Get The App

દિવાળી પર PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, કહ્યું- આશા છે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ એક રહેશે

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump


PM Modi Thanks Trump for Diwali Greetings : વ્હાઈટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર શુભેચ્છા પાઠવી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો. 

આતંકવાદ વિરુદ્ધ બંને દેશો એક રહે તેવી આશા: PM મોદી

પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, દિવાળીની શુભકામનાઓ માટે ફોન કરવા બદલ આપનો આભાર. પ્રકાશના આ પર્વ પર બંને લોકશાહી દેશો દુનિયાને આશાની રોશની બતાવતા રહે. આતંકવાદના તમામ રૂપો વિરુદ્ધ આપણે એક રહીએ. 


ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું? 

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ આજે બેસતું વર્ષ ઉજવી રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી. દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે. 

ભારત તરફથી અગાઉ થઈ ચૂકી છે સ્પષ્ટતા 

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પમાં એકતરફી દાવાઓ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ પણ ઘણીવાર સ્પષ્ટતા થઈ છે. ભારત સરકારે સંસદથી લઈને વિશ્વમંચ પર સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં કોઈ મધ્યસ્થીની ભૂમિકા નહોતી. આ સિવાય હાલમાં જ જ્યારે રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતે જવાબ આપ્યો હતો કે અમે દેશના નાગરિકોને જ પ્રથમ પ્રાથમિકતા આપીએ છીએ અને તેમના હિતમાં જે યોગ્ય નિર્ણય હશે તે લઈશું. 

Tags :