કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ હેલિપેડ ધસી પડ્યું, જવાનોએ ધક્કો મારી બહાર કાઢ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કેરળ રાજ્યના પ્રવાસે છે. તેમની યાત્રા દરમિયાન દુર્ઘટના ટળી છે, પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન જવાનોએ તાત્કાલિક દોડી જઈને હેલિકોપ્ટરને ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. સદનસીબે આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
આ દરમિયાન ઘટના સ્થળે ફાયર તથા પોલીસના જવાનો પણ તહેનાત હતા, જેમણે હેલિકોપ્ટર ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં
રાષ્ટ્રપતિ મૂર્મુ 21 ઓક્ટોબરે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. તેઓ ત્યાં સબરીમાલા મંદિરની મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ ગુરુવારે તિરુવનંતપુરમના રાજભવન ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે અને વરકલામાં શિવગિરી મઠ ખાતે શ્રી નારાયણ ગુરુના મહાસમાધિ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય, રાષ્ટ્રપતિ કોટ્ટાયમ જિલ્લાના પાલા ખાતે સેન્ટ થોમસ કોલેજના 75મા વર્ષગાંઠ સમારોહના સમાપન સમારોહમાં પણ હાજરી આપશે. તેઓ 24 ઓક્ટોબરે એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, જે કેરળની તેમની મુલાકાતનું સમાપન કરશે.









