VIDEO : દિગ્વિજય સિંહ હવે ધર્મની રક્ષા કરશે, રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Digvijaya Singh Retirement : કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે તેઓ ધર્મની રક્ષા કરશે. રામ મંદિર દાન ચોરીના મામલાને લઈને દિગ્વિજય સિંહે કહ્યું કે, 'હું સનાતન ધર્મને સમજું છું, ભાજપ, વીએચપી અને આરએસએસને પણ સમજું છું. હવે મારું મિશન ધર્મની રક્ષા કરવાનું છે, હવે કોઈ રાજનીતિ નહીં કરું, મારા અંતિમ શ્વાસ સુધી આસ્થાની રક્ષા કરવાની છે'.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, હું હવે 80 વર્ષનો થઈ ગયો છું. મારી પાર્ટીએ મને પાંચ વાર ધારાસભ્ય બનાવ્યો, બે વાર લોકસભામાંથી સાંસદ બનાવ્યો, અને બે વાર રાજ્યસભામાંથી સાંસદ બનાવ્યો. આ વખતે મેં પાર્ટી હાઈકમાન્ડને પોતે કહ્યું કે, હવે કોઈ બીજાને લાવો. તેથી હવે મારું કામ માત્ર ધર્મ રક્ષા છે. આમાં કોઈ પણ રાજનીતિ નહીં હોય.
બિન-રાજકીય હશે યાત્રા
દિગ્વિજય સિંહે હાલમાં જ અયોધ્યા રામ મંદિર ચઢાવો ચોરીના મામલામાં ઉજ્જૈન મહાકાલ મંદિરથી અયોધ્યા સુધી પદયાત્રા કરવાની જાહેરાત કરી હતી. તેમની આ યાત્રા 2 ઓક્ટોબરથી શરૂ થશે, જે 1000 કિલોમીટર લાંબી હશે. દિગ્વિજય સિંહ સતત દાવો કરી રહ્યા છે કે, આ યાત્રા પૂરી રીતે બિન-રાજકીય હશે. તેમણે કહ્યું કે, યાત્રા દરમિયાન ન તો તેઓ કોઈ ભાષણ આપશે, ન તો કંઈ બોલશે અને ન તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કંઈ લખશે.
કાર સેવક સંતોષ દુબે હશે મુખ્ય અતિથિ
આ યાત્રામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓના સામેલ થવાને લઈને દિગ્વિજય સિંહે કહ્યું કે, ' હું કોઈને સામેલ થવા માટે નહીં કહું. હું સંતોષ દુબેજીને આમંત્રિત કરીશ. તેઓ એવા કારસેવક છે, જેમણે પોતાના શરીર પર ચાર ગોળીઓ ખાધી હતી. તેઓ મારી યાત્રા દરમિયાન મુખ્ય અતિથિ હશે.'









