(પીટીઆઇ) તવાંગ,
તા. ૧૫
લોકસભા સ્પીકર ઓમ બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ૦
માર્ચે ચર્ચા થશે. ચર્ચા પછી પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે તેમ કેન્દ્રીય સંસદીય
પ્રધાન કિરેન રિજિજુએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
રિજિજુએ જણાવ્યું હતું કે સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ
પર ૯ માર્ચે કરવામાં આવશે કારણકે અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રથમ દિવસે ચર્ચા
કરાવવાનોે નિયમ છે.
ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ૯ માર્ચથી
બીજી એપ્રિલ સુધી ચાલશે. રિજિજુએ જણાવ્યું હતું કે બજેટ સત્રનો બીજો તબક્કો ખૂબ જ
રસપ્રદ રહેશે કારણકે અનેક જરૃરી કાયદા અને એક ક્રિટિકલ બિલ સંસદમાં રજૂ કરવામાં
આવશે.
રિજિજુએ જણાવ્યું હતું કે જો વિરોધ પક્ષોએ પ્રથમ તબક્કાની
જેમ વિરોધ કરવાનું ચાલુ રાખ્યુ તો અંતમાં તેમને જ નુકસાન થશે. તેમણે જણાવ્યું હતું
કે જો વિપક્ષ સંસદને ચલાવવા નહીં દે તો અમે ગિલોટિનનું ઉપયોગ કરીશું. જે તેમના
માટે નુકસાનકારક રહેશે.
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ગિલોટિન એક સામાન્ય
પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બિલોને કોઇ પણ ચર્ચા વગર મતદાન માટે રજૂ કરવામાં આવે
છે. જેના કારણે નિર્ધારિત સમયમાં બજેટ પસાર થઇ જાય છે.
રિજિજુએ વિપક્ષમાં એકતા ન હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે
જણાવ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસે સ્પીકરની વિરુદ્ધ નો કોન્ફિડન્સ મોશન પર
હસ્તાક્ષર કર્યા નથી. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગનાં નાના પક્ષો સંસદને
રોકવાના પક્ષમાં નથી. તેઓ વિધાનસભા ચૂંટણી અગાઉ પોતાના મુદ્દાઓ ઉઠાવવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો વિપક્ષના
હોબાળાને કારણે ધોવાઇ ગયો હતો. બીજા તબક્કામાં પણ વિપક્ષ હોબાળો ચાલુ રાખે તેવી
શક્યતા છે.


