VIDEO : MPમાં દીકરીઓ સાથે અન્યાય: 10 કિમી દૂરની શાળામાં શિફ્ટ કરાતાં આક્રોશ, આંખમાં આંસુ સાથે કલેક્ટર સમક્ષ વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ujjain School Shifting Protest 800 Girl: ઉજ્જૈનની સરાફા કન્યા હાયર સેકન્ડરી સ્કૂલને શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર દાઉદખેડી ગામમાં શિફ્ટ કરવાના પ્રસ્તાવ સામે વિદ્યાર્થિનીઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારે આશરે 800 જેટલી વિદ્યાર્થિનીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે, આવવા-જવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે અને રસ્તો સુમસામ હોવાથી વાલીઓ તેમને નવી જગ્યાએ ભણવા મોકલશે નહીં, જેથી તેમનો અભ્યાસ છૂટી જવાનો ભય છે.મધ્ય પ્રદેશ સરકાર દ્વારા નાના વિદ્યાલયોને મોટા અને સુવિધાયુક્ત સાંદીપનિ શાળામાં મર્જ કરવાની યોજના હેઠળ સરાફા સ્કૂલને દાઉદખેડી સ્થિત સાંદીપનિ CM રાઇઝ સ્કૂલ ભવનમાં શિફ્ટ કરવાનું આયોજન કરાયું છે. હાલમાં આ કન્યા શાળા મહાકાલ મંદિર નજીક જયસિંહપુરામાં ચાલી રહી છે.
કલેક્ટર કચેરી ઘેરીને સૂત્રોચ્ચાર કર્યા
શુક્રવારે કલેક્ટર કચેરી પહોંચેલી 800 વિદ્યાર્થિનીઓએ લગભગ એક કલાક સુધી ઘેરાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, શિફ્ટિંગ અંગે તેઓ અગાઉ પણ તંત્રને રજૂઆત કરી ચૂકી છે, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન શાળા દૂર લઈ જવાથી તેમનું ભવિષ્ય બગડી શકે છે. તંત્રનો તર્ક છે કે, શાળાઓના એકીકરણથી સાધનોનો યોગ્ય ઉપયોગ થશે, અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. પરંતુ વિદ્યાર્થિનીઓ અને વાલીઓ આ નવી જગ્યાએ જવા માટે તૈયાર નથી.
તંત્રએ આપ્યો બેઠકનો ભરોસો
પ્રદર્શનની જાણ થતાં ADM શાશ્વત શર્મા અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) મહેન્દ્ર ખત્રી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને શાંત પાડીને ભરોસો આપ્યો હતો કે, ટૂંક સમયમાં જિલ્લા સ્તરીય મોનિટરિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આ બેઠકમાં વાલીઓના પ્રતિનિધિઓને પણ સામેલ કરીને તેમની રજૂઆત સાંભળવામાં આવશે અને ત્યારબાદ જ શાળાના શિફ્ટિંગ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.









