે ઢોલ-નગારા અને ભવ્ય શોભાયાત્રાઓ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી. નવસારીમાં શિવરાણા ક્ષત્રિય ગ્રુપ દ્વારા ગમેશ વિસર્જન દરમિયાન અંબાજી નગરના મુખ્ય રોડ પર JCBની મદદથી અંદાજે 11 હજાર કિલો ગુલાલ ઉડાવવામાં આવ્યું હતું. જો કે, વિસર્જન બાદ રસ્તા પર ગુલાલના જાડા થર જામી ગયા હતા, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં લપસવાનો અને અકસ્માતનો ભય ઊભો થયો હતો.
મોટી માત્રામાં રસ્તા પર પથરાયેલા ગુલાલને દૂર કરવા માટે નગરસેવક અને સામાજિક આગેવાનો એકઠા થઈને જાતે જ પાવડા વડે ગુલાલ હટાવવાની કામગીરી કરી હતી. ઉત્સાહ દરમિયાન સિવિક સેન્સ અને જવાબદારીના અભાવની સ્થિતિ ઊભી થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. અંતે, વાહનચાલકોને અગવડતા ન પડે તેને લઈને સામાજિક આગેવાનોએ રસ્તા પરના ગુલાલની સફાઈ કરી હતી.




