મોબાઈલ પર આવતા ફેક કોલ્સથી મળશે મુક્તિ, TRAI દ્વારા નવો નિયમ લાગુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trai new rules 1601 series: TRAI એટલે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લોકોને ફેક અને ફ્રોડ કૉલ્સથી બચાવવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. 10 ઓગસ્ટ 2026ના રોજ ટ્રાઈએ નવી વ્યવસ્થા શરૂ કરી છે, જેના હેઠળ હવે ગેસ, વીજળી અને કુરિયર કંપનીઓના કૉલ્સ 1601 સીરીઝ વાળા ખાસ નંબરથી આવશે. આનાથી યુઝર્સ માટે ફ્રોડ કૉલ્સને ઓળખવા ખૂબ જ સરળ બની જશે.
3 મુખ્ય બાબતો
બેંક અને સરકારી કૉલ્સ માટે 1600 નંબર વાળી સીરીઝ જ ચાલુ રહેશે.
આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 90 દિવસનો સમય મળ્યો છે.
1601 નંબર વાળી સીરીઝથી કોઈપણ પ્રકારના પ્રચાર (Promotional) માટેના કૉલ કરી શકાશે નહીં.
ફેક કૉલ્સ અટકાવવાની તૈયારી
અત્યાર સુધી ઠગ અને ભેજાબાજ લોકો સામાન્ય 10-અંક વાળા મોબાઈલ નંબરથી કૉલ કરીને પોતાને કંપનીના કર્મચારી બતાવીને લોકોને શિકાર બનાવતા હતા. આ સમસ્યાને ઉકેલવા માટે ટ્રાઈએ '1601' નંબર શ્રેણીનો પ્રથમ તબક્કો (Phase-1) લાગુ કર્યો છે. આનાથી કોઈપણ સામાન્ય નાગરિક જાણી શકશે કે, આવનાર કૉલ કોઈ માન્ય સર્વિસ પ્રોવાઈડરનો છે કે ફ્રોડનો.
કઈ સેવાઓ માટે વપરાશે 1601 નંબર?
ટ્રાઈના નવા નિયમના પ્રથમ તબક્કામાં યુટિલિટી અને લોજિસ્ટિક્સ સેક્ટરને સામેલ કરાયા છે.
વીજળી વિતરણ કંપનીઓ, સિટી ગેસ અને LPG ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓ.
કુરિયર કંપનીઓ, એક્સપ્રેસ લોજિસ્ટિક્સ અને પાર્સલ ડિલિવરી સર્વિસ.
બેંકિંગ, ફાઇનાન્સ, ઈન્સ્યોરન્સ (BFSI) અને સરકારી સંસ્થાઓ માટે પહેલાની જેમ જ 1600 સીરીઝ ચાલુ રહેશે.
કંપનીઓને 90 દિવસનું અલ્ટીમેટમ
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) ને 90 દિવસની અંદર આ વ્યવસ્થા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. 1601 સીરીઝના નંબર યોગ્ય ચકાસણી બાદ સીધા જ પાત્ર સંસ્થાઓને ફાળવવામાં આવશે અને વચેટિયાઓને પ્રક્રિયામાંથી બહાર રખાયા છે.
આ નંબરનો ઉપયોગ માત્ર ટ્રાન્ઝેક્શનલ અને સેવા સંબંધિત કૉલ્સ માટે જ થઈ શકશે, પ્રચાર માટે તેનો ઉપયોગ કરવા પર મનાઈ છે









