India

કોંગ્રેસની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું ‘નીતિશ કુમારને છોડવા જેવા ન હતા’, વાત સાંભળતા જ સોનિયા ગાંધી ભડક્યાં

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસની CWC બેઠકમાં દિગ્વિજય સિંહે નીતિશ કુમારને I.N.D.I.A. ગઠબંધનમાંથી ન જવા દેવાની વાત ઉઠાવતા સોનિયા ગાંધી ભડક્યા હતા. સોનિયાએ કહ્યું કે નીતિશ કુમાર ગઠબંધનમાં રહેવા માંગતા નહોતા અને તેમનું જવું નક્કી જ હતું. ખડગેએ પણ કહ્યું કે નીતિશ કુમાર ગઠબંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. 28 જાન્યુઆરી, 2024ના રોજ નીતિશ કુમારે I.N.D.I.A. છોડી NDAમાં ઘરવાપસી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસની બેઠકમાં દિગ્વિજય સિંહે કહ્યું ‘નીતિશ કુમારને છોડવા જેવા ન હતા’, વાત સાંભળતા જ સોનિયા ગાંધી ભડક્યાં

CWC And Nitish Kumar : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ભાજપને ઘેરવાના ઉદ્દેશ્યથી કોંગ્રેસની વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં એક એવી ઘટના બની કે જેના પર સોનિયા ગાંધી ભડકી ઊઠ્યા હતા.

દિગ્વિજય સિંહે નીતિશ કુમારનું નામ લઈને શું કહ્યું?

માહિતી અનુસાર CWC ની બેઠક દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે અચાનક જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમારનો ઉલ્લેખ કર્યો. તેના પર સોનિયા ગાંધી ભડકી ઊઠ્યા હતા. ચર્ચા દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધને જેડીયુના નેતા નીતિશ કુમારને 2024 માં જવા દેવાની જરૂર નહોતી. જો એ ન ગયા હોત તો આજે સ્થિતિ જુદી હોત.

સોનિયા ગાંધીએ ભડકીને આપ્યો જવાબ

દિગ્વિજય સિંહે આ મુદ્દો ઊઠાવતા જ સોનિયા ગાંધીએ તાત્કાલિક જવાબ આપતા કહ્યું કે નીતિશ કુમારનું જવાનું તો નક્કી જ હતું. તે I.N.D.I.A. ગઠબંધનમાં રહેવા માગતા નહોતા. સારું જ થયું કે તે સમયસર જતા રહ્યા. આ એમની જ ઈચ્છા હતી. સોનિયા ગાંધીની પ્રતિક્રિયા સાથે સૂરમાં સૂર પરોવતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ કહ્યું કે નીતિશ કુમાર ગઠબંધનમાંથી બહાર નીકળી જવાનો માર્ગ જ શોધી રહ્યા હતા. ગઠબંધનના સંયોજક બનવાનો પ્રયાસ માત્ર દેખાડો જ હતો.

ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરી 2024 ના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાવાર રીતે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. સાથે સંબંધો તોડ્યા હતા. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું પણ ધરી દીધું હતું અને ભાજપના નેતૃત્વમાં એનડીએમાં ઘરવાપસી કરીને ફરી મુખ્યમંત્રી બની ગયા હતા.