જે PM મોદી છુપાવે, તે ટ્રમ્પ જાહેર કરી નાંખે છે: ઓઈલ આયાત મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Oil Import Issue: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભકામનાઓ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જે બાદ ટ્રમ્પે ફરી એવો દાવો કર્યો છે કે, ભારત હવે રશિયાથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે. આ મુદ્દે અગાઉ ભારતે ચોખવટ કરવી પડી હતી. એવામાં ભારતમાં પણ રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસે આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી છે.
PM મોદી જે વાત છુપાવે છે તે ટ્રમ્પ જાહેર કરી નાંખે છે: ટ્રમ્પ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે માત્ર દિવાળીની શુભકામનાઓ જ નહીં ઓઇલ આયાત મુદ્દે પણ ચર્ચા થઈ. જોકે આ વાત વડાપ્રધાન મોદી જાહેર નથી કરી રહ્યા. જે પી.એમ મોદી છુપાવે છે, તે ટ્રમ્પ જાહેર કરી નાંખે છે.
શું કહ્યું ટ્રમ્પે?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી. દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય પહેલાં અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ભારત હવે રશિયાથી ઓઇલ નહીં ખરીદે.
PM મોદીએ એક્સ પર પોસ્ટ કરી શું કહ્યું?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર શુભેચ્છા પાઠવી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, દિવાળીની શુભકામનાઓ માટે ફોન કરવા બદલ આપનો આભાર. પ્રકાશના આ પર્વ પર બંને લોકશાહી દેશો દુનિયાને આશાનો પ્રકાશ બતાવતા રહે. આતંકવાદના તમામ રૂપો વિરુદ્ધ આપણે એક રહીએ.









