VIDEO : રીલ બનાવવાના ચક્કરમાં કોબરા સાપને મોઢામાં દબાવ્યો પછી જે થયું તે ડરામણું રહ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: Facebook
Cobra Snake Video Viral: લોકો સોશિયલ મીડિયા પર નામના મેળવવા માટે કંઈ પણ કરતાં રહે છે. ઘણી વખત એવું કરતી વખતે તેઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે. સાપોની સાથે રીલ બનાવવાનો વીડિયો તમે ઘણી વખત જોયો હશે પરંતુ તેલંગાણામાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા કે લોકો વ્યૂઝ માટે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
તેલંગાણાની એક વ્યક્તિનો આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને જોખમી સ્ટંટ કરતી વખતે કોબ્રાને પોતાના મોઢામાં નાખી દીધો. રિપોર્ટ અનુસાર વીડિયો રેકોર્ડ કરતી વખતે સાપે તેને કરડી લીધો, જે બાદ તેનું મૃત્યુ થઈ ગયું. આ દુર્ઘટના તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાં થઈ.
મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ 20 વર્ષીય શિવરાજ તરીકે થઈ છે. વીડિયોમાં તે રસ્તાની વચ્ચે ઊભો રહીને સાપને પોતાના મોઢામાં નાખતો નજર આવી રહ્યો છે. તે બાદ તે હાથ જોડીને કેમેરા તરફ જુએ છે. એક પળ માટે પોતાના વાળમાં હાથ પણ ફેરવે છે જ્યારે કોબ્રા તેના મોઢામાં ફસાઈ રહ્યો છે. વીડિયોના અંતમાં તે સાપનું મોઢું મોઢામાં મૂકતાં અંગૂઠો બતાવીને ઇશારો કરે છે.
યુવક અને તેના પિતા સાપને પકડીને-મારીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમણે આ સાપને પણ પકડ્યો હતો અને તેના પિતાએ તેને કહ્યું કે તે તેનો વીડિયો બનાવીને વ્હોટ્સએપ ગ્રુપ્સમાં નાખે. વીડિયો બનાવતી વખતે સાપે તેને કરડી લીધો, જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રોષ વ્યક્ત કર્યો. ઘણા લોકો જાણવા ઇચ્છતા હતા કે તે શખ્સે કોબ્રાને પોતાના મોઢામાં કેમ નાખ્યો. એક યુઝરે લખ્યું, 'આ ખૂબ ડરામણું છે, પરંતુ તેણે આવું કેમ કર્યું?' અન્યએ કહ્યું કે 'ભગવાન તેના આત્માને શાંતિ આપે, કાશ તેણે આવું કર્યું ન હોત' પરંતુ રીલ્સ માટે આ પ્રકારની હરકતો હંમેશા જોખમી સાબિત થાય છે.




