India

VIDEO: દિલ્હીમાં હાઇ-ઍલર્ટ: સુરક્ષા દળો એક્શન મોડમાં, સંસદ ભવન બન્યું લોખંડી કિલ્લો

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં NEET-UG પેપર લીક મુદ્દે ભારે રોષ જોવા મળ્યો. સંસદના પ્રથમ દિવસે CJPના અભિજીત દીપકેના નેતૃત્વમાં 12,000થી વધુ લોકોએ પાર્લામેન્ટ તરફ માર્ચ કરી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર ખાતે ધારા 144 લાગુ કરાઈ. સુરક્ષા સઘન બનાવાઈ છે. CJP નેતાઓ જે.પી. નડ્ડાને મળ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિલ્હીમાં હાઇ-ઍલર્ટ: સુરક્ષા દળો એક્શન મોડમાં, સંસદ ભવન બન્યું લોખંડી કિલ્લો

CJP Delhi Parliament March NEET Paper Leak : સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસે જ NEET-UG જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક મુદ્દે દિલ્હીમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી(CJP)ના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં 12,000થી વધુ વિરોધકર્તાઓએ પાર્લામેન્ટ તરફ માર્ચ શરૂ કરતાં સુરક્ષાદળો દ્વારા સંસદના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો સંસદ ભવનથી રવાના

પરિસ્થિતિ વણસતાં દિલ્હી પોલીસ અને CISF એ સુરક્ષા સઘન બનાવી છે. જંતર-મંતર વિસ્તારને કિલ્લામાં ફેરવી દેવાયો છે. CJPના નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવા પહોંચ્યા છે. આ અગાઉ ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકને હૉસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ કરી નવા સીસીટીવી(CCTV)થી સ્થિતિ પર નજર રખાઈ રહી છે.

સીઆઇએસએફ(CISF)ના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંતર-મંતર પર અપેક્ષા કરતાં ત્રણ ગણી વધારે ભીડ એકઠી થઈ હતી. દિલ્હી પોલીસે અગમચેતીના પગલે તમામ 14 જિલ્લાઓમાંથી એસીપી કક્ષાના અધિકારીઓ અને વધારાની પોલીસ ટુકડીઓને નવી દિલ્હી વિસ્તારમાં તૈનાત કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કિલ્લામાં ફેરવી દેવાયો છે અને બેરિકેટ્સ, અશ્રુવાયુ તથા વોટર કેનન સાથે ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. CJP નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવા પહોંચ્યા છે. આ અગાઉ ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકને તબિયત લથડતાં હૉસ્પિટલ ખસેડાયા હતા. હાલ નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગુ કરીને 100થી વધુ નવા સીસીટીવી(CCTV) કેમેરા દ્વારા દરેક હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે.